Huawei Nova 16 Proમાં 100W ફાસ્ટ ચાર્જિંગ , LTPO OLED ડિસ્પ્લે અને AI ફીચર્સ

Huawei એ Nova 16 Pro સ્માર્ટફોન ચીનમાં લોન્ચ કર્યો

Huawei Nova 16 Proમાં 100W ફાસ્ટ ચાર્જિંગ , LTPO OLED ડિસ્પ્લે અને AI ફીચર્સ

Photo Credit: Huawei

Huawei Nova 16 Proમાં 6.84 ઇંચની OLED ડિસ્પ્લે છે .

હાઇલાઇટ્સ
  • Huawei એ ચીનમાં Nova 16 Pro સ્માર્ટફોન લોન્ચ
  • Huawei Nova 16 Pro માં 200 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા
  • Huawei Nova 16 Proમાં 6.84 ઇંચની OLED ડિસ્પ્લે
જાહેરાત

Huawei એ ચીનમાં પોતાનો નવો પ્રીમિયમ સ્માર્ટફોન Huawei Nova 16 Pro લોન્ચ કર્યો છે . આ સ્માર્ટફોન મોટી બેટરી , શક્તિશાળી કેમેરા અને અદ્યતન  AI ફીચર્સ સાથે રજૂ કરવામાં આવ્યો છે . કંપનીએ તેમાં 6.84 ઇંચની OLED ડિસ્પ્લે , 7000mAh બેટરી અને 200 મેગાપિક્સલનો મુખ્ય કેમેરો આપ્યો છે . આની ખાસ વાત એ છે કે ફોન  Two - Way Beidou સેટેલાઇટ મેસેજિંગને સપોર્ટ કરે છે , જેના કારણે નેટવર્ક ન હોય ત્યારે પણ સંદેશા મોકલવાની સુવિધા મળે છે . પ્રીમિયમ ડિઝાઈન અને શક્તિશાળી સ્પેસિફિકેશન્સને કારણે Huawei Nova 16 Pro ટેક પ્રેમીઓ માટે આકર્ષક વિકલ્પ બની શકે છે .

Huawei Nova 16 Pro કિંમત અને ઉપલબ્ધતા :

Huawei Nova 16 Pro ની કિંમતની વાત કરીએ તો તેના 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત CNY 3,899 ( લગભગ રૂપિયા 51,700 ) રાખવામાં  આવી છે . જયારે  512GB વેરિઅન્ટ CNY 4,399 ( લગભગ રૂપિયા 58,400 ) અને ટોપ - એન્ડ 1TB મોડલ CNY 4,999 ( લગભગ રૂપિયા 66,400 ) માં ઉપલબ્ધ છે . સ્માર્ટફોન સ્ટારી બ્લેક , સ્કાય બ્લુ , વ્હાઈટ અને ફ્રોસ્ટ પર્પલ જેવા આકર્ષક કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે . હાલમાં તે Huaweiની સત્તાવાર વેબસાઈટ અને V Mall પર વેચાણ માટે ઉપલબ્ધ છે .

Huawei Nova 16 Pro ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ :

ફીચર્સ અને સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો ફોનમાં 2856x 1320 પિક્સેલ રિઝોલ્યુશન અને 6.84 ઇંચની OLED LTPO ડિસ્પ્લે આપવામાં આવી  છે , જે  1Hz  થી 120Hz સુધીના એડેપ્ટિવ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે . 

ડિસ્પ્લેમાં 2160Hz PWM ડિમિંગ અને kunlun Glass પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું છે . ધૂળ અને પાણી સામે રક્ષણ માટે આ ફોન IP65 પર કાર્ય કરે છે અને 100W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 7,000mAh બેટરી સાથે આવે છે .

ફોટોગ્રાફી માટે Huawei Nova 16 Pro માં 200 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા , 50 મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ અને 50 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ મેક્રો કેમેરો આપવામાં આવ્યો છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો ઉપલબ્ધ છે . આ ફોન 4K વિડીયો રેકોર્ડિંગ , AI આધારિત ઇમેજિંગ ટૂલ્સ , પોર્ટ્રેટ એન્હાન્સમેન્ટ અને ટેલિફોટો ઓપ્ટિમાઈઝેશન જેવી સુવિધાઓને સપોર્ટ કરે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. ડયુઅલ રિયર કેમેરા અને બે કલર વિકલ્પો સાથે 31 જુલાઈએ ભારતમાં લોન્ચ થશે OnePlus N6x
  2. Moto Pad 70 ની લોન્ચ તારીખ જાહેર , Dimensity 6400 ચિપસેટ અને Moto Pen સાથે આવશે
  3. Honda QC3 આવ્યું નવા અવતારમાં 3kWh બેટરી અને TFT ડિસ્પ્લે સાથે કરશે એન્ટ્રી
  4. Vivo S2 ટૂંક સમયમાં ભારતમાં આવી શકે છે , જાણો સંભવિત કિંમત અને ફીચર્સ
  5. જેક ડોર્સીના Bitchat એપ સામે કાર્યવાહી , GitHubને રિપોઝિટરી દૂર કરવા સરકારની સૂચના
  6. ભારતમાં Ray - Ban Meta Smart Glasses રૂપિયા 29,900ની શરૂઆતની કિંમતે , આવ્યા ફરી ચર્ચામાં
  7. 200 મેગાપિક્સલવાળો Vivo X300 Pro મેળવો 10,000 રૂપિયા સુધીની છૂટ સાથે
  8. ભારતમાં Flipkartની ફૂડ ડિલિવરી સર્વિસની એન્ટ્રી , આગામી અઠવાડિયામાં થશે શરૂઆત
  9. બે વર્ષમાં 50 OTT પ્લેટફોર્મ બ્લોક , સરકારે સંસદમાં આપી માહિતી
  10. Android 17નું નવું માઈગ્રેશન ફીચર , હવે iPhoneમાંથી Androidમાં વાયરલેસ રીતે ટ્રાન્સફર થશે ડેટા
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »