ચાવી કે બેગ ખોવાઈ જાય તો નહીં રહે ચિંતા! JioTag 2માં મળ્યા શાનદાર ફીચર્સ

રિલાયન્સ જિયોએ ભારતમાં પોતાનું નવું JioTag 2 લોન્ચ કર્યું છે . આ એક બ્લૂટૂથ ટ્રેકર છે અને Android અને iPhone બંને સાથે કામ કરે છે

ચાવી કે બેગ ખોવાઈ જાય તો નહીં રહે ચિંતા! JioTag 2માં મળ્યા શાનદાર ફીચર્સ

Photo Credit: Jio

ભારતમાં JioTag 2 રૂપિયા 1,249ની કિંમતે લોન્ચ કરવામાં આવ્યું

હાઇલાઇટ્સ
  • JioTag 2ને બ્લેક , રેડ અને ગ્રીન એમ ત્રણ કલર વિકલ્પોમાં લોન્ચ
  • JioTag નું સૌથી મોટું અપગ્રેડ તેનું ડયુઅલ પ્લેટફોર્મ
  • JioTag 2માં 120dBનું બિલ્ટ ઈન સ્પીકર
જાહેરાત

રિલાયન્સ જિયોએ ભારતમાં પોતાનું નવું JioTag 2 લોન્ચ કર્યું છે . આ એક બ્લૂટૂથ ટ્રેકર છે , જેની મદદથી તમે ચાવી , બેગ , વોલેટ અટવા અન્ય જરૂરી વસ્તુઓ સરળતાથી શોધી શકો છો . જો કોઈ વસ્તુ ખોવાઈ જાય અથવા ક્યાં મૂકી છે તે યાદ ન આવે , તો JioTag 2 તેનું લોકેશન શોધવામાં મદદ કરે છે . ખાસ વાત એ છે કે આ ડિવાઈસ હવે Android અને iPhone બંને સાથે કામ કરે છે . આ ઉપરાંત તે Google Find My Device અને Apple Find My નેટવર્કને પણ સપોર્ટ કરે છે .

JioTag 2ને બ્લેક , રેડ અને ગ્રીન એમ ત્રણ કલર વિકલ્પોમાં લોન્ચ કરવામાં આવ્યો છે . તેને Amazon India પરથી ખરીદી શકાય છે . તેની કિંમત રૂપિયા 1,249 રાખવામાં આવી છે . જોકે , લોન્ચ ઓફરમાં પસંદગીના બેંક ડિસ્કાઉન્ટ પણ મળે છે . આ ઓફર પછી તેની અસરકારક કિંમત રૂપિયા 1,199 થઈ જાય છે .

JioTag 2ની ખાસિયતો :

JioTag નું સૌથી મોટું અપગ્રેડ તેનું ડયુઅલ પ્લેટફોર્મ સપોર્ટ છે .
હવે તે Android અને iPhone બંને યુઝર્સ માટે ઉપયોગી છે .
 Google Find My Device અને Apple Find My નેટવર્કની મદદથી ખોવાયેલી વસ્તુનું લોકેશન સરળતાથી ટ્રેક કરી શકાય છે .
જો JioTag બ્લૂટૂથ રેન્જની બહાર હોય , તો પણ નેટવર્ક દ્રારા તેનું છેલ્લું ઉપલબ્ધ લોકેશન જોઈ શકાય છે .

અન્ય ફીચર્સ : 

JioTag 2માં 120dBનું બિલ્ટ ઈન સ્પીકર આપવામાં આવ્યું છે .
જો ટ્રેકર નજીક હશે , તો એલાર્મ વગાડીને વસ્તુ સરળતાથી શોધી શકાશે .
તેમાં પોલીકાર્બોનેટ બોડી અને IP64 રેટિંગ આપવામાં આવ્યું છે , જે તેને ધૂળ અને પાણીના હળવા છાંટાથી સુરક્ષિત રાખે છે . 
કંપનીએ નવી ડિઝાઈન આપી છે , પરંતુ બેટરી કેટલો સમય ચાલશે તેની માહિતી હજુ જાહેર કરી નથી .

જે લોકો વારંવાર પોતાની ચાવી , બેગ અથવા વોલેટ ક્યાં મૂક્યું છે તે ભૂલી જાય છે , તેમના માટે JioTag 2 ઉપયોગી ગેજેટ બની શકે છે . Android અને iPhone બંનેનો સપોર્ટ મળતા હવે વધુ યુઝર્સ તેનો સરળતાથી ઉપયોગ કરી શકશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »