Amazon Great Freedom Sale 2026 માં OnePlus 15 પર જબરદસ્ત ડીલ મળી રહી છે .
Photo Credit: OnePlus
Amazon Great Freedom Sale 2026 માં OnePlus 15 પર જબરદસ્ત ડીલ મળી રહી છે .
જો તમે OnePlus 15 ખરીદવાનું વિચારી રહ્યા છો , તો Amazon Great Freedom Sale 2026 તમારા માટે સારો મોકો બની શકે છે . થોડા સમય પહેલા કંપનીએ મેમરીના વધતા ખર્ચને કારણે ફોનની કિંમત વધારી હતી . હવે સેલ દરમિયાન બેંક ઓફર્સ અને અન્ય ડિસ્કાઉન્ટ સાથે આ ફોન ઓછી કિંમતે ખરીદી શકાય છે . એમેઝોન ટીઝર દ્રારા આ ડીલની માહિતી આપી છે .
સેલ દરમિયાન OnePlus 15 નું 12GB + 256GB વેરિઅન્ટ રૂપિયા 81,999માં મળશે . આ કિંમતમાં બેંક ઓફરનો સમાવેશ થાય છે . ફોનની હાલની કિંમત રૂપિયા 89,999 છે , એટલે ગ્રાહકોને રૂપિયા 8000 સુધીની બચત થઈ શકે છે .
Amazon Great Freedom Sale 2026 દરમિયાન HDFC બેંકના ક્રેડિટ કાર્ડ અને EasyEMI ટ્રાન્ઝેક્શન પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે . ઉપરાંત , Amazon Pay ICICI બેંક ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરનાર ગ્રાહકોને 5% અનલિમિટેડ કેશબેક મળશે . સાથે જ નો - કોસ્ટ EMI અને એક્સચેન્જ ઓફરનો લાભ પણ મળશે .
OnePlus 15માં 6.78 ઇંચની 1.5K LTPO AMOLED ડિસ્પ્લે છે , જે 1Hzથી 165Hz સુધીનો રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે . ડિસ્પ્લે પીક બ્રાઇટનેસ 1800 nits છે અને તેમાં Dolby Vision તથા 100% DCI કલર સપોર્ટ મળે છે .
ફોનમાં Qualcomm Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર આપવામાં આવ્યું છે . તેમાં 50MPનો મુખ્ય કેમેરા , 50MP પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ ( 3.5x ઓપ્ટિકલ ઝૂમ ) અને 50MP અલ્ટ્રા - વાઈડ કેમેરા છે . Hasselblad સાથે ટ્યુન કરાયેલ આ કેમેરા સિસ્ટમ 8K વિડીયો રેકોર્ડિંગ સપોર્ટ કરે છે . સેલ્ફી માટે 32MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે .
OnePlus 15માં 7300mAhની મોટી બેટરી છે , જે 120W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ , 50W વાયરલેસ ચાર્જિંગ , 10W રિવર્સ વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે . ઉપરાંત , ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર , NFC , IR બ્લાસ્ટ , સ્ટીરિયો સ્પીકર્સ અને IP68 + IP69 રેટિંગ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે .
જાહેરાત
જાહેરાત
Flipkart Freedom Sale: Nothing Phone 4a Series, Reno 15 Series, More to Be Offered at a Discount
HP OmniPad 12 Goes on Sale in India With Snapdragon Chip, Detachable Keyboard