Apple MacBook Ultra પર પણ કામ કરી રહ્યું છે OLED ટચસ્ક્રીન મળવાની શક્યતા 

Apple સપ્ટેમ્બરમાં તેનો પહેલો ફોલ્ડેબલ ફોન લોન્ચ કરશે 

Apple MacBook Ultra પર પણ કામ કરી રહ્યું છે OLED ટચસ્ક્રીન મળવાની શક્યતા 

Photo Credit: Gadgets 360

iPhone Ultra સેમસંગની ગેલેક્સી Z Fold સિરીઝને ટક્કર આપી શકે છે 

હાઇલાઇટ્સ
  • iPhone 18 Pro અને iPhone 18 Pro Max સાથે રજૂ થઈ શકે
  • Apple તેનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન iPhone ultra નામથી રજૂ
  • લોન્ચિંગ 2027 સુધી થઈ શકે
જાહેરાત

Apple આ વર્ષના અંત સુધીમાં પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરે તેવી શક્યતા છે . આ બુક - સ્ટાઈલ ફોલ્ડેબલ ડિવાઈસ નવા iPhone 18 Pro અને  iPhone 18 Pro Max સાથે રજૂ થઈ શકે છે . તાજેતરના લીક્સમાં આ ફોનની ડિઝાઈન અંગે માહિતી સામે આવી છે , પરંતુ તેના નામ અંગે હજુ પણ સ્પષ્ટતા  નથી . પહેલાના અહેવાલોમાં તેને iPhone Fold અથવા iPhone Ultra તરીકે ઓળખ આપી હતી અને હવે નવા રિપોર્ટ મુજબ કંપની તેને iPhone Ultra  તરીકે માર્કેટમાં આવી શકે છે . સાથે જ Apple " Ultra " બ્રાન્ડિંગ સાથે નવા MacBook મોડલ પર પણ કામ કરી રહી હોવાનું કહેવાય છે . 

iPhone Ultra અને MacBook Ultra 

નવા રિપોર્ટ્સ મુજબ , Apple તેનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન iPhone ultra નામથી રજૂ કરી શકે છે . આથી iPhone લાઇનઅપમાં પહેલી વાર " Ultra  " બ્રાન્ડિંગ  જોવા મળશે . કહેવાય છે કે આ ડિવાઈસ અલગ લાઇનઅપ તરીકે આવશે , એટલે કે તે સ્ટાન્ડર્ડ , Pro અને Pro Max જેવી નામકરણથી જુદું રહેશે . કંપની OLED ટચસ્ક્રીન સાથે MacBook Ultra પર કામ કરી રહી છે , પરંતુ સત્તાવાર પુષ્ટિ હજી બાકી છે .

Apple પહેલાથી જ Apple Watch Ultra જેવા પ્રોડક્ટ્સમાં " Ultra  " બ્રાન્ડિંગનો ઉપયોગ કરી ચૂક્યું છે , જે તેની પ્રીમિયમ કેટેગરી દર્શાવે છે . તેથી iPhone  Ultra નામની શક્યતા વધુ મજબૂત બની રહી છે  .

બીજી તરફ , Apple MacBook Ultra નામથી નવું લેપટોપ લાઇનઅપ પણ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે . અહેવાલો અનુસાર , આ ફ્લેગશિપ MacBookમાં OLED ટચસ્ક્રીન મળી શકે છે , જે MacBook માટે પહેલી વખત હશે .

હાલમાં માનવામાં આવે છે કે આ MacBook આ વર્ષના અંતમાં લોન્ચ થઈ શકે , પરંતુ કેટલાક રિપોર્ટ મુજબ RAM અને મેમરી ઓછી હોવાના કારણે તેનું લોન્ચિંગ  2027 સુધી થઈ શકે છે . નોંધનીય છે કે Apple એ હજી સુધી આ બધા  " Ultra " ડિવાઈસ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Galaxy M47 5Gની ભારતમાં એન્ટ્રી , Snapdragon 6 Gen 3 અને 50MP કેમેરા સહિત અનેક પ્રીમિયમ ફીચર્સ
  2. OnePlus 15, Nord 6 અને Pad 4 સસ્તા થશે , Prime Day સેલમાં મળશે જબરદસ્ત ડીલ્સ
  3. Samsung Galaxy S25 Ultra ખરીદવાની સુવર્ણ તક , Prime Day સેલમાં મળશે જબરદસ્ત ડિસ્કાઉન્ટ
  4. AI , Dolby Atmos અને 4K ડિસ્પ્લે સાથે Sony BRAVIA 9 ll અને BRAVIA 7 ll ભારતમાં લોન્ચ , જાણો કિંમત અને ઓફર્સ
  5. સ્વદેશી GAGAN ટેક્નોલોજીથી IndiGo જેટનુ લેન્ડિંગ , એવિએશન ક્ષેત્રમાં ભારતની મોટી સિદ્ધિ
  6. 6500mAh બેટરી અને 90W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવ્યો Infinix Note 60 Pro Pininfarina Edition
  7. આબોહવા પરિવર્તનની અસર AI ડેટા સેન્ટરો પર , નવી કુલિંગ ટેક્નોલોજી પર ભાર
  8. 52dB ANC અને 54 કલાક બેટરી સાથે આવ્યા OnePlus Nord Buds 4
  9. Nothing Phone 4b લોન્ચ પહેલા મોટો ખુલાસો Snapdragon પ્રોસેસર અને AI ફીચર્સની પુષ્ટિ
  10. Urtopiaની નવી Carbon Atom ઈ - બાઈક આવી , 90Nm ટોર્ક અને 8 સ્પીડ સિસ્ટમથી સજ્જ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »