8,000mAh બેટરી અને 50MP કેમેરા સાથેનો Realme 16T 5G સેલમાં થયો સસ્તો

જો તમે 30 હજાર રૂપિયામાં નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો Flipkart Freedom Sale તમારા માટે સારો મોકો લઈને આવી છે

8,000mAh બેટરી અને 50MP કેમેરા સાથેનો Realme 16T 5G સેલમાં થયો સસ્તો

Photo Credit: Realme

Realme 16T 5G માં 6.8 ઇંચની LCD ડિસ્પ્લે આપવામાં આવી છે .

હાઇલાઇટ્સ
  • 6.8 ઇંચની LCD ડિસ્પ્લે
  • ધૂળ અને પાણીથી બચાવ માટે ફોનને IP69 રેટિંગ
  • ફોનમાં 50 મેગાપિક્સલની પ્રાઈમરી કેમેરા
જાહેરાત

જો તમે   30 હજાર રૂપિયામાં નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો Flipkart Freedom Sale તમારા માટે સારો મોકો લઈને આવી છે . આજે આપણે Realme 16T 5Gની વાત કરી રહ્યા છે . સેલ દરમિયાન આ ફોન પર જોરદાર ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યો છે , જેમાં કિંમત ઘટાડાની સાથે બેંક ઓફર પણ સામેલ છે . આ ફોનમાં 50 મેગાપિક્સલની પ્રાઈમરી કેમેરા અને 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે . આ ફોન 8,000mAhની બેટરી સાથે આવે છે . તો , ચાલો જાણીએ Realme 16T 5G પર મળતો ડિસ્કાઉન્ટથી લઈને ઓફર અને તેની અસરકારક કિંમત વિશે .

Realme 16T 5G કિંમત અને ઓફર્સ :
Flipkart સેલમાં Realme 16T 5Gના 8GB + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ રૂપિયા 31,991માં લિસ્ટ કરવામાં આવ્યો છે . બેંક ઓફર્સની વાત કરીએ તો SBI Credit Cardથી પેમેન્ટ કરવા પર 3,250  રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે . જેના પછી આ ફોનની અસરકારક કિંમત રૂપિયા 28,741 થઈ જશે . આના સિવાય એક્સચેન્જ ઓફરમાં તમને રૂપિયા 29,500 સુધીની બચત થઈ શકે છે . જોકે એક્સચેન્જ કિંમતનો લાભ તમારા ફોનની સ્થિતિ અને તેના મોડેલ પર આધાર રાખે છે .

Realme 16T 5G ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ :
Realme 16T 5G માં 6.8 ઇંચની LCD ડિસ્પ્લે આપવામાં આવી છે , જેનું 144Hz  રિફ્રેશ રેટ અને 1200 nits બ્રાઇટનેસ છે . આ ફોનમાં MediaTek Dimensity 6300 ચિપસેટ આપવામાં આવ્યો છે . આ ફોન Android 16 પર આધારિત Realme UI સાથે આવે છે . ધૂળ અને પાણીથી બચાવ માટે  ફોનને IP69 રેટિંગ અને મિલિટ્રી ગ્રેડ શોક રેઝિસ્ટન્સ સર્ટિફિકેશન પણ આપવામાં આવ્યો છે . થર્મલ મેનેજમેન્ટ માટે વેપર ચેમ્બર અને ગ્રેફાઇટ કુલિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે . ફોનમાં  સાઈડ- માઉન્ટેડ કેપેસિટીવ ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યો છે .

કેમેરા સેટઅપની વાત કરીએ તો ફોનના રિયરમાં f /1.8 અપર્ચર અને ઓટોફોક્સ સપોર્ટ સાથ 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને f /2.4 અપર્ચર સાથે 2 મેગાપિક્સલનો મોનોક્રોમ કેમેરા આપવામાં આવ્યો છે . જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે .આ ફોનમાં 8,000mAhની મોટી બેટરી પણ આપવામાં આવી છે જે 45W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . સાઈઝની વાત કરીએ તો આ ફોનની લંબાઈ 166.47mm , પહોળાઈ 78.23mm અને જાડાઈ 8.88mm છે જયારે આનું વજન 224 ગ્રામ છે .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »