શક્તિશાળી કૂલિંગ અને શોલ્ડર ટ્રિગર્સ સાથે Infinix GT 50 Pro લીકમાં બહાર આવ્યો

Infinix GT 50 Pro માં 6,437 ચોરસ મીમી ડાયાફ્રેમ સાથે માઈક્રો-પંપ લિક્વિડ કૂલિંગ સિસ્ટમનો ઉપયોગ થઈ શકે છે .

શક્તિશાળી કૂલિંગ અને શોલ્ડર ટ્રિગર્સ સાથે Infinix  GT 50 Pro લીકમાં બહાર આવ્યો

Photo Credit: Gizmochina

Infinix GT 50 Pro માં ડયુઅલ-પ્રેશર શોલ્ડર ટ્રિગર્સ હોઈ શકે છે .

હાઇલાઇટ્સ
  • ગેમિંગ સ્માર્ટફોન GT 50 Pro ને ડિઝાઇન અને પરફોર્મન્સ બંનેમાં સુધારાઓ
  • હાઇપરકાર-પ્રેરિત ડિઝાઈન સાથે આવશે
  • ટ્રિગર્સમાં 8 કસ્ટમ કંટ્રોલ્સ અને 10 લેવલની સેન્સિટિવિટી
જાહેરાત

હાલના અહેવાલો મુજબ , Infinix તેના નવા ગેમિંગ સ્માર્ટફોન GT 50 Pro ને ડિઝાઇન અને પરફોર્મન્સ બંનેમાં સુધારાઓ સાથે રજૂ કરવાની તૈયારીમાં છે .  લોન્ચ  પહેલા બહાર આવેલી લીક્સમાં ફોનની ડિઝાઇન , કંટ્રોલ ફીચર્સ અને થર્મલ મેનેજમેન્ટ સિસ્ટમ વિષે અગત્યની માહિતી સામે આવી છે . આ ડિવાઇસ બ્રાન્ડ્સની  હાલની ડિઝાઇન ભાષાને આગળ વધારતા ગેમિંગ યુઝર્સ માટે નવી સુવિધાઓ લાવશે એવી શક્યતા છે . BIS સર્ટિફિકેશન પર દેખાવા બાદ  તેનો ભારતીય લોન્ચ  પણ ટૂંક સમયમાં થવાની શક્યતા છે .  Infinix GT 50 Pro માં 50MP પ્રાથમિક કેમેરા અને 8MP અલ્ટ્રાવાઇડ લેન્સ સાથે ડયુઅલ કેમેરા સેટઅપ .

ગેમિંગ-ફોક્સ્ડ ડિઝાઈન અને નવી સુવિધાઓ 
નવા અહેવાલો મુજબ , Infinix GT 50 Pro હાઇપરકાર-પ્રેરિત ડિઝાઈન સાથે આવશે , જેમાં કેવલર જેવી ટેક્સચર અને તેની લાઇન્સ તેને પ્રીમિયમ લુક    આપશે  . ફોનના પાછળના ભાગમાં પારદર્શક " પાઈપલાઈન વિન્ડો " જોવા મળી શકે છે , જે તેની કૂલિંગ સિસ્ટમને દર્શાવે છે અને ડિવાઇસને અનોખો લુક આપે છે .

શોલ્ડર ટ્રિગર્સ અને કંટ્રોલ સુધારા 
ગેમિંગ અનુભવને વધુ સારી બનાવવા માટે , ફોનમાં ડયુઅલ પ્રેસર શોલ્ડર ટ્રિગર્સ આપવામાં આવી શકે છે . આ ટ્રિગર્સ અલગ અલગ દબાણને ઓળખી શકે છે અને સ્લાઈડિંગ ઇન્પુટ્સને પણ સપોર્ટ કરે છે , જેથી એક જ ક્લિકથી અનેક કામો કરી શકાય . તેઓ 3 મિલિયનથી વધુ પ્રેસને સપોર્ટ કરે છે અને 20ms કરતાં ઓછો સમય  આપે છે . આ ટ્રિગર્સમાં 8 કસ્ટમ કંટ્રોલ્સ અને 10 લેવલની સેન્સિટિવિટીનો વિકલ્પ પણ મળે છે .

infinix gt 50 pro gizmochina inline Infinix GT 50 Pro

Infinix GT 50 Pro leaked design sketch
Photo Credit: Gizmochina

અદ્યતન કૂલિંગ સિસ્ટમ 
ફોનમાં માઈક્રો પંપ લિકિવડ કૂલિંગ સિસ્ટમ હોઈ શકે છે , જેનો ડાયાફ્રેમ લગભગ 6,437 ચોરસ મીમી હશે . આ સિસ્ટમ લાંબા ગેમિંગ સેશન દરમિયાન ગરમીને  અસરકારક રીતે કંટ્રોલમાં રાખવા અને પરફોર્મન્સને સાચવી રાખવા માટે બનાવવામાં આવી છે . તે  ફોનમાં ગરમી ઉત્પન્ન કરનારને આવરી લે છે જેથી ઓવરહીટિંગને ઘટાડી શકાય છે .

MagCharge 2.0 
આ ફોનને સીધો પાવર પૂરો પાડશે અને બેટરીમાં ગરમીને ઘટાડશે , આ સિસ્ટમ 15W વાયરલેસ ચાર્જિંગ સાથે 12W TEC કૂલિંગ મિકેનિઝમ સપોર્ટ કરશે , જે ભારે ઉપયોગ  દરમિયાન ડિવાઇસને ઠંડુ રાખવામાં મદદરૂપ થશે .

સ્પેસિફિકેશન 
લીક્સ મુજબ , Infinix GT 50 Pro માં 50MP પ્રાથમિક કેમેરા અને 8MP અલ્ટ્રાવાઇડ લેન્સ સાથે ડયુઅલ કેમેરા સેટઅપ હોઈ શકે છે , જયારે આગળ 13MP  સેલ્ફી  કેમેરા આપવામાં આવી શકે છે . ફોનમાં 6.78 ઇંચની 144Hz 1.5K AMOLED ડિસ્પ્લે અને Media Tek Dimensity 8400 ultimate પ્રોસેસર મળવાની શક્યતા છે  .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Vivo X500 સિરીઝ વર્ષના અંતમાં થઈ શકે છે લોન્ચ , નવા Dimensity ચિપસેટ સાથે આવશે ફોન
  2. Vivo S- સિરીઝની ભારતમાં વાપસીની તૈયારી , Vivo S2 કેમેરા ફીચર્સ સાથે આવી શકે છે
  3. Google Gemini માં આવશે નવા કનેક્ટર્સ , સીધું Photoshop અને Canva કામ શક્ય બનશે
  4. Oppo Reno 16 અને Reno 16 Pro ના કેમેરા ફીચર્સ જાહેર , જુલાઈમાં ભારતમાં એન્ટ્રી શક્ય
  5. Xiaomi Smart Band 10 Pro માં AMOLED ડિસ્પ્લે અને એડવાન્સ હેલ્થ ટ્રેકિંગ ફીચર્સ
  6. Oppo Find X9s એન્ટ્રી સાથે ફ્લેગશિપ માર્કેટમાં વધ્યો મુકાબલો , 120Hz AMOLED ડિસ્પ્લે મળશે
  7. HMDનો નવો Vibe 2 5G સ્માર્ટફોન રૂપિયા 10,999ની શરૂઆત કિંમતમાં રજૂ
  8. Galaxy M47માં Snapdragon 6 Gen 3, 5000mAh બેટરી સાથે આવી શકે છે .
  9. Moto Buds 2 માં મળશે ANC , ડયુઅલ ડ્રાઈવર અને લાંબી બેટરી લાઈફ 
  10. OpenAI એ ChatGPT  માટે લોન્ચ કર્યું AI આધારિત ફાઇનાન્સ ડેશબોર્ડ 
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »