HMDનો નવો Vibe 2 5G સ્માર્ટફોન રૂપિયા 10,999ની શરૂઆત કિંમતમાં રજૂ

HMD Vibe 2 5G માં LED ફ્લેશ સાથે 50MP મુખ્ય કેમેરા આપેલ છે .

HMDનો નવો  Vibe 2 5G સ્માર્ટફોન રૂપિયા 10,999ની શરૂઆત કિંમતમાં રજૂ

Photo Credit: HMD

HMD Vibe 2 5Gમાં સાઈડ - માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર છે

હાઇલાઇટ્સ
  • ગુરુવારે ભારતમાં HMD Vibe 2 5G લોન્ચ કરવામાં આવ્યો
  • Vibe 2 5G માં 50 - મેગાપિક્સલનો AI સપોર્ટેડ પ્રાથમિક રિયર કેમેરા
  • HMD Vibe 2 5G Android 16 પર ચાલે
જાહેરાત

ગયા વર્ષના HMD Vibe  5Gના અનુગામી તરીકે ગુરુવારે ભારતમાં HMD Vibe 2 5G  લોન્ચ કરવામાં આવ્યો છે . આ નવો સ્માર્ટફોન કંપનીના બજેટ 5G  સેગમેન્ટમાં  વધુ અપગ્રેડેડ ફીચર્સ સાથે રજૂ થયો છે . તેમાં 6.7 ઇંચની મોટી ડિસ્પ્લે આપવામાં આવી છે . જે 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે . ફોન ઓક્ટા - કોર  પ્રોસેસર પર ચાલે છે અને સ્મૂથ પરફોર્મન્સ આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે . તેમાં 50MP રિયર કેમેરા , 8MP સેલ્ફી કેમેરા અને 6000mAh બેટરી સાથે 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે છે . ફોનમાં 4GB RAM અને 64GB/128GB સ્ટોરેજ વિકલ્પમાં  ઉપલબ્ધ છે .
 

HMD Vibe 2 5G કિંમત :

ભારતમાં HMD Vibe 2 5Gની કિંમત ખુબ જ આકર્ષક રાખવામાં આવી છે . 4GB  RAM + 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 10,999 છે , જયારે 128GB સ્ટોરેજ વેરિઅન્ટ રૂપિયા 11,999માં ઉપલબ્ધ છે . આ ફોન કોસ્મિક લવંડર , નોર્ડિક બ્લુ અને પીચ પિંક કલર વિકલ્પોમાં મળે છે અને હાલમાં ફ્લિપકાર્ટ પર વેચાણ માટે ઉપલબ્ધ છે .
 

HMD Vibe 2 5G સ્પેસિફિકેશન્સ :

HMD Vibe 2 5G  Android 16 પર ચાલે છે અને તેમાં ડયુઅલ સિમ સપોર્ટ મળે છે . તેમાં 4GB RAM સાથે 64GB અને 128GB સ્ટોરેજ વિકલ્પ ઉપલબ્ધ છે , જેને  જરૂર મુજબ પસંદ કરી શકાય છે . સ્ટોરેજ microSD કાર્ડ દ્રારા વધારી શકાય તેવી શક્યતા પણ છે .

કેમેરાની વાત કરીએ તો HMD Vibe 2 5G માં 50 - મેગાપિક્સલનો AI સપોર્ટેડ પ્રાથમિક રિયર કેમેરા આપવામાં આવ્યો છે , જે LED ફ્લેશ સાથે આવે છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 8 - મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ મળે છે . આ ફોનમાં ફોટોગ્રાફી અને ડેઇલી યુઝ માટે બેલેન્સ્ડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે .

બેટરી વાત કરીએ તો તેમાં 6000mAh ની મોટી બેટરી આપવામાં આવી છે , જે લાંબી બેકઅપ આપે છે . સાથે જ 18W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ બોક્સમાં જ આપવામાં આવે  છે . ફોનનું બિલ્ડ પણ મજબૂત છે અને તેમાં IP64 રેટિંગ છે . જે તેને ધૂળ અને સ્પલેશથી સુરક્ષા આપે છે .

કનેક્ટિવિટી માટે તેમાં 5G સપોર્ટ સાથે Wi - Fi 5, Bluetooth 5.0 અને USB Type - C પોર્ટ આપવામાં આવ્યા છે . સુરક્ષા માટે સાઈડ - માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર  પણ છે . ફોનમાં ઍક્સીલેરોમીટર , પ્રોક્સિમિટી અને લાઈટ સેન્સર જેવા જરૂરી સેન્સર્સ પણ આપવામાં આવ્યા છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Oppo Find X9s એન્ટ્રી સાથે ફ્લેગશિપ માર્કેટમાં વધ્યો મુકાબલો , 120Hz AMOLED ડિસ્પ્લે મળશે
  2. HMDનો નવો Vibe 2 5G સ્માર્ટફોન રૂપિયા 10,999ની શરૂઆત કિંમતમાં રજૂ
  3. Galaxy M47માં Snapdragon 6 Gen 3, 5000mAh બેટરી સાથે આવી શકે છે .
  4. Moto Buds 2 માં મળશે ANC , ડયુઅલ ડ્રાઈવર અને લાંબી બેટરી લાઈફ 
  5. OpenAI એ ChatGPT  માટે લોન્ચ કર્યું AI આધારિત ફાઇનાન્સ ડેશબોર્ડ 
  6. YouTube ' લાઈકનેસ ડિટેક્શન ' ફીચર ક્રિએટર્સને શોધી આપશે નકલી AI વિડિયોઝ 
  7. Alexa + માં આવ્યું નવું ફીચર , મિનિટોમાં તૈયાર થશે કસ્ટમ પોડકાસ્ટ 
  8. Moto G37  સિરીઝ ભારતમાં એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં એન્ટ્રી , 120Hz ડિસ્પ્લે સાથે આવ્યા નવા ફોન 
  9. Xiaomi લાવી રહ્યું છે નવી 17T સિરીઝ , 7000mAh બેટરી અને 120Hz ડિસ્પ્લે મળશે 
  10. Xiaomi લાવી રહ્યું છે નવો પાવરફુલ ફોન Redmi Turbo 5 , Amazon પર થશે ઉપલબ્ધ 
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »