પ્રથમ સેલ્ફી વિડીયો બન્યો સુપરહિટ , PM મોદીના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ 105 મિલિયન પાર

NEET પેપર લીક મામલે થયેલા વિરોધ પ્રદર્શનો અંગે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પ્રથમ વખત સેલ્ફી વિડીયો શેર કર્યો હતો

પ્રથમ સેલ્ફી વિડીયો બન્યો સુપરહિટ , PM મોદીના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ 105 મિલિયન પાર

Photo Credit: Instagram/narendramodi

PM Modiના પહેલા સેલ્ફી વિડીયો પર 396 મિલિયન વ્યૂઝ મળ્યા હતા .

હાઇલાઇટ્સ
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પ્રથમ વખત સેલ્ફી વિડી
  • અત્યાર સુધીમાં તેને 396 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા
  • તેમને 4 મિલિયન નવા ફોલોઅર્સ મળ્યા
જાહેરાત

NEET પેપર લીક મામલે થયેલા વિરોધ પ્રદર્શનો અંગે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પ્રથમ વખત સેલ્ફી વિડીયો શેર કર્યો હતો . આ વિડીયો શેર થયા બાદ તેમના ફોલોઅર્સની સંખ્યમાં ઝડપી વધારો થયો . વિડીયો પોસ્ટ કરતા પહેલા તેમના ઇન્સ્ટાગ્રામ પર 101 મિલિયન ફોલોઅર્સ હતા , જે માત્ર ચાર દિવસમાં વધીને 105 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા . એટલે કે તેમને 4 મિલિયન નવા ફોલોઅર્સ મળ્યા . આ વધારો તેમના વાયરલ થયેલા સેલ્ફી વીડિયોને કારણે થયો હોવાનું માનવામાં આવે છે .

વડાપ્રધાન મોદીએ 23 જુલાઈ , 2026ની રાત્રે 11:52 વાગ્યે પોતાનો પ્રથમ સેલ્ફી વિડીયો પોસ્ટ કર્યો હતો . આ વિડીયો લોકોને ખુબ પસંદ આવ્યો અને અત્યાર સુધીમાં તેને 396 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે . વિડીયો વાયરલ થતા જ થોડા સમયમાં તેમની સાથે લગભગ 1.4 મિલિયન નવા ફોલોઅર્સ જોડાયા .

ત્યારબાદના થોડા કલાકોમાં જ તેમને બીજો સેલ્ફી વિડીયો શેર કર્યો , તેમાં તેમણે પહેલા વીડિયોને મળેલા જબરદસ્ત અભિપ્રાયનો ઉલ્લેખ પણ કર્યો હતો અને લોકોનું આભાર પણ માન્યો . આ વિડીયોને  પણ  લોકોનો સારો અભિપ્રાય મળ્યો અને અત્યાર સુધીમાં તેને 273 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે .

આ પછી વડાપ્રધાન મોદીએ ત્રીજો સેલ્ફી વિડીયો પોસ્ટ કર્યો . તેમાં તેમને પરીક્ષા વ્યવસ્થામાં સુધારા માટે એક ટાસ્ક ફોર્સ બનાવવાની જાહેરાત કરી . પરીક્ષાઓને વધુ પારદર્શક બનાવવા માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું તેમને જણાવ્યું . આ ત્રીજા વીડિયોને અત્યાર સુધીમાં 167 મિલિયન વ્યૂઝ મળ્યા છે .

આ ત્રણેય સેલ્ફી વિડીયો બાદ વડાપ્રધાન મોદીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની લોકપ્રિયતામાં મોટો વધારો જોવા મળ્યો . માત્ર ચાર દિવસમાં જ તેમના ફોલોઅર્સની સંખ્યામાં 4 મિલિયનનો વધારો થયો , જે હાલના સમયમાં સૌથી ઝડપી માનવામાં આવે છે .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »