HMD Vibe 2 5G  ઓછા બજેટ વાળો બેસ્ટ ફોન , ભારતમાં મે મહિનામાં લોન્ચ 

 HMD Vibe 2 5G  ભારતમાં Flipkart દ્રારા વેચાણ માટે ઉપલબ્ધ થશે 

HMD Vibe 2 5G  ઓછા બજેટ વાળો બેસ્ટ ફોન , ભારતમાં મે મહિનામાં લોન્ચ 

Photo Credit: HMD

 HMD Vibe 2 5G  ગયા વર્ષના  HMD Vibe  5G ને આગળ વધારશે .

હાઇલાઇટ્સ
  • ફોન માટે Flipkart પર ખાસ માઈક્રોસાઈટ પણ લાઈવ થઈ
  • HMD Vibe 5G માં 6.67 ઈંચનું HD + LCD ડિસ્પ્લે આપવામાં આવ્યું
  • 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ
જાહેરાત

HMD ટૂંક સમયમાં ભારતમાં   નવો સ્માર્ટફોન HMD Vibe 2 5G લોન્ચ કરવા જઈ રહી છે . કંપનીએ સત્તાવાર રીતે આ ફોન માટેની જાહેરાત પણ  કરી છે અને હવે આ ફોન માટે Flipkart પર ખાસ માઈક્રોસાઈટ પણ લાઈવ થઈ ગઈ છે . આ માઈક્રોસાઈટ પરથી ખબર પડે છે કે ફોન મે મહિનામાં ભારતમાં લોન્ચ થશે  , પરંતુ હજુ સુધી ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી . માઇકોસાઈટ પર ફોનની ડિઝાઈનની ઝલક પણ જોવા મળે છે .  HMD Vibe 2 5G માં ફ્લેટ ડિસ્પ્લે જોવા મળશે અને સ્ક્રીનની  વચ્ચે હોલ પંચ કટઆઉટ  હશે , જેમાં સેલ્ફી કેમેરા મુકવામાં આવશે .

આ ડિઝાઈન આજકાલના ઘણા સ્માર્ટફોન જેવી જ આધુનિક લાગે છે . કંપની આ ફોનને ગયા વર્ષે લોન્ચ થયેલા  HMD Vibe 5Gના અપગ્રેડ તરીકે લાવી રહી  છે  , એટલે કે તેમાં થોડા નવા અને સુધારેલા ફીચર્સ જોવા મળી શકે છે .

હાલમાં  HMD Vibe 2 5G  વિશે વધુ માહિતી આપવામાં આવી નથી , પરંતુ તેના જુના મોડેલ પરથી થોડું અંદાજો લગાવી શકાય છે .  HMD Vibe 5G માં 6.67 ઈંચનું HD + LCD  ડિસ્પ્લે આપવામાં આવ્યું હતું . આ ડિસ્પ્લે રોજિંદા ઉપયોગ માટે સારો અનુભવ આપતું હતું , જેમ કે વિડીયો જોવી , સોશિયલ મીડિયા  ચલાવવું અને ગેમિંગ તો ખરી જ .

આ ફોનના પ્રોસેસરની વાત કરીએ તો , તેમાં Unisoc T760 ચિપસેટ આપવામાં આવ્યો હતો , જે સામાન્ય ઉપયોગ કરવા માટે યોગ્ય હોય છે . આની સાથે 4GB  RAM અને 128GB સ્ટોરેજ આપવામાં આવી હતી . જો વધારે સ્ટોરેજની જરૂર હોય તો તેને મેમરી કાર્ડ દ્રારા વધારી શકાય છે . આ ફોન Android  15 પર  ચાલે છે અને કંપનીએ તેમાં સિક્યુરિટી અપડેટ્સ આપવાની પણ ખાતરી આપી હતી .

કેમેરાની વાત કરીએ તો ,  HMD Vibe 5G માં પાછળની બાજુ ડયુઅલ કેમેરા સેટઅપ હતો . તેમાં 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા અને 2 મેગાપિક્સલનો ડેપ્થ  સેન્સર આપવામાં આવ્યો હતો  . સેલ્ફી અને વિડીયો કોલ માટે આગળ 8 મેગાપિક્સલનો કેમેરા હતો , જે સામાન્ય ઉપયોગ માટે પૂરતો છે .

હવે વાત કરીએ બેટરીની તો , તેમાં 5000mAhની મોટી બેટરી આપવામાં આવી હતી , જે આખો દિવસ સરળતાથી ચાલે છે .સાથે 18W ફાસ્ટ ચાર્જિંગ   સપોર્ટ  પણ હતો , જેથી ફોન ઝડપથી ચાર્જ થઈ જાય . સુરક્ષા માટે તેમાં સાઈડમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યો હતો .

ટૂંકમાં કહીએ તો  HMD Vibe 2 5G  એક અપગ્રેડેડ સ્માર્ટફોન તરીકે આવશે , જેમાં ડિઝાઈન અને પરફોર્મન્સ બંનેમાં સુધારો જોવા મળી શકે છે . આ ફોન ખાસ કરીને તે  લોકો માટે સારો વિકલ્પ બની શકે છે , જેમણે ઓછા બજેટમાં સારો 5G સ્માર્ટફોન જોઈએ છે . હવે બધાની નજર તેની ઓફિશિયલ લોન્ચ તારીખ  અને સંપૂર્ણ ફીચર્સ પર છે .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »