WWDC 2026 Apple લાવશે નવા સોફ્ટવેર અને AI ફીચર્સ

Apple WWDC 2026માં iPadsOS , macOS , watchOS અને tvOS ના નવા વર્ઝન રજૂ કરી શકે છે

WWDC 2026 Apple  લાવશે નવા સોફ્ટવેર અને AI ફીચર્સ

Photo Credit: Apple

પહેલાના વર્ષોની જેમ જ WWDC 2026 પાંચ દિવસનો રહેશે .

હાઇલાઇટ્સ
  • WWDC 2026 સંપૂર્ણ રીતે વર્ચ્યુઅલ રહેશે
  • AI માં થયેલી પ્રગતિ , નવા સોફ્ટવેર ફીચર્સ અને ડેવલપર ટુલ્સ પર ખાસ ધ્યાન
  • 100થી વધુ ટેક્નિકલ સત્રો , ગ્રુપ લેબ્સ અને વન-ઓન - વન સેશનનું આયોજન કરશે
જાહેરાત

Apple એ સોમવારે જાહેરાત કરી છે કે તેનો વાર્ષિક વર્લ્ડવાઈડ ડેવલપર્સ કોન્ફરન્સ (WWDC ) 2026 નું આયોજન 8 જૂનથી 12 જૂન દરમિયાન કરવામાં આવશે . દર વર્ષની જેમ આ  વર્ષે પણ આ ઇવેન્ટ પાંચ દિવસ સુધી ચાલશે અને તેનું શુભારંભ CEO Tim Cookના કીનોટથી થવાની છે .આ વર્ષે WWDC માં Apple તેની સોફ્ટવેર ઇકોસિસ્ટમમાં આવતા નવા અપડેટ્સ અને ટેક્નોલોજી રજૂ કરશે , જેમાં ખાસ કરીને iOS 27 પર બધાની નજર હશે .કંપની મુજબ ,WWDC 2026 સંપૂર્ણ રીતે વર્ચ્યુઅલ રહેશે  અને દુનિયાભરના ડેવલપર્સ માટે ફ્રીમાં ઉપલબ્ધ રહેશે . આ ઇવેન્ટ દરમિયાન iOS , iPadsOS , macOS , watchOS અને tvOS ના નવા  વર્ઝન   રજૂ થવાની અપેક્ષા છે . Apple આગળ જણાવ્યું છે કે AI માં થયેલી પ્રગતિ , નવા સોફ્ટવેર ફીચર્સ અને ડેવલપર  ટુલ્સ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે .

8 જૂનના રોજ કીનોટ સાથે "Platforms State of the Union " નું સત્ર યોજાશે , જેમાં Apple તેના તમામ પ્લેટફોર્મ્સ માટે આવનારા અપડેટ્સનું પહેલેથી જ અવલોકન  કરશે . આ ઇવેન્ટ Apple Developer એપ , Apple Developer વેબસાઈટ અને YouTube ચેનલ દ્રારા લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે , જેથી ડેવલપર્સ સરળતાથી તેમાં જોડાઈ શકે .

આ આખા સપ્તાહ દરમિયાન Apple 100થી વધુ ટેક્નિકલ સત્રો , ગ્રુપ લેબ્સ અને વન-ઓન - વન સેશનનું આયોજન કરશે . આ સત્રો દ્રારા ડેવલપર્સને Appleના એન્જિનિયર્સ અને ડિઝાઇનર્સ સાથે સીધી રીતે વાતચીત કરવાની તક મળશે અને નવા ટુલ્સ વિષે સારી રીતે સમજી શકાશે .

વર્ચ્યુઅલ ઇવેન્ટ સિવાય , Apple 8 જૂનના રોજ Apple Park ખાતે ખાસ ઈન-પર્સન અનુભવ પણ યોજશે . સાથે જ Swift Student Challengeના  વિજેતાઓની  જાહેરાત 26 માર્ચે થશે , જેમાંથી પસંદ થયેલા વિધાર્થીઓને Cupertino ખાતે ખાસ કાર્યક્રમમાં હાજરી આપવાનો મોકો મળશે .

WWDC 2026માં Apple ના પ્લેટફોર્મ્સ માટે મોટા અપડેટ્સ સાથે AI પર ખાસ ફોક્સ જોવા મળી છે ખાસ કરીને "Apple Intelligence " સાથે જોડાયેલી નવી  સુવિધાઓ અને સ્માર્ટ Siri જેવી અપડેટ્સ પર કંપની વધુ સમજાવી શકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. WWDC 2026 Apple લાવશે નવા સોફ્ટવેર અને AI ફીચર્સ
  2. iPhone સહિત અન્ય ડિવાઇસિસમાં Apple Maps એડ્સ લાવશે Apple
  3. Snapdragon 8 Elite Gen 5 અને 7,500બેટરી સાથે OnePlus 15T આજે ચીનમાં થશે લોન્ચ
  4. Huawei Enjoy 90 સિરીઝનો અનાવરણ : મોટી બેટરી , 120Hz ડિસ્પ્લે
  5. AI+Nova 2 5G સિરીઝ ભારતમાં લોન્ચ પહેલા જ ડિઝાઇન અને કિંમતના ખુલાસા
  6. Galaxy A37 અને Galaxy A57ના પ્રાઇસ અને સ્પેસિફિકેશન્સ લોન્ચ પહેલા જ સામે આવ્યા
  7. અંધ સંગીતકાર અને અભિનેત્રીની અનોખી પ્રેમકથા : 'આંખો કી ગુસ્તાખીયાં'
  8. 200 મેગાપિક્સલ કેમેરા સાથે Vivo V70 FE ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે
  9. 026ના પહેલા 6 મહિનામાં Appleનું એન્ટ્રી-લેવલ iPad A18 ચિપ અને Apple Intelligence સપોર્ટ સાથે લોન્ચ થવાની શક્યતા: ગુરમાન
  10. Poco X8 Pro અને Poco X8 Pro Max ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ : કિંમત , ઓફર્સ જાણો
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »