એપલે વોચ Series 11, Ultra 3 અને SE 3 લોન્ચ કરી

અમેરિકાની ટેક જાયન્ટ એપલે તેની સ્માર્ટવોચની શ્રેણીમાં Apple Watch Ultra 3 અને SE 3 સાથે Apple Watch Series 11 લોન્ચ કરી છે.

એપલે  વોચ Series 11, Ultra 3 અને SE 3 લોન્ચ કરી

Photo Credit: Apple

એપલ વોચ સિરીઝ ૧૧ એ ટેક જાયન્ટની નવીનતમ સ્માર્ટવોચ છે

હાઇલાઇટ્સ
  • Apple Watch Ultra 3 માં નેચરલ અને બ્લેક ટાઇટેનિયમ કેસના વિકલ્પ
  • Apple Watch Series 11માં 11 જેટલા હેલ્થ ફીચર્સ આવશે
  • Apple Watch SE 3 એપલની S10 ચિપ દ્વારા સંચાલિત
જાહેરાત

અમેરિકાની ટેક જાયન્ટ એપલે તેની સ્માર્ટવોચની શ્રેણીમાં Apple Watch Ultra 3, SE 3 temj Apple Watch Series 11 લોન્ચ કરી છે. આ ઉપરાંત કંપનીએ iPhone 17 સિરીઝ પણ બજારમાં મૂકી હતી. Watch SE સિરીઝને ત્રણ વર્ષ પછી અપગ્રેડ કરાઈ છે. Watch SE (સેકન્ડ જનરેશન) સપ્ટેમ્બર 2022 માં લોન્ચ કરાઈ હતી.

Apple Watch Ultra 3, Series 11, અને SE 3 ની કિંમત

Apple Watch Ultra 3 અલ્ટ્રાની કિંમત અમેરિકામાં $799 (આશરે રૂ. 71,000) થી શરૂ થાય છે. તેમાં, નેચરલ અને બ્લેક ટાઇટેનિયમ કેસના વિકલ્પ છે. એપલે અલ્ટ્રા 3 ના વોચ બેન્ડ માટે નવા કલર પણ લોન્ચ કર્યા છે અને ટ્રેઇલ લૂપ બેન્ડ માટે ઓશન બેન્ડ અને આલ્પાઇન લૂપ અને હર્મેસ કલેક્શનનો એન મેર બેન્ડમાં પણ નવા બે કલર મળશે.

એપલ વોચ સિરીઝ 11 ની કિંમત $399 (આશરે રૂ. 35,000) થી શરૂ થાય છે. ભારતમાં, સ્માર્ટવોચની શરૂઆતી કિંમત રૂ. 46,900 નક્કી કરવામાં આવી છે. તેમાં 42mm અને 46mm સાઇઝ મળશે. તેમાં જેટ બ્લેક, રોઝ ગોલ્ડ, સિલ્વર અને સ્પેસ ગ્રે એલ્યુમિનિયમ કેસમાં મળશે. ઉપલબ્ધ હશે. આ ઉપરાંત તેમાં, નેચરલ, ગોલ્ડ અને સ્લેટ કલરવેમાં પોલિશ્ડ ટાઇટેનિયમ કેસનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. એપલ વોચ હર્મેસ વેરિઅન્ટમાં પણ મળશે અને તેમાં સિલ્વર ટાઇટેનિયમ કેસમાં મળી શકશે. જે 42mm અને 46mmની સાઇઝમાં મળશે.

Apple Watch SE 3 ની ભારતમાં કિંમત રૂ. 25,900 થી શરૂ થાય છે, અમેરિકામાં તે $249 (લગભગ 22,000 રૂપિયા) નક્કી કરવામાં આવી છે. તેમાં મિડનાઈટ અને સ્ટરલાઇટ એલ્યુમિનિયમ કેસીંગ મળશે. આ ત્રણેય વોચ 19 સપ્ટેમ્બરે બજારમાં આવશે. હાલમાં તેના માટે પ્રી ઓર્ડર કરી શકાશે.

એપલ વોચ અલ્ટ્રા 3ના સ્પેસિફિકેશન્સ

અત્યારસુધીનો સૌથી મોટો ડિસ્પ્લે ધરાવતી એપલ વોચ અલ્ટ્રા 3 હવે 5G કનેક્ટિવિટી સાથે આવે છે. તેમાં LTPO3 વાઇડ એંગલ OLED સ્ક્રીન હોવાથી પહેરનાર દરેક ખૂણેથી તે સ્પષ્ટ જોઈ શકશે. તે 42 કલાક બેટરી લાઇફ આપશે તેવો દાવો કરે છે. લો પાવર મોડમાં, તે 72 કલાક ચાલી શકશે. એપલ વોચ અલ્ટ્રા 3 લો પાવર મોડમાં 20 કલાકની બેટરી લાઇફ સાથે સંપૂર્ણ GPS અને હાર્ટ રેટ રીડિંગ્સ સાથે પણ આવે છે. તેનાથી SOS ચેતવણીઓ, ટેક્સ્ટ સંદેશાઓ અને લોકેશન શેર કરી શકાશે. આ માટે સેલ્યુલર કે Wi-Fi આવશ્યક નહીં રહે.
Apple Watch Series 11, 5G કનેક્ટિવિટી સાથે આવશે અને તે OS 26 પર ચાલશે. તે 24 કલાકની બેટરી લાઇફ આપે છે. તેમાં લાઇવ ટ્રાન્સલેશન કરી શકાશે તેમજ તેમાં, 11 જેટલા હેલ્થ ફીચર્સ આવશે.

Apple Watch SE 3ના સ્પેસિફિકેશન્સ

SE 3 વોચ 5G કનેક્ટિવિટી, સ્લીપ સ્કોર સિસ્ટમ અને ઓન-ડિવાઇસ સિરી સાથે આવશે. Apple Watch SE 3 અંદાજિત રેટ્રોસ્પેક્ટિવ ઓવ્યુલેશન અને તાપમાન સેન્સિંગ ક્ષમતા દર્શાવશે જો કે, તેમાં હાઇપરટેન્શનને લગતી સૂચનાની સગવડ નથી. તે એપલની S10 ચિપ દ્વારા સંચાલિત છે અને ઝડપી ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »