Apple iPhone 18 Pro સિરીઝમાં લાવશે નવો લાલ શેડ અને મિની ડાયનેમિક આઇલેન્ડ ડિઝાઈન

iPhone 18 Pro લાઇનઅપ ગ્રે અને સિલ્વર વિકલ્પોમાં ગાઢ લાલ ફિનિશ સાથે આવશે .

Apple iPhone 18 Pro સિરીઝમાં લાવશે નવો લાલ શેડ અને મિની ડાયનેમિક આઇલેન્ડ ડિઝાઈન

Photo Credit: Gadgets 360

iPhone 17 Pro બ્લુ , ઓરેન્જ અને સિલ્વર કલરમાં લોન્ચ કરવામાં આવ્યો હતો .

હાઇલાઇટ્સ
  • iPhone 18 Pro માટે એક નવો ગાઢ લાલ કલર વિકલ્પ રજૂ
  • iPhone 18 Pro પહેલાના જનરેશન જેવો જ લંબચોરસ કેમેરા લેઆઉટ જાળવી રાખશે
  • Apple મિની ડાયનેમિક આઇલેન્ડ અને ડિસ્પ્લે નીચે Face ID જેવી નવી ડિઝાઈન પર
જાહેરાત

Apple આ વર્ષના અંતમાં તેના નવા ફ્લેગશિપ સ્માર્ટફોન્સ સાથે મોટી જાહેરાત કરવાની તૈયારીમાં છે ,  અહેવાલો અનુસાર , કંપની iPhone 18 Pro અને iPhone 18 Pro Max મોડેલ્સને એક અફવા મુજબ , બુક જેવી ખુલતી ફોલ્ડેબલ ફોન લોન્ચ કરી શકે છે .આ નવા ફોર્મ ફેક્ટર સાથે આગળ વધતા , કંપની ડિઝાઈન  અને કલર એમ બંને સેગમેન્ટમાં પ્રયોગો કરી રહી છે . પહેલાના iPhone SE (2022) માં જોવા મળેલો લાલ કલર વિકલ્પ ફરીથી રજૂ થવાની  શક્યતા  છે , જે હવે વધુ પ્રીમિયમ અને ગાઢ શેડમાં આવી શકે છે .

iPhone 18 Pro કલર વિકલ્પો 
લીક્સ અનુસાર iPhone 18 Pro માટે એક નવો ગાઢ લાલ કલર વિકલ્પ રજૂ થઈ શકે છે . એક જાણીતા ટિપસ્ટર Digital Chat Station દ્રારા શેર કરાયેલી  માહિતી મુજબ , આ કલર વધુ ડાર્ક અને રિચ દેખાવ આપશે . તેમણે એક રેન્ડર પણ શેર કર્યું છે , જેમાં આ હેન્ડસેટને આકર્ષક લાલ કલરમાં દર્શાવવામાં આવ્યો છે  . ટિપસ્ટરનો દાવો છે કે તેમણે આ પ્રોટોટાઇપને જોયો છે , પરંતુ કંપની તરફથી સત્તાવાર પુષ્ટિ માટે આપણે લોન્ચ ઇવેન્ટ સુધી રાહ જોવી પડશે .

iphone 18 pro deep red weibo dcs dcs

 iPhone  18 Pro લીક થયેલ રેન્ડર ગાઢ લાલ કલરમાં 
Photo Credit: Weibo/ Digital Chat Station

આનાથી પહેલાના કેટલાક લિક્સમા જાણવા મળ્યું હતું કે iPhone 18 Pro લાઇનઅપમાં ગ્રે અને સિલ્વર કલર વિકલ્પો સાથે આ ગાઢ લાલ કલર પણ ઉપલબ્ધ થઈ શકે છે . આ ઉપરાંત , Mark Gurmanએ પણ જણાવ્યું હતું કે એપલ આ નવા કલર વિકલ્પનું પરીક્ષણ કરી રહ્યું છે .

વાત કરીએ ડિઝાઈનની તો, કંપની કેટલાક નવા ફેરફારો પર કામ કરી રહી છે . અહેવાલો મુજબ , Apple બે અલગ અલગ ડિસ્પ્લે ડિઝાઈનનું પણ પરીક્ષણ કરી રહ્યું છે  . જેમાં એક હાલની ડિઝાઈન જેવું અને બીજો નાનું " મિની ડાયનેમિક આઇલેન્ડ " સાથે . આ નવી ડિઝાઈનમાં કેટલાક Face ID ઘટકો ડિસ્પ્લે નીચે  ખસેડવામાં આવી શકે છે , જે વધુ ક્લીન અને નવો દેખાવ આપશે . જોકે , કંપની હજુ સુધી અંતિમ નિર્ણય પર પહોંચી નથી અને A /B ટેસ્ટિંગ ચાલી રહ્યું છે .

કેમેરા ડિઝાઈનમાં મોટા ફેરફારોની શક્યતા ઓછી છે . iPhone 18 Pro પહેલાના જનરેશન જેવો જ લંબચોરસ કેમેરા લેઆઉટ જાળવી રાખશે . કુલ મળીને આ નવી સિરીઝ  ડિઝાઈન , કલર અને ટેક્નોલોજીમાં સુધારા સાથે આવી શકે છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »