HMD Pulse 2 સિરીઝની ડિઝાઈન અને સ્પેસિફિકેશન્સ આવ્યા સામે , Android 15 મળવાની શક્યતા

HMD ટૂંક જ સમયમાં તેના નવા બજેટ સ્માર્ટફોન HMD Pulse 2 અને HMD Pulse 2 Plus લોન્ચ કરી શકે છે . બંને ફોનમાં મોટી ડિસ્પ્લે , Android 15 , 5,000mAh બેટરી અને Unisoc પ્રોસેસર મળી શકે છે .

HMD Pulse 2  સિરીઝની ડિઝાઈન અને સ્પેસિફિકેશન્સ આવ્યા સામે , Android 15 મળવાની શક્યતા

Photo Credit: HMD

HMD Pulseને Unisoc T606 ચિપસેટ સાથે રજૂ કરવામાં આવ્યો હતો .

હાઇલાઇટ્સ
  • HMD Pulse 2 Plusમાં પણ 6.67 ઇંચની HD+ IPS LCD ડિસ્પ્લે મળી શકે
  • આ ફોનમાં 6GB RAM અને 128GB UFS 2.1 સ્ટોરેજ મળી શકે
  • નવા બજેટ સ્માર્ટફોન HMD Pulse 2 અને HMD Pulse 2 Plus લોન્ચ કરી શકે
જાહેરાત

HMD ટૂંક જ સમયમાં તેના નવા બજેટ સ્માર્ટફોન HMD Pulse 2 અને HMD Pulse 2 Plus લોન્ચ કરી શકે છે . Pulse 2 વિશેની કેટલીક માહિતી ગયા ડિસેમ્બરમાં સામે આવી હતી , પરંતુ ત્યારબાદ કંપનીએ તેના  લોન્ચ વિશેની કોઈ પણ માહિતી બહાર પાડી નથી . હવે બંને સ્માર્ટફોનની ડિઝાઈન અને મુખ્ય ફીચર્સ ફરી એકવાર લીક થયા છે . લીક મુજબ  , બંને ફોનમાં મોટી ડિસ્પ્લે , Android 15 , 5,000mAh બેટરી અને Unisoc પ્રોસેસર મળી શકે છે .

આ માહિતી X પરના HMD _MEME'S  દ્રારા શેર કરવામાં આવી છે . લીકમાં બંને ફોનના રેન્ડર અને કેટલાક મુખ્ય સ્પેસિફિકેશન્સ સામે આવ્યા છે . ઇમેજોમાં ફ્લેટ ફ્રેમ , સેન્ટર પંચ-હોલ ડિસ્પ્લે અને ડયુઅલ રિયર કેમેરા સેટઅપ જોવા મળે છે . જોકે , HMD તરફથી હજુ સુધી આ માહિતીની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી .

HMD Pulse 2ના ફીચર્સ :
લીક મુજબ , HMD Pulse 2માં 6.67 ઇંચની HD+ IPS LCD ડિસ્પ્લે મળશે , જે 90Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરશે . તેમાં Unisoc T 615 પ્રોસેસર આપવામાં આવી શકે છે .

ફોટોગ્રાફી માટે ફોનમાં 50MPનો મુખ્ય કેમેરા અને 2MPનો સેકન્ડરી કેમેરા મળી શકે છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 8MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવે તેવી શક્યતા છે .

આ સ્માર્ટફોન 4GB RAM સાથે 64GB અને 128GB UFS 2.1 સ્ટોરેજ વિકલ્પોમાં આવી શકે છે . ફોનમાં Android 15 પર ચાલશે અને તેમાં 20W ફાસ્ટ ચાર્જિંગ સાથે 5,000mAh બેટરી મળી શકે છે . તે બ્લૂ અને બ્લેક કલરમાં લોન્ચ થઈ શકે છે .

HMD Pulse 2 Plusના ફીચર્સ :
HMD Pulse 2 Plusમાં પણ 6.67 ઇંચની HD+ IPS LCD ડિસ્પ્લે મળી શકે છે , પરંતુ તેમ 120Hz રિફ્રેશ રેટનો સપોર્ટ હોવાની શક્યતા છે . આ ફોનમાં પણ Unisoc T615 ચિપસેટ આપવામાં આવી શકે છે . 

કેમેરાની વાત કરીએ તો તેમાં 50MPનો મુખ્ય કેમેરા અને 2MPનો સેકન્ડરી કેમેરા મળી શકે છે . જયારે સેલ્ફી માટે 13MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવી શકે   છે .

આ ફોનમાં 6GB RAM અને 128GB UFS 2.1 સ્ટોરેજ મળી શકે છે . આ ઉપરાંત Android 15, 5,000mAh બેટરી અને 20W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ પણ મળી શકે છે . તે એપ્રિકોટ અને ડાર્ક બ્લૂ કલરમાં ઉપલબ્ધ થઈ શકે છે .

બંને ફોનની ડિઝાઈન :
લીક થયેલી ઈમેજો મુજબ બંને સ્માર્ટફોનની ડિઝાઈન લગભગ સમાન છે . પાછળની  તરફ બે મોટા કેમેરા રિંગ , LED ફ્લેશ અને HMDનું લોગો જોવા મળે છે . જયારે આગળની તરફ પંચ-હોલ ડિસ્પ્લે અને ફ્લેટ - એજ  ડિઝાઈન આપવામાં આવી છે .

હાલમાં HMDએ Pulse 2 સિરીઝના લોન્ચ , કિંમત અથવા ઉપલબ્ધતા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી . તેથી , આ તમામ વિગતોને માત્ર લીક થયેલી માહિતી તરીકે જ જોવી જોઈએ .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. HMD Pulse 2 સિરીઝની ડિઝાઈન અને સ્પેસિફિકેશન્સ આવ્યા સામે , Android 15 મળવાની શક્યતા
  2. Samsung Galaxy Z Fold 6 5G સસ્તામાં ખરીદવાની તક , જાણો નવી કિંમત અને ઓફર્સ
  3. લોન્ચ પહેલા Vivo S2 ની કિંમત અને ફીચર્સ આવ્યા સામે , 120Hz કર્વ્ડ ડિસ્પ્લે મળવાની શક્યતા
  4. 1TB ડેટા લીકના દાવા વચ્ચે બેંક ઓફ બરોડાની સફાઈ , ફોરેન્સિક તપાસ શરૂ
  5. Vivo T5x 5Gને મળ્યો નવો Fusion Red કલર , 30 જુલાઈથી શરૂ થશે વેચાણ
  6. હેન્ડ્સ ફ્રી અનુભવ માટે Pebbleના SEEQ AI સ્માર્ટ ગ્લાસીસ લોન્ચ , કિંમત રૂપિયા 9,999થી શરૂ
  7. બેંકિંગ અને ઓનલાઇન ડેટાની સુરક્ષા પર ક્વોન્ટમ કમ્પ્યુટરનો ખતરો , નવી ટેક્નોલોજી પર કામ શરૂ
  8. પ્રથમ સેલ્ફી વિડીયો બન્યો સુપરહિટ , PM મોદીના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ 105 મિલિયન પાર
  9. ટચસ્ક્રીન MacBook તરફ Appleનું મોટું પગલું OLED ડિસ્પ્લે સાથે આવી શકે નવું મોડલ
  10. Vi Movies & TV પેક આવ્યું , રૂપિયા 200માં OTT સબ્સ્ક્રિપ્શન સાથે 30GB ડેટા
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »