નવી માઈગ્રેશન સિસ્ટમ સાથે iPhone થી Android પર સ્વિચ કરવું ખુબ જ સરળ બની ગયું છે
Photo Credit: Google
નવી માઈગ્રેશન સિસ્ટમ સાથે iPhone થી Android પર સ્વિચ કરવું ખુબ જ સરળ બની ગયું છે
iPhone અને Android વચ્ચે સ્વિચ કરવું પહેલા ઘણા યુઝર્સ માટે મુશ્કેલ પ્રક્રિયા હતી , જોકે Googleએ Android 17 સાથે રજૂ કરેલી નવી માઈગ્રેશન સિસ્ટમ આ પ્રક્રિયાને ઘણી સરળ બનાવી દીધી છે . હવે iPhoneમાંથી Android સ્માર્ટફોનમાં ડેટા ટ્રાન્સફર કરવા માટે અલગ એપ અથવા મુશ્કેલ પ્રક્રિયાની જરૂર રહેશે નહીં .
Google એ Android 17માં અપગ્રેડેડ ડેટા માઈગ્રેશન સિસ્ટમ એડ કર્યું છે . કંપનીના જણાવ્યા અનુસાર , નવા Android ફોનનું સેટઅપ કરતી વખતે યુઝર્સ iPhoneમાંથી સીધા જ વાયરલેસ રીતે ડેટા ટ્રાન્સફર કરી શકે છે . આ પ્રક્રિયા દ્રારા ફોટા , કોન્ટેક્ટ્સ અને મેસેજ ઉપરાંત Google એકાઉન્ટની વિગતો , સેવ કરેલા પાસવર્ડ્સ , Wi-Fi પાસવર્ડ્સ તેમજ eSIMની માહિતી પણ નવા ફોનમાં સરળતાથી ટ્રાન્સફર કરી શકાય છે .
હાલમાં આ ફીચરનો રોલઆઉટ પસંદગીના કેટલાક Android ડિવાઈસ માટે શરૂ કરવામાં આવ્યો છે . જોકે , Googleનું કહેવું છે કે આગામી સમયમાં આ સુવિધા વધુ Android સ્માર્ટફોન માટે ઉપલબ્ધ કરવામાં આવશે . આ ફીચર દ્રારા યુઝર્સ પોતાની જૂની સેટિંગ્સ અને મહત્વપૂર્ણ માહિતી નવા Android ફોનમાં સરળતાથી લઈ જઈ શકશે .
Googleની બ્લોગ પોસ્ટ અનુસાર , જયારે યુઝર્સ નવા Android ફોનનું સેટઅપ શરૂ કરે છે ત્યારે iPhone અથવા iPadમાંથી ડેટા કૉપી કરવાનો વિકલ્પ દેખાય છે . આ વિકલ્પ પસંદ કર્યા બાદ Android ફોન QR કોડ જનરેટ કરે છે , જેને iPhoneથી સ્કેન કરતાં બંને ડિવાઈસ વચ્ચે સુરક્ષિત વાયરલેસ કનેક્શન બંધાય છે . ત્યારબાદ યુઝર્સ પોતાની જરૂરિયાત મુજબ કયો ડેટા ટ્રાન્સફર કરવો છે તે પસંદ કરી શકે છે .
કંપનીએ સલાહ આપી છે કે ડેટા ટ્રાન્સફર શરૂ કરતા પહેલા બંને ડિવાઈસ સંપૂર્ણ રીતે ચાર્જ હોવા જોઈએ અને એક જ Wi-Fi નેટવર્ક સાથે જોડાયેલા હોવા જોઈએ . ઉપરાંત , નવા Android ફોનમાં પૂરતી સ્ટોરેજ ઉપલબ્ધ હોવી જરૂરી છે , કારણ કે પૂરતી જગ્યા વગર ડેટા ટ્રાન્સફર પૂર્ણ થઈ શકશે નહીં .
જાહેરાત
જાહેરાત