iPhone 18 Pro સિરીઝમાં મળશે નાનો Dynamic Island અને લાંબી બેટરી લાઈફ

કંપની નવી સિરીઝના ફ્લેગશિપ મોડેલ્સ iPhone 18 Pro અને Pro Max માટે આકર્ષક કિંમત રાખી શકે છે .

iPhone 18 Pro સિરીઝમાં મળશે નાનો Dynamic Island અને લાંબી બેટરી લાઈફ

iPhone 18 Pro Max ની કિંમત જૂની પહેલાની સિરીઝ જેટલી જ હોવાનું કહેવાય છે .

હાઇલાઇટ્સ
  • iPhone 18 Proની શરૂઆતની કિંમત 1,099 ડોલર હોઈ શકે
  • લોન્ચિંગ પહેલા આ બંને સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ અંગે અનેક વિગતો સામે
  • iPhone 18 Pro Max માં 6.9 ઈંચનું ડિસ્પ્લે
જાહેરાત

iPhone 18  સિરીઝના લોન્ચને હવે ગણતરીના મહિના બાકી છે અને કંપની તેને વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં રજૂ કરી શકે છે . દર વર્ષની જેમ આ વખતે પણ Appleનું વધારે ધ્યાન Pro મોડેલ્સ પર રહેશે , જેમાં iPhone 18 Pro અને iPhone 18 Pro Maxનો સમાવેશ થાય છે . લોન્ચિંગ પહેલા આ બંને સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ અંગે અનેક વિગતો સામે આવી રહી છે , જેમાં ખાસ કરીને iPhone 18 Pro Max ની કિંમત અંગે મહત્વની માહિતી સામે આવી છે .  iPhone 18 Proની શરૂઆતની કિંમત 1,099 ડોલર હોઈ શકે છે .  iPhone 18 Pro 6.3 ઇંચ અને  iPhone 18 Pro Max માં 6.9 ઈંચનું ડિસ્પ્લે મળી શકે છે .

iPhone 18 Pro Max ની સંભવિત કિંમત :

રિપોર્ટ્સ અનુસાર , Apple નવી iPhone 18 Pro સિરીઝની કિંમતોને પહેલાની જનરેશન જેટલું જ રાખી શકે છે . લાઈવમિન્ટના અહેવાલ મુજબ , કંપની iPhone 18 Pro અને iPhone 18 Pro Max  માટે સ્પર્ધાત્મક કિંમતની વ્યૂહરચના અપનાવી શકે છે . બીજી તરફ , એક ટેક  નિષ્ણાંત  મિંગ - ચી કુઓનું માનવું  છે કે કિંમતો સ્થિર રાખવાથી Appleને સપ્લાય ચેઈન પરનો દબાણ ઘટાડવામાં અને બજારમાં વધુ હિસ્સો મેળવવામાં મદદ મળશે .

સંભવિત કિંમતોની વાત કરીએ તો  iPhone 18 Proની શરૂઆતની કિંમત 1,099 ડોલર હોઈ શકે છે , જે ભારતમાં અંદાજે રૂપિયા 1,05,000 જેટલી થાય છે . જયારે  iPhone 18 Pro Max ની શરૂઆતની કિંમત 1,199 ડોલર એટલે કે આશરે રૂપિયા 1,15,000 હોઈ શકે છે . સરખામણી કરીએ તો   iPhone 17 Pro ભારતમાં રૂપિયા 1,34,000 અને  iPhone 17 Pro Max રૂપિયા 1,49,000 ની શરૂઆતની કિંમતે લોન્ચ કરવામાં આવ્યા હતા .

 iPhone 18 Pro Max સંભવિત ફીચર્સ :

ફીચર્સની વાત કરીએ તો  iPhone 18 Pro 6.3 ઇંચ અને  iPhone 18 Pro Max માં 6.9 ઈંચનું ડિસ્પ્લે મળી શકે છે . આ વખતે સૌથી મોટો ફેરફાર Dynamic Islandમાં જોવા મળી શકે છે . રિપોર્ટ્સ મુજબ તેનું કદ લગભગ 35 ટકા સુધી નાનું કરવામાં આવી શકે છે . આ ઉપરાંત Face ID સિસ્ટમને ડિસ્પ્લેની અંદર જ ઇન્ટિગ્રેટ કરવામાં આવે તેવી શક્યતા છે .

નવી Pro સિરીઝમાં LTPO + ડિસ્પ્લે ટેક્નોલોજી આપવામાં આવી શકે છે , જે વધુ સારી પાવર ક્ષમતા અને લાંબી બેટરી લાઈફ આપશે . કુલ મળીને , iPhone 18 Pro અને Pro Max પહેલાની જનરેશન કરતાં વધુ અદ્યતન ડિઝાઈન , સુધારેલી ડિસ્પ્લે ટેક્નોલોજી અને વધુ સારી બેટરી  સાથે આવી શકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. iPhone 18 Pro સિરીઝમાં મળશે નાનો Dynamic Island અને લાંબી બેટરી લાઈફ
  2. AI ક્ષેત્રમાં ChatGPTનું વર્ચસ્વ યથાવત , છતાં Gemini અને Claudeથી વધી રહી છે સ્પર્ધા
  3. June Android Drop અપડેટ લોન્ચ , Quick Share અને Fasion Tool સહિત અનેક નવી સુવિધાઓ
  4. 5200 nits બ્રાઇટનેસ અને Dimensity 7450 ચિપસેટ સાથે આવ્યો Motorola Edge 2026
  5. Excel થી PDF બનાવવું હવે સરળ , જાણો Word , Adobe અને ઓનલાઈન ટૂલ્સની મદદથી રીત
  6. WhatsAppનું નવું સુરક્ષા ફીચર કૌભાંડથી બચાવશે , ડિવાઈસ પર જ થશે મેસેજનું વિશ્લેષણ
  7. 8000mAh બેટરી સાથે આવ્યું Portronics  Kinetics 8K, 5 કલાક સુધી આપશે પાવર બેકઅપ 
  8. નોકરી છોડ્યા બાદ EPFO માં Exit Date અપડેટ કરવી કેમ જરૂરી ? જાણો
  9. મચ્છરજન્ય રોગો સામે ગૂગલનો અનોખો પ્રયોગ , EPA સમક્ષ મંજૂરી માટે દરખાસ્ત
  10. Huawei Nova 16 Proમાં 100W ફાસ્ટ ચાર્જિંગ , LTPO OLED ડિસ્પ્લે અને AI ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »