ટીવીમાં 4k ડોલ્બી વિઝન વીડિયો હોવાથી પિક્ચર ગુણવતા ઘણી સારી છે.
Photo Credit: Vu
વુ કહે છે કે કનેક્ટિવિટી સમસ્યાઓને ઠીક કરવા માટે ટીવીમાં ઇન્સ્ટન્ટ નેટવર્ક રિમોટ છે
વુ ગ્લોએ નવું ડોલ્બી એડિશન ટીવી ભારતમાં લોન્ચ કર્યું છે. આ ટીવી રજૂ થતા તેના સ્પેસિફકેશન અને કિંમત અંગેની માહિતી પણ બહાર આવી છે. આજે આપણે આ ટીવીની ખાસિયતો ઉપર નજર નાખીશું. Vu Glo QLED TV 2025 (Dolby Edition) ભારતમાં મંગળવારે લોન્ચ કરાયું અને તે 43 ઇંચથી લઈને 75 ઇંચની સાઇઝમાં મળશે. તેમાં VuOn 1.5 GHz પ્રોસેસર અને 2GB રેમ અને 16 GB સ્ટોરેજ આવશે. આ QLED ટીવી ગૂગલ ટીવી પ્લેટફોર્મ પર ચાલશે. આ ટીવી ડોલ્બી વિઝન HDR 10 અને વધુ સારા વિઝ્યુઅલ માટે HLG ટેકનોલોજીથી સજ્જ છે. અવાજ માટે તે ડોલ્બી એટમોસ સપોર્ટ પણ ધરાવે છે.
વુ ગ્લો QLED ટીવીમાં 4K (3,849 x 2,160 પિક્સલ્સ) QLED સ્ક્રીન આપવામાં આવી છે અને તે ગૂગલ ટીવી પ્લેટફોર્મ પર ચાલે છે. તે VuOn AI પ્રોસેસરથી સજ્જ છે. તે ડોલ્બી વિઝન, HDR10 અને HCG ટેક્નોલોજીસને સપોર્ટ કરે છે. તેમાં નેટફ્લિક્સ, પ્રેમ વીડિયો, યુટ્યુબ અને સ્પોટીફાય જેવા એપ ગૂગલ પ્લે સ્ટોર દ્વારા ડાઉનલોડ કરી શકાય છે. તેમાં ગૂગલ આસિસ્ટન્ટ અને બિલ્ટ ઇન ક્રોમકાસ્ટનો પણ ઉપયોગ કરી શકાશે. જેના કારણે તમે અવાજ નિયંત્રણ અને તમારા મોબાઇલના કન્ટેન્ટ તેમાં જોઈ શકશો.
આ ટીવી ગુગલ ટીવી પ્લેટફોર્મ પર ચાલે છે, જેનાથી યુઝર્સને ગુગલ પ્લે સ્ટોર દ્વારા નેટફ્લિક્સ, પ્રાઇમ વિડીયો, યુટ્યુબ અને સ્પોટાઇફ જેવી એપ્સ ડાઉનલોડ કરવાની સુવિધા મળે છે. આ ગુગલ આસિસ્ટન્ટ અને બિલ્ટ-ઇન ક્રોમકાસ્ટ જેવી સુવિધાઓને પણ સક્ષમ કરે છે, જે અનુક્રમે વોઇસ કંટ્રોલ અને કન્ટેન્ટ કાસ્ટિંગની મંજૂરી આપે છે. તેના રિમોટમાં હોટકી પણ આપવામાં આવી છે. જેથી, તમે તેના દ્વારા નેટફ્લિક્સ, યુટ્યુબ વગેરે પર સીધા જઈ શકશો. આ ઉપરાંત ઊભો રાખી શકાય તેવી તેની ડિઝાઇન બનાવવામાં આવી છે. તેમાં ગૂગલ વોઇસ બટન અને વાયફાય બટન ઉપલબ્ધ છે. ટીવીમાં ક્રિકેટ મોડ અને સિનેમા મોડ પણ છે.
ટીવીમાં 4k ડોલ્બી વિઝન વીડિયો હોવાથી પિક્ચરની ગુણવતા સારી જણાય છે. જો ટીવી પર અજવાળું પણ આવતું હોય તો પણ તેનો પ્રભાવ ઘણો ઓછો થાય છે. 4K VA પેનલ, 60 Hz રિફ્રેશ રેટ, 2 વે બ્લૂટૂથ સપોર્ટવાળુ આ ટીવી આગળથી એકદમ પાતળું અને સપાટ તેમજ પાછળની બાજુએ મેટલની એકદમ સોલીડ બોડી અપાઈ છે.
વુ ટીવીમાં 43 ઇંચના ટીવીના ભાવ રૂ. 24,999, 50 ઇંચ 55 ઇંચ 65 ઇંચ અને 75 ઇંચના ટીવીના ભાવ અનુક્રમે રૂ. 30,990, રૂ. 35,990, રૂ.50,990 અને રૂ. 64,990 રાખવામાં આવ્યા છે. તેને એમેઝોન, ફ્લિપકાર્ટ અને અન્ય ઈલેક્ટ્રોનિક ચેનલ દ્વારા ખરીદી શકાશે.
જાહેરાત
જાહેરાત
Kepler and TESS Discoveries Help Astronomers Confirm Over 6,000 Exoplanets Orbiting Other Stars
Rocket Lab Clears Final Tests for New 'Hungry Hippo' Fairing on Neutron Rocket