AI+Nova 2 5G સિરીઝ ભારતમાં લોન્ચ પહેલા જ ડિઝાઇન અને કિંમતના ખુલાસા

ટીઝરમાં AI + Nova 2 ultra 5G કાળા , વાદળી , લીલા , જાંબલી અને લાલ કલરમાં જોવા મળે છે

AI+Nova 2 5G સિરીઝ ભારતમાં લોન્ચ પહેલા જ ડિઝાઇન અને કિંમતના ખુલાસા

Photo Credit: AI+

AI + Nova 2 5G અને AI + Nova 2 ultra 5Gમાં લાલ કલરનો પાવર બટન આપેલ છે .

હાઇલાઇટ્સ
  • ભારતમાં 9 એપ્રિલે લોન્ચ થશે
  • ફોનમાં લાલ હાઈલાઈટ સાથેનો પાવર બટન
  • કાળા , વાદળી , લીલા , જાંબલી કલરોમાં રજૂ
જાહેરાત

NxtQuantum Shift Technologies એ હવે ભારતમાં તેના નવા AI+ Nova 2 5G અને Nova 2 ultra 5G સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે . આ સોમવારે Madhav  Shethએ એક ટીઝર શેર કર્યું છે . આ ટીઝરમાં એમને બંને ડિવાઇસની લોન્ચ તારીખ , ડિઝાઇન અને કેટલાક મુખ્ય સ્પેસિફિકેશન્સની પુષ્ટિ કરવામાં આવી છે . આ નવી નોવા સિરીઝ ભારતમાં પાંચ અલગ-અલગ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ રહેશે . કંપનીએ ગયા વર્ષે જુલાઈમાં Nova 5G રજૂ કર્યો  હતો .  AI+ Nova 2 5G અને Nova 2 ultra 5G ભારતમાં 9 એપ્રિલે લોન્ચ થશે .

કંપની તરફથી શેર કરાયેલા ટીઝર મુજબ , Nova 2 ultra 5G કાળા , વાદળી , લીલા , જાંબલી કલરોમાં રજૂ કરવામાં આવ્યો જયારે આ કલરોના સત્તાવાર નામ જાહેર કરવામાં નથી આવ્યા . આ બંને ફોનમાં લાલ હાઈલાઈટ સાથેનો પાવર બટન આપવામાં આવ્યો છે  , જે તેની અલગ ડિઝાઇન બતાવે છે 

ડિઝાઇન :
ડિઝાઈનની વાત કરીએ તો Nova 2 ultra 5Gમાં ઊભો અને પિલ આકારનો રિયર કેમેરા મોડયુલ છે અને LED ફ્લેશ તેને બહાર મુકવામાં આવ્યો છે . તેની સાથે પાછળના ભાગમાં  ગોળ રિંગ લાઈટ આપવામાં આવી છે , જેમાં AI + બ્રાન્ડિંગ મુકવામાં આવ્યું છે . આ રિંગ લાઇટને કોલ , મેસેજ , મ્યુઝિક અને અન્ય નોટિફિકેશન માટે  કસ્ટમાઇઝ કરી શકાય છે . આ ફીચર Nothing સ્માર્ટફોનમાં જોવા મળતી લાઇટિંગ સ્ટાઈલની યાદ અપાવે છે .

Nova 2 5G માં ગોળાકાર સાથે ચોરસ શેપનો કેમેરા મોડયુલ આપવામાં આવ્યો છે , જેમાં LED ફ્લેશ મોડયુલની અંદર જ મુકવામાં આવ્યો છે . ફોનના પાછળના ભાગમાં નીચે તરફ AI + બ્રાન્ડિંગ આપવામાં આવ્યું છે , જે Nova 5G જેવી ડિઝાઇન ફોલો કરે છે .

નવા આવનારા AI+ સ્માર્ટફોન ગયા વર્ષે લોન્ચ થયેલા AI + Pulse અને Nova 5G કરતા અપગ્રેડ સાથે આવશે . પહેલાના મોડેલ્સમાં 6.7 ઇંચનું HD+ડિસ્પ્લે આવતું હતું  અને તે NxtQuantumના NxtQ OS પર ચાલતા હતા .  AI + Pulse માં Unisoc T615 પ્રોસેસર આપવામાં આવ્યું હતું , જયારે  Nova 5Gમાં Unisoc T8200 SoC હતો .

હવે વાત કેમેરાની તો Nova 5G માં AI આધારિત ડયુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો હતો , જેમાં 50MP પ્રાથમિક સેન્સર હતો . આની સાથે જ 5,000mAh બેટરી અને 18W ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો હતો . આ બધા જ સ્પેસિફિકેશન્સ Nova 2 સિરીઝમાં પણ જોવા મળશે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 50MP કેમેરા અને 6000mAh બેટરીવાળો Ai+ Nova 2 Ultra 5G થયો સસ્તો , જાણો ફ્લિપકાર્ટ ઓફર્સ
  2. iQOO 15R પર બમ્પર ડિસ્કાઉન્ટ , શક્તિશાળી બેટરી અને 500MP કેમેરાવાળો ફોન હવે ઓછી કિંમતે
  3. ઓસ્ટ્રેલિયાનો સોશિયલ મીડિયા કાયદો દુનિયા માટે પ્રેરણારૂપ , PM મોદીએ ગણાવ્યો મહત્વપૂર્ણ
  4. ChatGPT થી પ્રોગામ બનાવી Bandai Channel પર હુમલો , જાપાનમાં કિશોર ઝડપાયો
  5. Ugreen PB728 પાવરબેંકમાં બિલ્ટ - ઈન કેબલ અને કલર ડિસ્પ્લે , જાણો કિંમત અને ફીચર્સ
  6. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય , ઇલેક્ટ્રોનિક્સ પાર્ટસ પર ડ્યુટીમાં રાહતથી ગ્રાહકોને મળશે ફાયદો
  7. 8,000mAh બેટરી અને Dimensity 6300 ચિપસેટ સાથે આવી રહ્યો છે Realme Narzo 100x 5G
  8. ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ વધી , TVS પ્રથમ જયારે Ola Electric પાંચમા સ્થાને પહોંચી
  9. 1400 અને 1600 નંબર સિરીઝ પર Truecallerનો TRAI સામે ખુલ્લો વિરોધ , સ્પામ કોલ્સ મુદ્દે ઉઠાવ્યા સવાલ
  10. Noiseની પ્રથમ સ્ક્રીનલેસ REP Band આવી , 10 દિવસની બેટરી સાથે મળશે સ્માર્ટ હેલ્થ ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »