Flipkart Freedom Sale માં સ્માર્ટફોન્સ પર જોરદાર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યો છે
Photo Credit: Google
Google Pixel 10 માં 6.3 ઇંચની Actua OLED ડિસ્પ્લે આપવામાં આવી છે
સ્વતંત્રતા દિવસના અવસરે Flipkart Freedom Sale માં સ્માર્ટફોન્સ પર જોરદાર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યો છે . જો તમે 70 હજાર રૂપિયાની બજેટમાં એક સારો ફોન શોધી રહ્યા છો તો Google Pixel 10 સૌથી સારો વિકલ્પ સાબિત થશે . સેલમાં ફોનની કિંમતમાં ઘટાડો અને ડિસ્કાઉન્ટ તો મળી જ રહ્યો છે . સાથે જ વધારાની બચત માટે એક્સચેન્જ કિંમતનો પણ લાભ લઈ શકાય છે . Google Pixel 10માં 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 10.5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા સાથે આવે છે . તો ચાલો જાણીએ સેલમાં Google Pixel 10 પર મળતી ઓફર અને તેના સ્પેસિફિકેશન્સ વિશે .
Google Pixel 10 કિંમત અને ઓફર :
ઈ કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર Google Pixel 10નો 12GB + 256GB સ્ટોરેજ વેરિઅન્ટ રૂપિયા 74,999 ની કિંમતે લિસ્ટ કરવામાં આવ્યું છે . બેંક ઓફરની વાત કરીએ તો ICICI બેંક ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 5,000 રૂપિયા સુધીનો ડિસ્કાઉન્ટ મળી શકે છે , જેના પછી તેની અસરકારક કિંમત રૂપિયા 69,999 થઈ જશે . જોકે એક્સચેન્જ કિંમતનો લાભ તમારા ફોનની સ્થિતિ અને તેના મોડલ પર આધારિત છે . આ ફોન ગયા વર્ષે ઓગસ્ટમાં રૂપિયા 79,999ની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો . એટલે આ ફોન હાલમાં તેની લોન્ચ કિંમત કરતા પણ 10,000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે .
Google Pixel 10 ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ :
Google Pixel 10 માં 6.3 ઇંચની Actua OLED ડિસ્પ્લે આપવામાં આવી છે . જેનું રિઝોલ્યુશન 1080x 2424 પિક્સલ , 60-120Hz એડેપ્ટિવ રિફ્રેશ રેટ અને 3000 nits સુધીની પીક બ્રાઇટનેસ છે . કંપની આ ફોનને Google Tensor G5 પ્રોસેસર સાથે આવે છે . Google Pixel 10 એ Android 16 પર ચાલે છે . ફોનમાં 4970mAhની બેટરી આપવામાં આવી છે જે 30W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . સાઈઝની વાત કરીએ તો સ્માર્ટફોનની લંબાઈ 152.8mm , પહોળાઈ 72mm જાડાઈ 8.6mm અને વજન 204 ગ્રામ છે .
હવે વાત કરીએ કેમેરા સેટઅપની તો આ ફોનના રિયરમાં 48 મેગાપિક્સલનો વાઈડ કેમેરા , 13 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ કેમેરા અને 10.8 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા છે . જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 10.5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે .
જાહેરાત
જાહેરાત
Vivo X500 Pro Max Reportedly Bags 3C Certification, Charging Speed Revealed
CD Projekt Red Confirms Layoffs at Project Sirius Witcher Multiplayer Spinoff