ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે

Amazon પર આજથી Freedom Sale ચાલુ થઈ ગઈ છે , જેમાં સ્માર્ટફોનને ઓછી કિંમતે ખરીદી શકાશે .

ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે

Photo Credit: Samsung

Samsung Galaxy S25 Ultra 5Gમાં 200 મેગાપિક્સલ કેમેરા છે .

હાઇલાઇટ્સ
  • 6.9 ઇંચની Dynamic AMOLED 2X ડિસ્પ્લે
  • 200 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા
  • Amazon પર આજથી Amazon Freedom Day Sale શરૂ
જાહેરાત

Amazon પર આજથી Amazon Freedom Day Sale શરૂ થઈ ગઈ છે , જેમાં સ્માર્ટફોન્સને ઓછી કિંમતે ખરીદી શકાશે . જો તમે નવો ફ્લેગશિપ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ ડીલ તમારા માટે ફાયદેમંદ સાબિત થશે . આ સેલમાં Samsung Galaxy S25 Ultra 5G પર મોટી છૂટ મળી રહી છે . આ લેખમાં તમને  Samsung Galaxy S25 Ultra 5G પર મળતી છૂટ , ઓફર , અસરકારક કિંમત અને ફોનના સ્પેસિફિકેશન્સ વિશે જાણવા મળશે .

 Samsung Galaxy S25 Ultra 5G કિંમત અને ઓફર :

Amazon પર  Samsung Galaxy S25 Ultra 5Gના 12GB + 256GB સ્ટોરેજ વેરિઅન્ટને રૂપિયા 94,999માં લિસ્ટેડ છે . બેંક ઓફરની વાત કરીએ તો બધી જ બેંકોના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર રૂપિયા 5,000નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળે છે . જેના પછી આ ફોનની અસરકારક કિંમત રૂપિયા 89,999 થઈ જશે . આ સ્માર્ટફોન ગયા વર્ષે જાન્યુઆરીમાં  રૂપિયા 1,29,999ની કિંમતે લોન્ચ થયો  હતો  અને હવે આ ફોન તેની  લોન્ચ કિંમત કરતા લગભગ 40,000 રૂપિયા જેટલું સસ્તું મળી રહ્યું છે .

 Samsung Galaxy S25 Ultra 5G ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ :

 Samsung Galaxy S25 Ultra 5Gમાં 6.9 ઇંચની Dynamic AMOLED 2X ડિસ્પ્લે આપવામાં આવી છે , જેની રિઝોલ્યુશન 1400x 3120 પિક્સલ , 120Hz રિફ્રેશ રેટ અને 2600 nits સુધીની પીક બ્રાઇટનેસ છે . આ ફોનમાં  ઓક્ટા - કોર Qualcomm Snapdragon 8 Elite પ્રોસેસર છે અને Android 16 આધારિત OS પર ચાલે છે .આ ફોનમા 5000mAhની બેટરી આપવામાં આવી છે જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે .

કેમેરા સેટઅપની વાત કરીએ તો  Samsung Galaxy S25 Ultra 5Gના રિયર કેમેરામાં  200 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા, 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરા , 50 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા અને 10 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા આપવામાં આવ્યો છે જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 12 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ આપવામાં આવ્યો છે . સાઈઝની વાત કરીએ તો આ ફોનની લંબાઈ 162.8mm , પહોળાઈ 77.6mm , જાડાઈ 8.2mm છે જયારે આનું વજન 218 ગ્રામ છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »