CMF Watch 3 Pro જુલાઈ 2025માં વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવ્યું હતું .
Photo Credit: CMF
CMF Watch 3 Pro 3 કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે .
ગયા વર્ષે જુલાઈમાં વૈશ્વિક બજારમાં લોન્ચ થયેલી CMF Watch 3 Pro હવે ભારતીય માર્કેટમાં એન્ટ્રી કરવા જઈ રહી છે . આના માટે કંપનીએ સત્તાવાર જાહેરાત કરી છે કે આ નવી સ્માર્ટવોચ ભારતમાં 6 મેના રોજ લોન્ચ કરવામાં આવશે . લોન્ચ પહેલા જ કંપનીએ તેની ડિઝાઈન અને કેટલીક મહત્વપૂર્ણ ફીચર્સ અંગે માહિતી શેર કરી છે , જેના કારણે યુઝર્સમાં આ વોચ માટેની ઉત્સુકતા વધી છે . આ સ્માર્ટવોચ AMOLED ડિસ્પ્લે , ડયુઅલ બેન્ડ GPS અને AI આધારિત રનિંગ કોચ જેવી સુવિધા મળશે . કંપનીનો દાવો છે કે તે એક જ ચાર્જ પર 13 દિવસ સુધી બેટરી લાઈફ આપે છે .
આ સ્માર્ટવોચમાં રાઉન્ડ શેપનો મેટલ ડાયલ આપવામાં આવશે , જે તેને પ્રીમિયમ લુક આપે છે . તેમાં AMOLED ડિસ્પ્લે હશે , જે બ્રાઈટ અને શાર્પ વિઝયુઅલ્સ આપે છે . કંપનીએ પુષ્ટિ કરી છે કે તેમાં ડયુઅલ બેન્ડ મલ્ટી સિસ્ટમ GPS મળશે , જે એક્ટિવિટી ટ્રેકિંગને વધુ સચોટ બનાવશે . સાથે જ , AI આધારિત રનિંગ કોચ ફીચર પણ આપવામાં આવશે , જે ફિટનેસ લવર્સ માટે ખાસ ઉપયોગી બની શકે છે .
સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો , વૈશ્વિક મોડલમાં 1.43 ઈંચનું AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે , જે 466x 466 પિક્સેલ રિઝોલ્યુશન , 60Hz રિફ્રેશ રેટ અને 670 nits સુધીની બ્રાઈટનેસ સપોર્ટ કરે છે . આશા રાખવામાં આવે છે કે ભારતીય વર્ઝનમાં પણ આ જ સ્પેક્સ મળશે . આ ઉપરાંત , વોચમાં 120થી વધુ કસ્ટમાઈઝ કરી શકાય તેવા વોચ ફેસિસ ઉપલબ્ધ રહેશે , જે યુઝર્સને પોતાના સ્ટાઈલ મુજબ દેખાવ બદલવાની સુવિધા આપે છે .
હેલ્થ અને ફિટનેસ ફીચર્સમાં આ વોચ આગળ છે . તેમાં હાર્ટ રેટ મોનિટરિંગ , બ્લડ ઓક્સિજન ( sp02 ) ટ્રેકિંગ , સ્ટ્રેસ લેવલ મોનિટરિંગ , એડવાન્સ સ્લીપ ટ્રેકિંગ અને માસિક ચક્ર ટ્રેકિંગ જેવી સુવિધાઓ મળશે . આ બધું મળીને યુઝરના દૈનિક સ્વાસ્થ્ય પર નજર રાખવામાં મદદ કરશે .
બેટરીની વાત કરીએ તો બેટરીની બાબતે કંપનીનો દાવો છે કે તેમાં 350mAh બેટરી આપવામાં આવી છે , જે સામાન્ય ઉપયોગમાં 13 દિવસ સુધી ચાલે છે . ભારે ઉપયોગમાં લગભગ 10 દિવસ અને Always On Display ચાલુ રાખવામાં આવે તો લગભગ 4 દિવસ સુધી બેટરી બેકઅપ આપે છે . ઉપરાંત આ સ્માર્ટવોચ IP68 રેટિંગ સાથે આવે છે જે તેને ધૂળ અને પાણીથી સુરક્ષિત બનાવે છે .
વૈશ્વિક બજારમાં આ વોચ EUR 99 ( લગભગ રૂપિયા 11,000 ) ની શરૂઆતની કિંમતે લોન્ચ કરવામાં આવી હતી અને તે ડાર્ક ગ્રે , લાઈટ ગ્રે અને ઓરેન્જ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે . ભારતમાં તેની કિંમત વિશે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી , પરંતુ ટૂંક સમયમાં તેની વિગતો સામે આવશે .
જાહેરાત
જાહેરાત
Aliens: Fireteam Elite 2 Announced for PC and Consoles, Will Launch This Summer