iPhone 18 Pro સિરીઝ સપ્ટેમ્બરમાં iPhone Ultra સાથે લોન્ચ થઈ શકે છે
Photo Credit: Gadgets 360
iPhone 18 Pro આ વર્ષના iPhone 17 Pro ને આગળ વધારશે .
ગયા વર્ષે સપ્ટેમ્બર 2025 દરમિયાન Apple એ ભારત સહિત વૈશ્વિક બજારોમાં તેની નવી iPhone 17 સિરીઝ લોન્ચ કરી હતી . આ નવી સિરીઝમાં સુધારેલ પરફોર્મન્સ , વધુ શક્તિશાળી પ્રોસેસર અને નવી ડિઝાઈન જેવી ખાસિયતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો . ક્યુપરટિનો સ્થિત કંપનીએ ભારતમાં તેના પ્રીમિયમ મોડેલ્સની કિંમતોમાં વધારો કર્યો હતો , સાથે જ સ્ટાન્ડર્ડ મોડેલમાં બેઝ સ્ટોરેજ ક્ષમતા પણ વધારી હતી . આ ફેરફારો પાછળનું મુખ્ય કારણ સ્માર્ટફોન જગતમાં વધતી AI ટેક્નોલોજી અને તેની અસરથી મેમરી તથા સ્ટોરેજ ઘટકોના ભાવમાં થયેલો વધારો માનવામાં આવે છે .
નવા અહેવાલો મુજબ , હવે iPhone 18 Pro અને iPhone 18 Pro Max સાથે કંપની નવી પદ્ધતિ અપનાવવા જઈ રહી છે . 9to5Mac દ્રારા આપેલ માહિતી અનુસાર , માર્કેટ એનાલિસ્ટ Jeff Pu એ જણાવ્યું છે કે Apple આ વખતે " આકર્ષક કિંમત " ની રણનીતિ અપનાવી શકે છે . તેનો અર્થ એ થાય છે કે કંપની નવા મોડેલ્સની કિંમતો તેમના પહેલાના મોડેલ્સની કિંમતો જેટલી જ રાખી શકે છે અથવા થોડો જ વધારો કરી શકે છે , જેથી વધુ ગ્રાહકોને આકર્ષી શકાય .
iPhone 17 Pro ભારતમાં 256GB વેરિઅન્ટ માટે 1, 34, 900 રૂપિયામાં લોન્ચ થયો હતો , જયારે iPhone 17 Pro Max 1,49,900 રૂપિયાની શરૂઆતની કિંમતે ઉપલબ્ધ થયો હતો . આગળ જો તમારે વધારે સ્ટોરેજ જોઈએ તો તમને વધારે ઊંચી કિંમત ચૂકવવી પડે .
બજારના નિષ્ણાંતો એવું માને છે કે જો Apple આક્રમક કિંમત અપનાવે છે , તો તે પ્રીમિયમ સ્માર્ટફોન સેગમેન્ટમાં Android માટે મુશ્કેલી ઊભી કરી શકે છે . લાંબા સમયથી iPhone અને પ્રીમિયમ Android ફોન વચ્ચે રહેલો કિંમતોનો મોટો તફાવત હવે ઘટી શકે છે , જે બજારના આ પ્રીમિયમ હિસ્સા પર સીધી અસર કરશે .
વધતા ઘટક ખર્ચ પણ એક મહત્વપૂર્ણ મુદ્દો છે . જેમાં ખાસ કરીને DRAM અને NAND ફ્લેશ જેવી મેમરીના ભાવમાં સતત વધારો થતા , ઘણા સ્માર્ટફોન નિર્માતાઓને તેમના પ્રોડક્ટ્સના ભાવ વધારવા પડયા છે . જોકે અહેવાલ મુજબ Apple એ પહેલાથી જ મોટા પ્રમાણમાં મેમરી ઘટકો મેળવી લીધા હોવાથી , કંપની આ વધતા ખર્ચને સહન કરવાની સારી સ્થિતિમાં છે . તેથી તે સ્પર્ધકોની તુલનામાં વધુ સ્થિર કિંમતો રાખવામાં સફળ થઈ શકે છે .
જાહેરાત
જાહેરાત
GTA 6 Third Trailer Rumours Gather Steam After Sony Asks PS4 Users to Upgrade to PS5 Ahead of Launch
Samsung Launches Certified Re-Newed Programme in India; Offers Refurbished Galaxy S25, Galaxy A56 Models