Huawei Enjoy 90 સિરીઝનો અનાવરણ : મોટી બેટરી , 120Hz ડિસ્પ્લે

Huawei Enjoy 90 સિરીઝમાં Enjoy 90 Plus અને Enjoy 90 Pro Maxનો સમાવેશ થાય છે

Huawei Enjoy 90 સિરીઝનો અનાવરણ : મોટી બેટરી , 120Hz ડિસ્પ્લે

Photo Credit: Huawei

Huawei Enjoy 90 Pro Maxમાં ગોળ રિયર કેમેરા મોડયુલ છે .

હાઇલાઇટ્સ
  • 50MP રિયર કેમેરા , 120Hz ડિસ્પ્લે
  • Pro Max ચાર કલર વિકલ્પોમાં ઉપલબ્ધ
  • Pro Max માં 8,500mAh અને Plus માં 6,620mAh બેટરી
જાહેરાત

સોમવારે Huawei એ ચીનમાં તેની નવી Huawei Enjoy 90 Plus અને Huawei Enjoy 90 Pro Max લોન્ચ કર્યા છે . આ બંને સ્માર્ટફોન આવતા મહીનેથી કંપનીની ઓનલાઇન સ્ટોર પર વેચાણ માટે ઉપલબ્ધ થશે . Pro Max ચાર કલર વિકલ્પોમાં ઉપલબ્ધ રહેશે જયારે Plus મોડેલ ત્રણ કલરમાં મળી રહેશે . આ બંને ફોન  Kirin 8000 અને HarmonyOS 6.0 પર આધારિત છે અને તે 50MP રિયર કેમેરા સાથે આવે છે .Enjoy 90 Plus તમને ફેધર સેન્ડ વ્હાઇટ , સ્ટારી  નાઈટ બ્લેક અને સ્ટારી સી બ્લુ કલરમાં ઉપલબ્ધ રહેશે .

કિંમત અને ઉપલબ્ધતા :
ચીનમાં Huawei Enjoy 90 Plus ની શરૂઆતની કિંમત CNY 1,499 (લગભગ 20,000 રૂપિયા ) છે , જયારે 256GB મોડેલ CNY 1,799 (લગભગ 24,000 રૂપિયા ) માં મળી રહેશે .

બીજી તરફ ,  Huawei Enjoy 90 Pro Maxની કિંમત 128GB માટે CNY 1,699 (લગભગ 23,000 રૂપિયા ) થી શરૂ થાય છે . જયારે 256GB  અને 512GB મોડેલ્સની કિંમત અનુક્રમે CNY 1,999 (27,000 રૂપિયા ) અને CNY 2,399 ( 33,000 રૂપિયા ) માં મળશે . આ ડિવાઇસ ડોન ગોલ્ડ , ફ્લાઈંગ એઝ્યુર    , ઓબ્સિડિયન બ્લેક અને સ્નો વ્હાઇટ કલરમાં આવશે .

સ્પેસિફિકેશન્સ :

Huawei Enjoy 90 Plus માં 6.67 ઈંચનું HD + LCD ડિસ્પ્લે આપવામાં આવ્યું છે , જયારે Huawei Enjoy 90 Pro Max માં 6.84 ઈંચનું Full-HD +OLED ડિસ્પ્લે ( 120Hz , 300Hz ટચ સેમ્પલિંગ , 2160Hz PWM ડિમિંગ ) છે . બંને ફોનમાં Kirin 8000 પ્રોસેસરથી ચાલે છે .

કેમેરા માટે આ બંને ફોનમાં 50MP રિયર કેમેરા છે . Pro Max માં f/1.9 RYYB સેન્સર છે , જયારે Plus માં f /1.8 અપર્ચર છે . બંનેમાં 10x ડિજિટલ ઝૂમ અને 8MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યા છે .

Pro Max માં 8,500mAh અને Plus માં 6,620mAh બેટરી છે  આની સાથે બંને ફોન  40W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . કનેક્ટિવિટી માટે આ બંને ફોન  Wi-Fi, Bluetooth 6.0 , USB Type-C, GPS સહિતના મુખ્ય ફીચર્સ આપવામાં આવ્યા છે . આ ફોનની સુરક્ષા માટે બંને ફોનમાં સાઈડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર છે . 
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »