Human Fridge નહીં , ' Do Hiemon Box ' છે સાચું નામ ; જાણો આ વ્યક્તિગત કુલિંગ બૂથ કેવી રીતે કરે છે કામ

RPG ગ્રુપના ચેરમેન હર્ષ ગોએન્કાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિડીયો શેર કર્યો છે

Human Fridge નહીં , ' Do Hiemon Box ' છે સાચું નામ ; જાણો આ વ્યક્તિગત કુલિંગ બૂથ કેવી રીતે કરે છે કામ

Photo Credit: X/@hvgoenka | TRUSCO Nakayama

જાપાનનું 'Do Hiemon Box ' જે Human Fridge ના નામથી પણ ઓળખાય છે .

હાઇલાઇટ્સ
  • જાપાને ' હ્યુમન ફ્રિજ ' નામનો વ્યક્તિગત કુલિંગ બૂથ બનાવ્યો
  • TRUSCO Nakayama અને Sanden Retail Systems કંપનીઓએ મળીને તૈયાર કર્યું
  • દેખાવમાં મોટા ફોન બૂથ અથવા વેન્ડિંગ મશીન જેવો લાગે
જાહેરાત

RPG ગ્રુપના ચેરમેન હર્ષ ગોએન્કાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિડીયો શેર કર્યો છે , જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે . વિડીયોમાં એક મહિલા નાના કુલિંગ બૂથની અંદર બેઠેલી જોવા મળે છે . પોસ્ટ શેર કરતાં તેમને લખ્યું કે જાપાને ' હ્યુમન ફ્રિજ ' નામનો વ્યક્તિગત કુલિંગ બૂથ બનાવ્યો છે , જે લોકોને ભારે ગરમીથી તરત રાહત આપવા માટે તૈયાર કરવામાં આવ્યો છે . તેમને મજાકમાં એવું પણ કહ્યું કે વધતી ગરમીને જોતા ઉનાળામાં રસ્તાઓ પર આવા બૂથ લગાવવા જોઈએ .

વિડીયોમાં દેખાતું આ ડિવાઈસનું સાચું નામ ' Do Hiemon Box ' છે . તેને જાપાનની TRUSCO Nakayama અને Sanden Retail Systems કંપનીઓએ મળીને તૈયાર કર્યું છે . તેનો મુખ્ય હેતુ ભારે ગરમીમાં કામ કરતા લોકોને થોડા જ મિનિટમાં શરીર ઠંડું કરવામાં મદદ કરવાનો છે .

Do Hiemon Box કેવી રીતે કામ કરે ?
આ બૂથ દેખાવમાં મોટા ફોન બૂથ અથવા વેન્ડિંગ મશીન જેવો લાગે છે . વ્યક્તિ તેની અંદર બેસે છે , જ્યાં અંદરનું તાપમાન લગભગ 15 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવે છે . સાથે જ માથા , ગરદન અને ખભા તરફ 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની ઠંડી હવા આપવામાં  આવે છે . કંપનીનું કહેવું છે કે આ સિસ્ટમ લગભગ 10 મિનિટમાં શરીરને ગરમીથી રાહત અપાવવામાં મદદ કરે છે અને હીટ એક્ઝોશન જેવી સમસ્યાના લક્ષણો પણ ઓછા કરી શકે છે .

શું તે સુરક્ષિત છે ?
એકાએક ખૂબ ઠંડા વાતાવરણમાં જવું શરીર માટે યોગ્ય નથી . તેથી આ બૂથમાં ત્રણ અલગ - અલગ કુલિંગ મોડ્સ આપવામાં આવ્યા છે . ઉપરાંત તેમાં 20 મિનિટનું ઓટોમેટિક ટાઇમર પણ છે , જે સમય પૂરો થતાં જ મશીનને બંધ કરી દે છે. આથી શરીર ધીમે - ધીમે ઠંડા તાપમાન સાથે અનુકૂળ થઈ શકે છે .

તેનો ઉપયોગ ક્યાં થઈ શકે ?
લગભગ 2 મીટર ઊંચા આ કુલિંગ બૂથમાં સ્ટેનલેસ સ્ટીલની બોડી છે અને તેને સરતાથી એક જ જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય છે કારણ કે તેમાં પૈડાં લગાવેલા છે . તે સામાન્ય 100V વીજ સ્ટોક પર ચાલે છે અને કંપનીના જણાવ્યા મુજબ સામાન્ય ઔધોગિક સ્પોટ કુલરની તુલનામાં લગભગ અડધી વીજળી વાપરે છે .

આ બૂથ ખાસ કરીને બાંધકામ સાઈટ , ફેક્ટરી , વેરહાઉસ , આઉટડોર કાર્યક્રમો અને જગ્યાઓ માટે ઉપયોગી છે , જ્યાં એર કન્ડિશનરની સુવિધા ઉપલબ્ધ નથી . જાપાનમાં માએબાશી સિટી હોલમાં પણ જાહેર ઉપયોગ માટે તેનો એક યુનિટ લગાવવામાં આવ્યો છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Nokia Lumia જેવી ડિઝાઇન સાથે આવશે HMD Touch AI, 1950mAh બેટરી સહિત અનેક ફીચર્સ
  2. Redmi K100 Pro Maxના કેમેરા અને ઓડિયો ફીચર્સ લોન્ચ પહેલા જાહેર , મળશે Bose ટ્યુન્ડ સાઉન્ડ
  3. iPhone 17 હવે ઓછી કિંમતે ખરીદો , Flipkart Freedom Saleમાં મળશે આકર્ષક ઓફર્સ
  4. ફ્લિપકાર્ટ ડીલ : Motorola G37 Power 5G પર રૂપિયા 12,200 સુધીની બચત , જાણો ઓફર્સ અને ફીચર્સ
  5. Flipkart Freedom Sale : Poco થી Samsung સુધીના 5G ફોન પર ભારે બચત , જાણો બેસ્ટ ડીલ્સ
  6. iQOO Z11ની એન્ટ્રીની તારીખ જાહેર , 165Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે નવો ફોન
  7. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  8. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  9. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
  10. ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »