Apple Anniversary Sale : પ્રીમિયમ ડિવાઇસિસ પર ભારે ડિસ્કાઉન્ટ અને કેશબેક

આ સેલમાં ગ્રાહકો 24 મહિના સુધી નો-કોસ્ટ EMI વિકલ્પ પણ મળે છે જેના હપ્તા રૂપિયા 3,413 થી શરૂ થાય છે

Apple Anniversary Sale : પ્રીમિયમ ડિવાઇસિસ પર ભારે ડિસ્કાઉન્ટ અને કેશબેક

Photo Credit: Gadget 360

iPhone 17 Pro Max ડિસ્કાઉન્ટ ઓફરમાં સામેલ છે .

હાઇલાઇટ્સ
  • Apple પોતાના 50 વર્ષ પુરા
  • ભારતમાં Imagine Store દ્રારા લિમિટેડ -ટાઈમ ઓફર્સ જાહેર કરવામાં આવી
  • iPhone , iPad અને Apple Watch જેવા પ્રોડક્ટ્સ પર ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ
જાહેરાત

Apple પોતાના 50 વર્ષ પુરા કરવાની ઉજવણી કરી રહ્યું છે અને આ ખાસ અવસરે ભારતમાં  Imagine Store દ્રારા લિમિટેડ -ટાઈમ ઓફર્સ જાહેર કરવામાં આવી છે . આ સેલમાં  iPhones , iPads અને Apple Watch જેવા  પ્રીમિયમ પ્રોડક્ટ્સ પર ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ , બેંક કેશબેક અને એક્સચેન્જ બોનસ પણ આપવામાં આવશે . જેના કારણે આ પ્રોડક્ટ્સની  કિંમતમાં પણ ઘટાળો થશે . આ ઓફર સાથે ગ્રાહકોને પ્રીમિયમ Apple ડિવાઇસિસ સસ્તા ભાવમાં ખરીદવાનો સારો મોકો મળ્યો છે . આ સેલમાં ગ્રાહકો 24 મહિના સુધી નો-કોસ્ટ EMI વિકલ્પ પણ મળે છે જેના હપ્તા રૂપિયા 3,413 થી શરૂ થાય છે 
 

આ સેલમાં સૌથી મોટો હાઈલાઈટ iPhone 17 Pro Max જે 256GB વેરિઅન્ટ માટેની કિંમત રૂપિયા 1,49,900 હોવા છતાં હવે તે 1,02,900 રૂપિયાની કિંમતે મળશે  . આ કિંમતમાં ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ , બેંક કેશબેક અને એક્સચેન્જ ઓફરનો સમાવેશ થાય છે . સાથે જ iPhone 17 Pro પણ 89,900 ની અસરકારક  કિંમતે ઉપલબ્ધ છે .

 iPhone 17 ના 256GB અને 512GB વેરિએન્ટ્સ પણ સેલમાં સામેલ છે . જ્યાં 256GB મોડેલની કિંમત રૂપિયા 37,900 અને 512GB મોડેલની કિંમત રૂપિયા  57,900 સુધી ઘટી ગયો છે . આ ઉપરાંત iPhone Air ના 256GB અને 512GB  મોડેલ્સ અનુક્રમે રૂપિયા 56,900 અને રૂપિયા 76,900 ની કિંમતે  ઉપલબ્ધ છે . ગ્રાહકો માટે 24 મહિના સુધી નો-કોસ્ટ EMI વિકલ્પ પણ આપવામાં આવ્યો છે , જેની શરૂઆત રૂપિયા 3,413 થી થાય છે .

ટેબ્લેટમાં જોઈએ તો આ ઓફર્સમાં iPad (11th  generation ) (128GB Wi-Fi ) હવે રૂપિયા 31,900 માં મળે છે , જયારે   Wi-Fi + Cellular મોડેલની કિંમત રૂપિયા 46,900 જેટલી થઈ છે . આ વધુ પ્રીમિયમ વિકલ્પ તરીકે iPad Pro (M5) ના 11 ઇંચના મોડેલની કિંમત રૂપિયા 94,900 અને 13 ઇંચના મોડેલની  કિંમત 1,24,900 સુધી ઘટાડી દેવામાં આવી છે .

જયારે સ્માર્ટવોચમાં Apple Watch Ultra 3 તમને 84,400 રૂપિયામાં મળી રહેશે અને Apple Watch  Series 11 રૂપિયા 43,400 અને  Apple Watch SE 3 રૂપિયા 22,900 ની  કિંમતે મળી રહેશે .

આ રીતે Appleના 50 વર્ષના અવસરે ગ્રાહકોને પ્રીમિયમ ડિવાઇસિસને ઓછા ભાવમાં ખરીદવાનો સારો મોકો મળ્યો છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. એક જ રિચાર્જમાં આખું વર્ષ ! Jio ના રૂપિયા 3,599 અને રૂપિયા 3,999 પ્લાનમાં મળે છે અનેક લાભો
  2. iPhone 17 Pro ખરીદવાની મોટી તક ! Flipkart સેલમાં મળી રહ્યો છે ભારે ડિસ્કાઉન્ટ
  3. 8000mAh બેટરીથી લઈને 144Hz ડિસ્પ્લે સુધી , Realme P4R 5G, OnePlus Nord CE6 Lite અને Poco M8 5Gની સરખામણી
  4. 200MP કેમેરા અને 7050mAh બેટરીવાળો Oppo Find X9 Ultra હવે ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ
  5. તત્કાલ ટિકિટ બુકિંગ થશે વધુ સરળ ? રેલવે મંત્રીએ નવી IRCTC વેબસાઈટ લોન્ચની કરી જાહેરાત
  6. હવે AI એજન્ટ કરશે ખરીદી અને પેમેન્ટ ! Pine Labsનું નવું P3P પ્રોટોકોલ લોન્ચ
  7. 27 જૂનનો મોટો ધમાકો : Tata Sierra EV એન્ટ્રી માટે તૈયાર , Creta Electricને આપશે કડક ટક્કર
  8. Samsung Galaxy S25 Edge અડધી કિંમતે ઉપલબ્ધ , ફ્લિપકાર્ટ સેલમાં મળી રહી છે મોટી ડીલ
  9. AI Soccer Mode સાથે Samsung Big TV લોન્ચ ઓફર , મફત ટીવી અને સાઉન્ડબાર જીતવાની તક
  10. Avatar AIનું નવું મોડેલ Varya ભારતીય સંદર્ભને વધુ સારી રીતે સમજી શકશે .
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »