Photo Credit: ASUS
Chromebook CX14 (ચિત્રમાં) અને CX15 ને MIL-STD-810H milita મળે છે
Asus કંપની દ્વારા તદ્દન નવી Chromebook CX14 અને Chromebook CX15 સીરિઝના લેપટોપની જાહેરાત કરવામાં આવી છે. જે Intel Celeron પ્રોસેસર પર કાર્યરત રહેશે. કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે બંને મોડલ્સ 14 અને 15 ઈંચની સ્ક્રીન સાઇઝ સાથે બજાર બજારમાં ઉપલબ્ધ થશે. ફુલ HD સ્ક્રીન સાથે 180 ડિગ્રી લે ફ્લેટ હીંજ ડિઝાઇન આપવામાં આવી છે. બીજી તરફ, Asus કંપની દ્વારા Chromebook Plus મોડલ્સની પણ જાહેરાત કરવામાં આવી હતી.જે ઇન્ટેલ કોર 3 N355 CPU પર કાર્ય કરશે. આ લેપટોપના સપોર્ટમાં Googleના AI ફીચર્સ જોવા મળશે.
Asusની આ સિરીઝના સ્પેસિફિકેશન.Asus Chromebook CX14 sportsમાં 14 ઈંચની ફુલ HD IPS સ્ક્રીન આપવામાં આવી છે . જે 1920*1080 પિક્સલસ અને 300nitsની હાઇ બ્રાઇટનેસ સાથે આવશે. જેમાં 45 ટકા જેટલું NTSC કલર ગૈરમટ સાથે આવશે.બીજી તરફ , Chromebook CX15માં એક સરખા સ્પેશિફિકેશનની સાથોસાથ 15.6 ઈંચની ફુલ HD સ્ક્રીન જોવા મળશે. આ બંને લેપટોપ ઇંતેલના સેલેરોન પ્રોસેસર N4500 પર કાર્યરત જોવા મળશે. જે 8 GBની LPDDR4X રેમ અને 256 GB સુધીનું ઓનબોર્ડ eMMC સ્ટોરેજ તમને જોવા મળશે. સુરક્ષાને ડયાંમાં રાખીને બંને લેપટોમાં Titan C સિક્યુરિટી છીપ આપવામાં આવી છે.
કનેક્ટિવિટીના ઑપ્શન્સની વાત કરી તો Chromebookની અંદર આપને Type Cનો USB પોર્ટ જોવા મળશે જે 3.2 Gen 1નો હશે. તેની સાથે જ ડિસ્પ્લે પોર્ટ 1.2, HDMI 1.4b, USB 3.2 Gen 1 Type Aના પોર્ટ જોવા મળશે. વધુમાં આપને 3.5mmનો હેડફોન જેક અને કેંસિંગ્ટન લોક કંપની દ્વારાય આપવામાં આવ્યું છે. સાથોસાથ બંને લેપટોપમાં WiFi 6 અને બ્લૂટૂથ 5.4ની કનેક્ટિવિટી આપવામાં આવી છે.
કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે, Chromebook ની આ નવી સિરીઝમાં ડ્યુઅલ 2 Wના સ્ટીરિયો સ્પીકર્સ, ડ્યુઅલ માઇક્રોફોન સાથે આવશે. આ સાઉન્ડ સિસ્ટમને વધુ એડવાંન્સ બનાવવા તેમ Google Assitantનો સપોર્ટ આપવામાં આવ્યો છે. લેપટોપમાં ફુલ સાઈઝ ચીકલેટ કીબોર્ડ જોવા મળશે. કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે CX14 અને CX15માં અનુક્રમે 42Wh અને 50Whની બેટરી આપવામાં આવી છે જે C Type ચાર્જિંગને સપોર્ટ કરે છે.
કંપનીએ કહ્યું છે કે ખરીદદાર Chromebook Plus CX14 અને CX 15ને પણ આ લેપટોપના ઑપ્શનમાં પસંદગી કરી શકે છે. આ લેપટોપ Intel Core N355 પ્રોસેસર પર કાર્ય કરે છે. આ પ્રોસેસર Intelના ટ્વીન લેક લાઇનપનો ભાગ છે. આ તમામની સાથે લેપટોપમાં Intel UHD ગ્રાફિક્સ પણ આપવામાં આવ્યા છે. લેપટોપમાં 16GB ની LPDDR5ની RAM સાધ 256GBની ઓનબોર્ડ eMMC સ્ટોરેજ આપવામાં આવ્યુ છે. સાથે જ કંપની આ લેપટોપમાં Wifi 6Eની સુવિધા આપી છે.
આ લેપટોપમાં 12 મહિના સુધી Google One AIનો પ્રીમિયમ પ્લાન કંપની દ્વારા મફત અપાયો છે. જેમાં Gemini Advanced, 2 TBનું ગૂગલ ક્લાઉડ સ્ટોરેજ મળશે. હાલ કંપની દ્વારા આ લેપટોપની ઉપલબ્ધતા અને કિંમત વિષે કોઈ કન્ફર્મેશન આપ્યું નથી.
જાહેરાત
જાહેરાત