નાના ડાયનેમિક આઇલેન્ડ અને A20 ચિપ સાથે આવી શકે છે iPhone 18 Pro

iPhone 18 Pro અને iPhone 18 Pro Max ના કલર વેરિઅન્ટ એક બીજાથી અલગ હોઈ શકે છે

નાના ડાયનેમિક આઇલેન્ડ અને A20 ચિપ સાથે આવી શકે છે iPhone 18 Pro

Photo Credit: X/@SonnyDickson

ડમી યુનિટ્સ દ્રારા iPhone 18 Pro ના કલર વેરિઅન્ટસ જાહેર કરવામાં આવ્યા છે .

હાઇલાઇટ્સ
  • , Apple સપ્ટેમ્બર 2026માં iPhone 18 Pro સિરીઝને લોન્ચ કરી શકે
  • iPhone 18 Pro માં Appleના A20 ચિપસેટ આપવામાં આવી શકે
  • iPhone18 Pro સિરીઝ Silver , Black , Light Blue અને Dark Cherry કલરમાં
જાહેરાત

Appleના આગામી ફ્લેગશિપ સ્માર્ટફોન iPhone 18 Pro ને લઈને નવા લીક્સ સામે આવ્યા છે . ફોનના ડિઝાઈન અને ફીચર્સ અંગે અગાઉથી અનેક માહિતી  બહાર  આવી ચૂકી છે , પરંતુ હવે તેના સંભવિત કલર વેરિઅન્ટસ પણ ચર્ચામાં આવ્યા છે . તાજેતરના લીક મુજબ , iPhone18 Pro  અને iPhone18 Pro Max  ચાર નવા કલરમાં બજારમાં આવી શકે છે .  iPhone 18 Pro અને iPhone 18 Pro Max ના કલર વેરિઅન્ટ એક બીજાથી અલગ હોઈ શકે છે .

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાણીતા લીકસ્ટર Sony Dickson દ્રારા શેર કરાયેલા ડમી યુનિટ્સમાં ફોનના જુદા જુદા કલર અને ડિઝાઈનની ઝલક પણ જોવા મળી છે . આ લીકથી સંકેત મળે છે કે Apple આ વખતે તેના પ્રો મોડેલ્સ માટે થોડા અલગ અને પ્રીમિયમ કલર વિકલ્પો રજૂ કરવાની તૈયારીમાં છે .


નવી લીક થયેલી માહિતી અનુસાર , iPhone 18 Pro  સિરીઝ Silver , Black , Light Blue અને Dark Cherry કલરમાં ઉપલબ્ધ થઈ શકે છે .ખાસ કરીને Dark  Cherry કલર સૌથી વધુ ધ્યાન આકર્ષી રહ્યો છે , કારણ કે Apple એ પહેલા ક્યારેય આ પ્રકારનો શેડ પોતાના iPhone Pro મોડેલમાં રજૂ કર્યો નથી . ઉપરાંત  , ઘણા વર્ષો બાદ કંપની શુદ્ધ Black કલરને ફરી રજૂ કરી શકે તેવી પણ ચર્ચા છે .

ડિઝાઈનની વાત કરીએ તો , પાછળના ભાગમાં કેમેરા સેટઅપ પહેલાની Pro સિરીઝ જેવો જ જોવા મળે છે . જોકે , કેમેરા મોડયુલ વધુ પહોળું અને પ્રીમિયમ  લુક સાથે આવશે તેવું માનવામાં આવે છે .

આ ફોનના ફ્રન્ટ ભાગમાં પણ મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળી શકે છે . રિપોર્ટ્સ અનુસાર , Apple ડાયનેમિક આઇલેન્ડનું કદ નોંધપાત્ર રીતે નાનું કરી શકે છે . તેના માટે કંપની Face ID સિસ્ટમના કેટલાક ભાગોને ડિસ્પ્લેની નીચે શિફ્ટ કરી શકે છે . જયારે સેલ્ફી કેમેરા અને Dot Projector ડાયનેમિક આઇલેન્ડમાં જ રહે તેવી શક્યતા છે  .

પરફોર્મન્સ માટે iPhone 18 Pro માં Appleના A20 ચિપસેટ આપવામાં આવી શકે છે . એવું કહેવામાં આવે છે કે આ ચિપ 2nm પ્રોસેસ ટેક્નોલોજી પર આધારિત  હશે , જે વધુ ઝડપ  અને પાવર આપશે .

અહેવાલો મુજબ , Apple સપ્ટેમ્બર 2026માં iPhone 18 Pro સિરીઝને લોન્ચ કરી શકે છે . જોકે કંપનીએ હજુ સુધી આ સ્માર્ટફોન સંબંધિત કોઈ સત્તાવાર  જાહેરાત કરી નથી . તેથી હાલમાં બહાર આવેલી તમામ વિગતોને લીક અને અટકળો તરીકે જ જોવી જોઈએ .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »