નવા ફોલ્ડેબલ આઇફોનમાં સ્પ્લિટ સ્ક્રીન અને સાઈડબાર ઇન્ટરફેસ હોઈ શકે છે
સેમસંગના નવા ફોલ્ડેબલ અને એપલના નવા ફોલ્ડેબલ એકબીજા સાથે સ્પર્ધા કરી શકે છે
હાલમાં બ્લૂમર્ગના Mark Gurman દ્રારા લખાયેલ લેખમાં Power On ન્યુઝલેટરના હિસાબે , Apple તેના iphone માટેના અત્યાર સુધીના સૌથી મોટા ડિઝાઈનને બદલવાની ઉપર કામ કરી રહ્યું છે . Apple તેના નવું આવનારું મોડેલમાં નાના અપડેટ્સને બદલે પૂરેપૂરું નવો ફોર્મ ફેક્ટર લાવી શકે છે . પહેલાના લીક્સ મુજબ , આ નવો iPhone બુક જેવી જ રીતે ફોલ્ડ થતો ડિઝાઈન અપનાવી શકે છે . જે પહેલાથી જ બીજા સ્માર્ટફોન કંપનીઓ માં પણ જોવા મળે છે . આ ડિવાઇસમાં લગભગ 5.5 ઇંચની કવર સ્ક્રીન અને 7.8 ઈંચનું ડિસ્પ્લે મળી શકે છે .
ફોલ્ડેબલ iPhone iPadને બદલી શકે ?
ગુરમેનના બતાવ્યા અનુસાર , જેમ iPhone 4, iPhone 6, iPhone X તેમના સમયમાં મોટા ફેરફારો કર્યા હતા , તેમજ નવું ફોલ્ડેબલ iPhoneમાં પણ મોટો ફેરફાર હોઈ શકે . તેમને આગળ કહ્યું કે તેઓ વર્ષોથી Samsung ના ફોલ્ડેબલ ફોનનો ઉપયોગ કરે છે અને તે વિડીયો જોવા , ગેમિંગ અને પ્રોડક્ટિવિટી માટે વધુ સારો અનુભવ આપી શકે છે .
ઇન્ટરફેસ અને શક્તિશાળી ચિપ :
નવા અહેવાલો મુજબ , ફોલ્ડેબલ iPhoneમાં સ્પ્લિટ સ્ક્રીન એપ્સ અને સાઈડબાર સાથે iPad જેવા ઇન્ટરફેસની સુવિધા મળે છે . તે 2nm ના A20 Pro ચિપસેટ પર ચાલવાની શક્યતા છે , જે Apple ના C2 મોડેમ સાથે હશે . આ ફોનમાં ડયુઅલ રિયર અને ફ્રન્ટ કેમેરા સાથે પાવર બટનમાં ટચ ID સેન્સર હોવાની સંભાવના પણ છે .
ડિસ્પ્લે :
આ ડિવાઇસમાં લગભગ 5.5 ઇંચની કવર સ્ક્રીન અને 7.8 ઈંચનું ડિસ્પ્લે મળી શકે છે . Apple વધુ ટકાઉ માટે ડયુઅલ-લેયર ગ્લાસ ડિઝાઇન અપનાવી શકે છે . સાથે જ સેલ્ફ-હીલિંગ ગ્લાસ અને હિન્જ ડિઝાઈન ક્રીઝ ઘટાડવામાં મદદ કરશે અને સાથે જ ફોલ્ડિંગને વધુ સ્મૂથ કરશે .
કિંમત :
આ ફોનની અમેરિકામાં શરૂઆતની કિંમત લગભગ $1,999 (1.84 લાખ ) જેટલી હોઈ શકે , જયારે ચીનમાં તેની કિંમત વધુ હોઈ શકે છે . તેને "iPhone Ultra " નામ આપી શકે છે , જોકે આની કોઈ પણ સત્તાવાર જાહેરાત થઇ નથી .
આ ફોલ્ડેબલ iPhoneની જાહેરાત સપ્ટેમ્બરમાં થઈ શકે છે અને તેનો વેચાણ ઓક્ટોબર કે પછી થઇ શરૂ થઈ શકે છે . સાથે જ iPhone 18 Pro અને Pro Max પણ લોન્ચ થવાની શક્યતા છે .
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Hackers Exploited Chrome and Qualcomm Vulnerabilities to Target Android Devices: Report
WhatsApp for Android Could Soon Let You Preview Chats Without Opening Them