પ્લેસ્ટેશન ફેન્સ માટે મોટી તક : હવે ગેમમાં પોતાનું પાત્ર બનાવવાનો મોકો

Sony ના પ્લેબેઝ પ્રોગ્રામના શરૂઆત Gran Turismo 7 થી થઈ છે અને આગળ જતા વધુ ગેમ્સ આમા જોડાશે

પ્લેસ્ટેશન ફેન્સ માટે મોટી તક : હવે ગેમમાં પોતાનું પાત્ર બનાવવાનો મોકો

Photo Credit: Sony

આ વર્ષના અંત સુધી Gran Turismo 7 માં એક ફેનને દેખાવનો મોકો મળશે .

હાઇલાઇટ્સ
  • પોગ્રામ દ્રારા પ્લેસ્ટેશન ગેમર્સને પોતાની ઓળખ ગેમમાં જોવા મળી શકે
  • પ્રોગ્રામની શરૂઆત Gran Turismo 7 થી થઈ રહી
  • સ્પર્ધા 7 એપ્રિલ 2026 થી શરૂ થઈ છે અને 26 એપ્રિલ 2026 સુધી ચાલુ રહેશે
જાહેરાત

Sony એ તેના ગેમિંગ ફેન્સ માટે એક નવો અને રસપ્રદ પ્રોગ્રામ શરૂ કર્યો છે , જેને PlayerBase નામ આપવામાં આવ્યું છે . આ પોગ્રામ દ્રારા પ્લેસ્ટેશન ગેમર્સને  પોતાની ઓળખ ગેમમાં જોવા મળી શકે છે . સરળ શબ્દોમાં કહીએ તો , હવે ચાહકોને ગેમનો ભાગ બનવાની તક મળશે .આ પ્રોગ્રામની શરૂઆત  Gran Turismo 7 થી થઈ રહી છે . જે લોકોને પસંદ  થશે , તેઓનું ફેસ સ્કેન કરીને ગેમમાં પાત્ર તરીકે ઉમેરવામાં આવશે . આ એક અનોખી તક  છે , ખાસ કરીને  તે ગેમર્સ માટે જે લાંબા સમયથી પ્લેસ્ટેશન સાથે જોડાયેલા છે .


PlayerBase માટે અરજી કરવાની પ્રકિયા ખૂબ સરળ રાખવામાં આવી છે . રસ ધરાવતા લોકો PlayerBase ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે . અરજી કરવા માટે વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ અને તેની પાસે PlayStation Online ID હોવી જરૂરી છે . ભારતમાં રહેતા ગેમર્સ પણ આ  પ્રોગ્રામ માટે અરજી કરી શકે છે .

અરજી કરતી વખતે:

અરજી કરતી વખતે યુઝર્સને તેમની PlayStation  સાથેની યાદો , અનુભવ અને તેમની ગેમિંગ જર્ની વિશે લખવાનું રહેશે . ત્યારબાદ , પસંદ કરાયેલા કેટલાક લોકોનું વિડિઓ  ઇન્ટરવ્યૂ લેવામાં આવશે . અંતે , એક વિનર પસંદ કરવામાં આવશે જેને ગેમમાં ખાસ સ્થાન મળશે .

વિજેતાને Polyphony Digital દ્રારા વિકસિત Gran Turismo 7 માં પાત્ર તરીકે દર્શાવવામાં આવશે . આ ઉપરાંત , તેને પોતાનો કસ્ટમ લોગો અને કાર લિવરી ડિઝાઈન કરવાનો મોકો મળશે , જે ગેમમાં કાયમી રીતે એડ કરવામાં આવશે . સાથે જ વિજેતાને સ્કેન માટે Los Angeles જવા માટે આમંત્રિત કરવામાં  આવશે .

આ સ્પર્ધા 7 એપ્રિલ 2026 થી શરૂ થઈ છે અને 26 એપ્રિલ 2026 સુધી ચાલુ રહેશે . વિજેતાની જાહેરાત 2026ના ઉનાળામાં કરવામાં આવશે  . કુલ મળીને Sonyનો આ પ્રયાસ તેના ચાહકોને અનુભવ આપે છે , જ્યાં તેઓ ફક્ત ગેમ રમનાર નહીં પરંતુ ગેમનો એક ભાગ બની શકે છે . આ વર્ષના અંત સુધી Gran Turismo 7 માં એક ફેનને દેખાવનો મોકો મળશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. EPFO સભ્યો માટે ઉપયોગી માહિતી :UMANG એપ દ્રારા સરળતાથી મેળવો તમારો UAN
  2. OnePlus Nord Buds 4ની મુખ્ય ફીચર્સ જાહેર, ફાસ્ટ ચાર્જિંગ સાથે મળશે પ્રીમિયમ ઓડિયો અનુભવ
  3. પાવર અને પરફોર્મન્સનો નવો બાદશાહ ! Redmi Turbo 5માં Dimensity 8500 Ultra અને 120Hz ડિસ્પ્લે
  4. CCTV ખરીદવાની જરૂર નહીં , જૂના ફોનથી જ રાખો ઘર પર નજર
  5. શાળા કે બોર્ડ ઓફિસ જવાની જરૂર નહીં ! UMANG અને DigiLockerથી મેળવો તમારી માર્કશીટ
  6. 16 ઇંચ AMOLED ડિસ્પ્લે , Wi-Fi 7 અને 1TB સ્ટોરેજ સાથે Samsung Galaxy Book6 Edge બજારમાં રજૂ
  7. દક્ષિણ કોરિયામાં લોકપ્રિય બની રહી છે ' નકલી શોપિંગ ' વેબસાઈટ્સ , તણાવ ઘટાડવા યુવાનોનો અનોખો રસ્તો
  8. Pixel 9a ખરીદવાની તક : બેંક ઓફર અને એક્સચેન્જ સાથે કિંમત ઘટીને રૂપિયા 37,999
  9. Googleનું Android 17 આવ્યું : Bubbles, Foldable Gaming અને Privacy Features સાથે
  10. ફોન ખરીદવાનો પ્લાન છે ? Vivo અને Lava એ વધારી સ્માર્ટફોનની કિંમતો
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »