HMD Touch AI ફોનમાં 3.2 ઈંચનું ટચ ડિસ્પ્લે છે . આ ફોનમાં 1950mAhની બેટરી મળે છે
Photo Credit: x/@smashx_60
HMD ટૂંક સમયમાં વૈશ્વિક બજારમાં તેનો નવો ફીચર ફોન HMD Touch AI રજૂ કરી શકે છે
HMD ટૂંક સમયમાં વૈશ્વિક બજારમાં તેનો નવો ફીચર ફોન HMD Touch AI રજૂ કરી શકે છે . આ ફોન કોમ્પેકટ ટચસ્ક્રીન ડિઝાઇન સાથે આવશે અને તેનો લુક Nokia Lumiaથી પ્રેરિત હોવાનું માનવામાં આવે છે . ફીચર ફોન હોવા છતાં તેમાં 4G કનેક્ટિવિટી , ડયુઅલ સિમ સપોર્ટ અને કેટલીક સ્માર્ટ સુવિધાઓ પણ આપવામાં આવી શકે છે . કંપનીનો આ ફોન એવા યુઝર્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે જેઓ સરળ ઉપયોગ સાથે જરૂરી સ્માર્ટ ફીચર્સ પણ માંગે છે .
HMD Touch AI લોન્ચ :
HMDએ HMD Touch AI ને જુલાઈ મહિનામાં ચીનમાં લોન્ચ કર્યો હતો . હવે જાણીતા ટિપસ્ટર @smashx_60ના જણાવ્યા મુજબ , કંપની આ ફોનને ટૂંક સમયમાં ચીન બહારના બજારોમાં પણ રજૂ કરી શકે છે . શરૂઆતમાં આ ડિવાઈસ મલેશિયા , ફિલિપાઇન્સ , ઇન્ડોનેશિયા અને થાઈલેન્ડ જેવા દેશોમાં ઉપલબ્ધ થવાની શક્યતા છે . કેટલીક માર્કેટ કંપની ફોન સાથે 8GB માઈક્રો -SD કાર્ડ , પ્રોટેક્ટિવ કેસ અને સ્ક્રીન ગાર્ડ પણ બોક્સમાં આપી શકે છે .
HMD Touch AI ફીચર્સ :
ઓક્ટોબર 2025માં ભારતમાં લોન્ચ થયેલા HMD Touch 4Gની સરખામણીએ HMD Touch AIમાં કેટલાક નવા ફીચર્સ એડ કરવામાં આવી શકે છે . લીક્સ અનુસાર તેમાં મોબાઈલ પેમેન્ટ અને QR કોડ સ્કેનર જેવી સુવિધાઓ મળશે . આ ઉપરાંત કંપની તેને સફેદ અને ગોલ્ડ જેવા નવા કલર વિકલ્પોમાં પણ રજૂ કરી શકે છે . ચીનમાં HMD Touch AIની કિંમત 469 યુઆન ( લગભગ રૂપિયા 6,500) રાખવામાં આવી છે , જોકે અન્ય દેશોમાં તેની કિંમત અલગ હોઈ શકે છે .
HMD Touch AI સ્પેસિફિકેશન્સ :
ભારતમાં HMD Touch 4Gની કિંમત રૂપિયા 3,999 છે . તેમાં 3.2 ઇંચની QVGA ટચ ડિસ્પ્લે , Unisoc T127 પ્રોસેસર , 64MB RAM અને 128MB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે . માઈક્રો SD કાર્ડની મદદથી સ્ટોરેજને 32GB સુધી વધારી શકાય છે . આ ફોન RTOS Touch ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે .
આ ફોનમાં 1950mAhની બેટરી આપવામાં આવી છે . કંપનીના જણાવ્યા મુજબ એકવાર ચાર્જ કર્યા બાદ લગભગ 30 કલાક સુધી ચાલે છે . ફોટોગ્રાફી માટે તેમાં ફ્લેશ સાથે 2 મેગાપિક્સલનો રિયર કેમેરા અને સેલ્ફી માટે 0.3 મેગાપિક્સલનો VGA ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે . આ ઉપરાંત તેમાં FM રેડિયો ( વાયર્ડ અને વાયરલેસ ) , MP3 પ્લેયર , IP52 રેટિંગ પણ આપવામાં આવ્યું છે .
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Cult Kinetic Massage Gun Launched in India With 3,800 RPM BLDC Motor
Dyson V16 Piston Animal Vacuum Cleaner Launched in India With Anti-Tangle Cleaner Head: Price, Specifications