7 ઓગસ્ટથી Amazon Great Freedom Sale 2026 શરૂ , OnePlus ફોન પર બેંક ઓફર્સ સાથે મોટી બચત

ભારતમાં 7 ઓગસ્ટથી Amazon Great Freedom Sale 2026 શરૂ થવા જઈ રહી છે .

7 ઓગસ્ટથી Amazon Great Freedom Sale 2026 શરૂ , OnePlus ફોન પર બેંક ઓફર્સ સાથે મોટી બચત

Photo Credit: Gadgets 360

ભારતમાં 7 ઓગસ્ટથી Amazon Great Freedom Sale 2026 શરૂ થવા જઈ રહી છે .

હાઇલાઇટ્સ
  • ભારતમાં 7 ઓગસ્ટથી Amazon Great Freedom Sale 2026 શરૂ
  • OnePlus ની N સિરીઝના ફોન પર પણ સારા ડિસ્કાઉન્ટ મળશે
  • HDFC બેંકના ક્રેડિટ કાર્ડ અને Easy EMI દ્રારા ખરીદી કરનાર ગ્રાહકોને 10%
જાહેરાત

ભારતમાં 7 ઓગસ્ટથી Amazon Great Freedom Sale 2026 શરૂ થવા જઈ રહી છે . સ્વતંત્રતા દિવસના અવસરે યોજાનારી આ સેલમાં સ્માર્ટફોન , લેપટોપ , ટીવી , ટેબ્લેટ , સ્માર્ટવોચ અને અન્ય ઇલેક્ટ્રોનિક પ્રોડકટ્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ મળશે . સેલ શરૂ થાય તે પહેલા જ Amazon Indiaએ OnePlus સ્માર્ટફોન પર મળનારી કેટલીક ઓફર્સ જાહેર કરી છે . જો તમે નવો OnePlus ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો , તો આ સેલ તમારા માટે સારી તક બની શકે છે . જોકે બતાવામાં આવેલી કિંમતો બેંક ઓફર્સ અને અન્ય ડિસ્કાઉન્ટ બાદની અસરકારક કિંમતો છે .

Amazonએ જણાવ્યું છે કે HDFC બેંકના ક્રેડિટ કાર્ડ અને Easy EMI દ્રારા ખરીદી કરનાર ગ્રાહકોને 10% સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે . આ ઉપરાંત , Amazon Pay ICICI બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનાર ગ્રાહકોને નોન EMI ટ્રાન્ઝેક્શન પર 5% અનલિમિટેડ કેશબેક પણ મળશે . ગ્રાહકો માટે Amazon Pay Later દ્રારા No - Cost EMIનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે .

સેલ દરમિયાન OnePlusના પ્રીમિયમ અને Nord સિરીઝના અનેક સ્માર્ટફોન પર પણ સારા ડિસ્કાઉન્ટ મળશે . કંપનીના જણાવ્યા અનુસાર OnePlus 15ની અસરકારક કિંમત રૂપિયા 81,999 , OnePlus 15R ની કિંમત રૂપિયા 56,999 અને OnePlus 13S ની કિંમત રૂપિયા 49,999, OnePlus Nord CE 6 ની કિંમત રૂપિયા 31,999 જયારે OnePlus Nord CE 6  Liteની કિંમત રૂપિયા 24,999ની અસરકારક કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે .

જો તમારું બજેટ ઓછું હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી . OnePlus ની N સિરીઝના ફોન પર પણ સારા ડિસ્કાઉન્ટ મળશે . લિસ્ટિંગ મુજબ OnePlus N6 લગભગ રૂપિયા 20,999માં મળી શકે છે , જયારે તાજેતરમાં લોન્ચ થયેલો OnePlus Nord N6x માત્ર રૂપિયા 17,499ની અસરકારક કિંમતે ખરીદી શકાય છે . જોકે ,આ તમામ કિંમતો બેંક ઓફર્સ , કૂપન અને અન્ય ડિસ્કાઉન્ટ લાગુ કર્યા પછીની છે .

યાદ રાખો કે સેલ શરૂ થયા પછી દરેક મોડલની લાસ્ટ કિંમત , એક્સચેન્જ ઓફર્સ અને સ્ટોકની ઉપલબ્ધતા બદલાઈ શકે છે . તેથી ખરીદી કરતા પહેલા પ્રોડક્ટ પેજ પર દર્શાવેલી તમામ ઓફર્સ અને શરતો એકવાર જરૂર તપાસી લેવી .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Nokia Lumia જેવી ડિઝાઇન સાથે આવશે HMD Touch AI, 1950mAh બેટરી સહિત અનેક ફીચર્સ
  2. Redmi K100 Pro Maxના કેમેરા અને ઓડિયો ફીચર્સ લોન્ચ પહેલા જાહેર , મળશે Bose ટ્યુન્ડ સાઉન્ડ
  3. iPhone 17 હવે ઓછી કિંમતે ખરીદો , Flipkart Freedom Saleમાં મળશે આકર્ષક ઓફર્સ
  4. ફ્લિપકાર્ટ ડીલ : Motorola G37 Power 5G પર રૂપિયા 12,200 સુધીની બચત , જાણો ઓફર્સ અને ફીચર્સ
  5. Flipkart Freedom Sale : Poco થી Samsung સુધીના 5G ફોન પર ભારે બચત , જાણો બેસ્ટ ડીલ્સ
  6. iQOO Z11ની એન્ટ્રીની તારીખ જાહેર , 165Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે નવો ફોન
  7. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  8. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  9. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
  10. ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »