Huawei Nova 16 ચીનમાં રજૂ , Kirin 9010S ચિપસેટ અને 120Hz OLED ડિસ્પ્લેથી સજ્જ

Huawei એ ચીનના બજારમાં પોતાનો નવો Huawei Nova 16 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે .

Huawei Nova 16 ચીનમાં રજૂ , Kirin 9010S ચિપસેટ અને 120Hz OLED ડિસ્પ્લેથી સજ્જ

Photo Credit: Huawei

Huawei Nova 16 માં 50- મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા છે .

હાઇલાઇટ્સ
  • Huawei એ ચીનમાં પોતાનો નવો સ્માર્ટફોન Huawei Nova 16 લોન્ચ કર્યો
  • સ્માર્ટફોન શક્તિશાળી બેટરી , અદ્યતન કેમેરા સિસ્ટમ અને ફ્લેગશિપ - સ્તરની
  • Huawei Nova 16માં 6.68 ઇંચની Full -HD + OLED ડિસ્પ્લે
જાહેરાત

Huawei એ ચીનમાં પોતાનો નવો સ્માર્ટફોન Huawei Nova 16 લોન્ચ કર્યો છે . આ સ્માર્ટફોન શક્તિશાળી બેટરી , અદ્યતન કેમેરા સિસ્ટમ અને ફ્લેગશિપ - સ્તરની  ફાસ્ટ ચાર્જિંગ સુવિધા સાથે આવે છે . Huawei Nova 16માં 50 - મેગાપિક્સલનો મુખ્ય રિયર કેમેરા અને 50 - મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે . આ ઉપરાંત તેમાં 100W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 7,000mAhની મોટી બેટરી આપવામાં આવી છે . Huawei Nova 16માં 6.68 ઇંચની Full -HD + OLED ડિસ્પ્લે આપવામાં આવી છે  . ચાલો જાણીએ તેની કિંમત અને અન્ય  મહત્વપૂર્ણ  સ્પેસિફિકેશન્સ . 

Huawei Nova 16ની કિંમત :

Huawei Nova 16 ના 12GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત CNY 2,999 ( લગભગ રૂપિયા 42,000 ) રાખવામાં આવી છે , જયારે 12GB RAM + 512GB સ્ટોરેજ મોડેલ CNY 3,499 ( લગભગ 49,000 ) માં ઉપલબ્ધ છે . આ સ્માર્ટફોન હાલમાં ચીનમાં Huaweiના ઓનલાઈન સ્ટોર દ્રારા વેચાણ માટે ઉપલબ્ધ છે . ગ્રાહકો તેને Iridescent Mother of  Pearl , Sky White , Sky Blue અને Starry Black કલર વિકલ્પોમાં ખરીદી શકે છે .

Huawei Nova 16ના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ :

Huawei Nova 16માં 6.68 ઇંચની Full -HD + OLED ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 1280x 2800 પિક્સલ રિઝોલ્યુશન , 120Hz રિફ્રેશ રેટ અને 300Hz ટચ સેમ્પલિંગ રેટ સપોર્ટ કરે  છે . ડિસ્પ્લેને Aluminosilicate Glass પ્રોટેક્શન આપવામાં આવ્યું છે .

પરફોર્મન્સ માટે , સ્માર્ટફોન kirin 9010S ચિપસેટથી ચાલે છે , જેને 12GB RAM અને 512GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજ સાથે જોડવામાં આવ્યો છે . આ ફોન  HarmonyOS  6.1 પર કામ કરે છે અને ધૂળ અને પાણીથી સુરક્ષા માટે IP65 રેટિંગ ધરાવે છે . સુરક્ષા  માટે તેમાં સાઈડ - માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું  છે .

ફોટોગ્રાફી માટે ,  ફોનમાં f /1.9 અપર્ચરવાળો 50 - મેગાપિક્સલનો મુખ્ય કેમેરા આપવામાં આવ્યો છે . તેની સાથે f/ 2.6 અપર્ચર , OIS સપોર્ટ અને 100x  ડિજિટલ ઝૂમ  ક્ષમતા ધરાવતો 50 - મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા પણ સામેલ છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે f /2.4 અપર્ચર સાથે 50 - મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે .

બેટરીની વાત કરીએ તો , આ Huawei Nova 16માં 7,000mAhની બેટરી આપવામાં આવી છે , જે 100W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . કનેક્ટિવિટી માટે  5G , 4G LTE , ડયુઅલ - બેન્ડ Wi - Fi , Bluetooth 6, USB Type - C , NFC અને GPSનો સમાવેશ થાય છે . ડિઝાઈનની વાત કરીએ તો , ફોનની જાડાઈ 7.3mm છે અને તેનું વજન આશરે 199 ગ્રામ છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »