વિવો T4x 5G ટૂંક સમયમાં ભારતમાં, જાણો કિંમત અને ફીચર્સ!
વિવો T4x 5G ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થવાનો છે. તાજેતરમાં, આ સ્માર્ટફોન BIS (Bureau of Indian Standards) લિસ્ટિંગમાં જોવા મળ્યો હતો, જે તેના લોન્ચની સંભાવનાઓને વધારી આપે છે. લીક્સ મુજબ, વિવો T4x 5G માર્ચ 2025 દરમિયાન ભારતમાં રજૂ થઈ શકે છે. ફોનની સંભવિત કિંમત રૂ. 15,000 સુધી હોઈ શકે છે. આ સ્માર્ટફોનમાં 6,500mAhની બેટરી હશે, જે તેને લાંબી બેટરી લાઈફ આપશે. નવું ડાયનેમિક લાઈટ ફીચર પણ હશે, જે નોટિફિકેશન મુજબ રંગ બદલશે. વિવો T4x 5G પ્રોન્ટો પર્પલ અને મરીન બ્લૂ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ થશે. પ્રોસેસર અને અન્ય ફીચર્સ અંગે હજી સુધી કોઈ સચોટ માહિતી નથી. લૉન્ચ નજીક આવતાં વધુ વિગતો બહાર આવશે.