Infinix Note 60 Pro આવ્યો માર્કેટમાં : Snapdragon 7s Gen 4 , 90W ફાસ્ટ ચાર્જિંગ સાથે

Infinix Note 60 Pro ભારતમાં Flipkart અને Infinix India ઓનલાઇન સ્ટોર દ્રારા વેચાણ માટે ઉપલબ્ધ થશે

Infinix Note 60 Pro આવ્યો માર્કેટમાં : Snapdragon 7s Gen 4 ,  90W ફાસ્ટ ચાર્જિંગ સાથે

Photo Credit: Flipkart/ Infinix

Infinix Note 60 Pro માં 13 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે .

હાઇલાઇટ્સ
  • ભારતમાં Infinix Note 60 Pro ની શરૂઆતની કિંમત રૂપિયા 31,999
  • 6.78 ઇંચ 1.5K LTPS AMOLED ડિસ્પ્લે
  • ત્રણ કલર વિકલ્પો અને બે સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ
જાહેરાત

સોમવારે ભારતમાં ટેક કંપનીના નોટ 60 લાઇનઅપના પહેલા મોડેલ તરીકે Infinix Note 60 Pro લોન્ચ કરવામાં આવ્યો હતો . આ નવો સ્માર્ટફોન દેશમાં ઈ - કોમર્સ પ્લેટફોર્મ અને કંપનીના ઓનલાઇન સ્ટોર મારફતે ત્રણ કલર વિકલ્પો અને બે સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે . ફોનના પાછળના ભાગમાં એક્ટિવ મેટ્રિક્સ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે , જેમાં નોટિફિકેશન અને અન્ય માહિતી બતાવવા માટે LEDs છે . ફોનમાં 6.78 ઇંચ 1.5K AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 144Hz સુધીનો રિફ્રેશ રેટ આપે છે . આ સાથે , ઓક્ટા કોર Snapdragon 7 સિરીઝ ચિપસેટ  ફોનને પાવર આપે છે .

ભારતમાં Infinix Note 60 Pro ની કિંમત , ઉપલબ્ધતા 
ભારતમાં Infinix Note 60 Pro ની શરૂઆતની કિંમત રૂપિયા 31,999 છે , જે 8GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે છે . જયારે 8GB RAM + 256GB સ્ટોરેજ વાળો ટોપ વેરિઅન્ટ રૂપિયા 34,999માં ઉપલબ્ધ છે .

ગ્રાહકો SBI, ICICI, Yes Bank , Bank of Baroda અને IDFC બેંક કાર્ડ દ્રારા રૂપિયા 3000 સુધીનો ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે . ઉપરાંત કંપની 12 મહિના  સુધીનો નો- કોસ્ટ EMI વિકલ્પ પણ આપે છે .

આ સ્માર્ટફોન 20 એપ્રિલથી Flipkart અને Infinix ના ઓનલાઇન સ્ટોર પર વેચાણ માટે ઉપલબ્ધ થશે . આ ફોન Deep Ocean Blue , Mocha Brown અને Solar Orange  કલરમાં આવશે .

Infinix note 60 Pro infinix

Infinix Note 60 Pro સ્પેસિફિકેશન્સ 

Infinix Note 60 Pro  ડયુઅલ સિમ સપોર્ટ સાથે આવે છે અને Android 16 ના XOS 16 પર ચાલે છે . તેમાં 6.78 ઇંચ 1.5K LTPS AMOLED ડિસ્પ્લે છે , જે 144Hz રિફ્રેશ રેટ , 4,500nits પીક બ્રાઇટનેસ , 100% DCI - P3 કલર ગેમટ અને Gorilla Glass 7i પ્રોટેકશન આપે છે અને આ ફોન IP64 રેટિંગ સાથે આવે છે , એટલે કે ધૂળ અને પાણીના છાંટા સામે સુરક્ષિત છે .

ફોનમાં Qualcomm Snapdragon 7s Gen 4 ચિપસેટ આપવામાં આવ્યો છે . તેમાં 8GB LPDDR5 RAM અને 256GB સુધી UFS 2.2 સ્ટોરેજ મળે છે .

કેમેરાની વાત કરીએ તો, આ ફોનમાં 50MP પ્રાઈમરી કેમેરા અને 8MP અલ્ટ્રાવાઇડ કેમેરા છે , સેલ્ફી માટે 13MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે . ફોનમાં 4K 30fps સુધી વિડીયો રેકોર્ડિંગ સપોર્ટ કરે છે .

બેટરીની વાત કરીએ તો , તેમાં 6,500mAh બેટરી છે , જે 90W વાયર્ડ અને 30W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . ઉપરાંત 7.5W વાયર્ડ અને 5W વાયરલેસ  રિવર્સ ચાર્જિંગ પણ મળે છે .

કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE , Wi-Fi 6, Bluetooth 5.4 , USB Type - C, NFC અને GPS સપોર્ટ આપવામાં આવ્યો છે . સુરક્ષા માટે તેમાં ઈન- ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને  સાઈડ - માઉન્ટેડ હાર્ટ રેટ સેન્સર પણ આપવામાં આવ્યું છે .

આ ફોનનું વજન લગભગ 200 ગ્રામ છે અને તેની જાડાઈ 7.45mm છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. સ્વદેશી GAGAN ટેક્નોલોજીથી IndiGo જેટનુ લેન્ડિંગ , એવિએશન ક્ષેત્રમાં ભારતની મોટી સિદ્ધિ
  2. 6500mAh બેટરી અને 90W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવ્યો Infinix Note 60 Pro Pininfarina Edition
  3. આબોહવા પરિવર્તનની અસર AI ડેટા સેન્ટરો પર , નવી કુલિંગ ટેક્નોલોજી પર ભાર
  4. 52dB ANC અને 54 કલાક બેટરી સાથે આવ્યા OnePlus Nord Buds 4
  5. Nothing Phone 4b લોન્ચ પહેલા મોટો ખુલાસો Snapdragon પ્રોસેસર અને AI ફીચર્સની પુષ્ટિ
  6. Urtopiaની નવી Carbon Atom ઈ - બાઈક આવી , 90Nm ટોર્ક અને 8 સ્પીડ સિસ્ટમથી સજ્જ
  7. Amazon Prime Day 2026 શરૂ થવા તૈયાર , પ્રાઈમ સભ્યોને મળશે બેંક ઓફર્સ અને ખાસ બચત
  8. ફોલ્ડેબલ ફોન ખરીદવાનો મોકો ! Samsung Galaxy Z Flip 7 FE 5G ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ
  9. Vivo X500 Pro માં Dimensity 9600 pro ચિપસેટ મળવાની શક્યતા
  10. 0.7nm ચિપ સાથે IBMની મોટી સિદ્ધિ , વધુ ઝડપી અને ઊર્જા બચાવતી ટેક્નોલોજીનો દાવો
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »