Infinix Note 60 Pro ના કલર અને ડિઝાઈન જાહેર , 144Hz ડિસ્પ્લે અને Snapdragon ચિપ સાથે

Infinix Note 60 Pro ભારતમાં Flipkart દ્રારા ખરીદી માટે ઉપલબ્ધ કરાશે

Infinix Note 60 Pro ના કલર અને ડિઝાઈન જાહેર , 144Hz ડિસ્પ્લે અને Snapdragon ચિપ સાથે

Photo Credit: Flipkart/ Infinix

Infinix Note 60 Pro માં 50 મેગાપિક્સલનો રિયર કેમેરા હોઈ શકે .

હાઇલાઇટ્સ
  • ભારતમાં 13 એપ્રિલે બપોરે 12 વાગ્યે લોન્ચ થશે
  • વેચાણ માટે તે Flipkart અને Infinixના ઓનલાઇન સ્ટોર પર ઉપલબ્ધ
  • ભારતમાં ત્રણ કલરમાં મળશે જે ડીપ ઓશન બ્લુ , મોચા બ્રાઉન અને સોલાર ઓરેન્જ
જાહેરાત

Infinix હવે તેનું નવું Infinix Note 60 Pro ભારતમાં લોન્ચ કરવા તૈયાર છે અને લોન્ચ પહેલા જ કંપનીએ તેની ડિઝાઇન અને કલર વિકલ્પોની વિગતો જાહેર કરી છે .આ ફોન માટેની માઈક્રોસાઇટ લાઈવ થતા તેની લુક અને કેટલીક મહત્વપૂર્ણ ખાસિયતો સામે આવી છે . આ હેન્ડસેટ પ્રીમિયમ ડિઝાઈન , નવા કેમેરા મોડયુલ અને આકર્ષક કલર ઓપ્શન સાથે આવશે . કંપનીએ આ વાતની પુષ્ટિ કરી છે કે આ ફોનમાં ડયુઅલ રિયર કેમેરા સેટઅપ મળશે અને તે સ્ટાઈલ તેમજ  પરફોર્મન્સ બંનેમાં સારો અનુભવ આપવાનો દાવો કરે છે . આ સ્માર્ટફોન પ્રીમિયમ લુક અને અપગ્રેડેડ ફીચર્સ સાથે મિડ-રેન્જ સેગમેન્ટમાં સ્પર્ધા વધારવાનો પ્રયાસ કરશે .

Infinix Note 60 Pro લોન્ચ અને ઉપલબ્ધતા :
Infinix Note 60 Pro ભારતમાં 13 એપ્રિલે બપોરે 12 વાગ્યે લોન્ચ થશે  અને વેચાણ માટે તે Flipkart અને Infinix ના ઓનલાઇન સ્ટોર પર ઉપલબ્ધ કરાશે .

આ ફોનમાં 6.78 ઇંચ 1.5K  LTPS AMOLED ડિસ્પ્લે અને 144Hz  રિફ્રેશ રેટ મળશે  આની સાથે આ ફોનમાં Snapdragon 7s Gen 4 ચિપસેટ આપવાની શક્યતા છે ,જે સ્મૂથ અને ફાસ્ટ એક્સપિરિયન્સ આપશે .

Infinix Note 60 Pro ડિઝાઈન અને કલર ઓપ્શન :
 હવે વાત કરીએ ડિઝાઈન અને કલર ઓપ્શનની  તો Infinix Note 60 Pro  ભારતમાં ત્રણ કલરમાં મળશે જે ડીપ ઓશન બ્લુ , મોચા બ્રાઉન અને સોલાર ઓરેન્જ . વૈશ્વિક મોડેલમાં વધારાના કલર ઉપલબ્ધ હોવા છતાં , ભારતમાં ઓછા વિકલ્પો મળશે . 

ફોનમાં ફ્લેટ બેક અને ફ્લેટ ફ્રેમ સાથે સ્લીક ડિઝાઈન છે . લંબચોરસ કેમેરા મોડયુલમાં ડયુઅલ કેમેરા અને LED ફ્લેશ સાથે એક્ટિવ મેટ્રિક્સ LED ડિસ્પ્લે પણ મળશે ,જે નોટિફિકેશન અને અન્ય માહિતી બતાવવા ઉપયોગી થઈ શકે છે .

Infinix Note 60 Pro કેમેરા અને બિલ્ડ :
હવે વાત કરીએ કેમેરા અને બિલ્ડની  તો  આ ફોનમાં 50MP "અલ્ટ્રા ક્લિયર " પ્રાથમિક કેમેરા OIS સાથે મળશે . જમણી બાજુએ પાવર અને વોલ્યુમ બટન સાથે એક વધારાનું બટન છે ,  જે Apple ના કેમેરા કંટ્રોલ ફીચરથી પ્રેરિત હોવાનું માનવામાં આવે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »