iPhone 18 Pro નવા ડાર્ક રેડ સહિત ત્રણ કલરમાં આવી શકે

ડાર્ક રેડ કલર લોન્ચ થાય, તો તે 2022 પછી પહેલી વખત લાલ iPhone કમબેક બની શકે

iPhone 18 Pro નવા ડાર્ક રેડ સહિત ત્રણ કલરમાં આવી શકે

Photo Credit: Gadget 360

iPhone 17 Pro મોડેલ કોસ્મિક ઓરેન્જ , ડીપ બ્લુ અને સિલ્વર શેડમાં આવશે .

હાઇલાઇટ્સ
  • iPhone 18 Pro લાઇનઅપ ગ્રે , સિલ્વર અને ડાર્ક રેડ કલરમાં આવી શકે
  • iPhone 18 Pro અને Pro Max મોડેલ્સમાં બ્લેક કલર વિકલ્પને દૂર રાખી શકે
  • iPhone 18 Pro માં નાનું પંચ હોલ કેમેરા કટઆઉટ જોવા મળી શકે
જાહેરાત

એક નવા લીક મુજબ , Apple તેની આગામી iPhone 18 Pro સીરીઝને નવા કલર વિકલ્પોમાં રજૂ કરી શકે છે . એક ટિપસ્ટરે શરૂઆતના રેન્ડર્સ સાથે અગત્યની વસ્તુઓ પણ શેર કરી છે , જે ડિઝાઇન પર સૌપ્રથમ નજર પડે છે . જોકે આ ઈમેજ સત્તાવાર નથી તે દર્શાવે છે કે લોન્ચ સમયે નવા પ્રો મોડેલ્સ કેવી રીતે  દેખાઈ શકે છે . Apple તરફથી હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી , પરંતુ આ લીક વર્ષના અંતેથી લોન્ચ પહેલા ચર્ચાઓને વધુ ફેલાય છે .  iPhone 18 Pro માં નાનું પંચ હોલ કેમેરા કટઆઉટ જોવા મળી શકે છે , જયારે અન્ય ફેરફારો ઓછા રહેવાની  અપેક્ષા છે

ગ્રે , સિલ્વર અને ડાર્ક રેડ 
ટિપસ્ટર WhyLab દ્રારા શેર કરાયેલા લીક અનુસાર ,  iPhone 18 Pro લાઇનઅપ ગ્રે , સિલ્વર અને ડાર્ક રેડ કલરમાં આવી શકે છે . પોસ્ટમાં એક અનઓફિશિયલ  રેન્ડર પણ સામેલ છે , જે આ કલર વિકલ્પો કેવી રીતે દેખાઈ શકે છે તેની ઝલક આપે છે .

ડાર્ક રેડ વેરિઅન્ટ ખાસ આકર્ષણ 
અહેવાલ મુજબ , ડાર્ક રેડ કલર ખાસ ધ્યાન ખેંચી શકે છે કારણ કે Apple એ છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રો મોડેલ્સમાં લાલ કલર ઓફર કર્યો નથી . પહેલાના અહેવાલોમાં Mark Gurman એ પણ સૂચવ્યું હતું કે કંપની લાલ કલર ઉપર પરીક્ષણ કરી રહી છે . નવા એલ્યુમિનિયમ યુનીબોડી ડિઝાઇનને કારણે કંપનીને બીજા કલર વિકલ્પો અજમાવવાની  તક મળી શકે છે .

જો આ ડાર્ક રેડ કલર લોન્ચ થાય, તો તે 2022 પછી પહેલી વખત લાલ iPhone કમબેક બની શકે છે , જયારે છેલ્લે iPhone SE (2022) માં આ રંગ જોવા મળ્યો  હતો .
 

iphone 18 pro whylab weibo inline iphone 18 pro

iPhone 18 Pro leaked renders in new colour options
Photo Credit: Weibo/@WHYLAB

બ્લેક કલર :
પહેલાના લીક્સ મુજબ , Apple  iPhone 18 Pro  અને Pro Max મોડેલ્સમાં બ્લેક કલર વિકલ્પને દૂર રાખી શકે છે .  iPhone 17 Pro સિરીઝમાં પણ બ્લેક કલર નહોતો અને તેના બદલે બ્લૂ  , ઓરેન્જ અને સિલ્વર જેવા વિકલ્પો આપવામાં આવ્યા હતા . ખાસ કરીને ચીન જેવા બજારોમાં ઓરેન્જ કલરની સારી માંગ હતી .

ડિઝાઈન અને સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો ,  iPhone 18 Pro માં નાનું પંચ હોલ કેમેરા કટઆઉટ જોવા મળી શકે છે , જયારે અન્ય ફેરફારો ઓછા રહેવાની  અપેક્ષા છે . આ સિરીઝમાં નવી 2nm A20 Pro ચિપ , 5,000mAhથી વધુ બેટરી અને સુધારેલ કેમેરા સિસ્ટમ મળી શકે છે .

હાલ માટે આ બધી માહિતી લીક્સ પર આધારિત છે , આ વિશેની કંપનીએ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Oppoના નવા વેરેબલ્સ આવ્યા બજારમાં : Enco Clip 2 અને Watch X3 Mini સાથે ફિટનેસ અને કમ્ફર્ટનો મિશ્રણ
  2. Redmi K90 Max માં Dimensity 9500 ચિપ , 100W ફાસ્ટ ચાર્જિંગ અને પ્રીમિયમ ફીચર્સ
  3. Vivo ના અનેક મોડેલમાં ભાવ વધારો , સ્માર્ટફોન બજારમાં વધતી કિંમતનો ટ્રેન્ડ
  4. Oppo Find X9s Pro આવ્યો માર્કેટમાં , પ્રીમિયમ ફીચર્સ અને મોટી બેટરી સાથે
  5. એક ક્લિકમાં બલ્ક અનસબ્સ્ક્રાઇબ : Gmail નું નવું ફિચે ઇનબોક્સ કરશે ક્લીન
  6. ગ્રામીણ વિસ્તારો માટે BSNL ની ખાસ ઓફર , સસ્તામાં ફાઈબર ઈન્ટરનેટ અને અનલિમિટેડ કોલિંગ
  7. બૂસ્ટર સફળતાપૂર્વક ઉતર્યો છતાં ઉપલા તબક્કાની ખામીથી સેટેલાઇટ ભ્રમણકક્ષામાં પહોંચી ન શક્યું
  8. હવે રીલ્સ સેવ કરવી થઈ ગઈ સરળ : તમારા ફોનમાં ડાઉનલોડ કરવાની સ્ટેપ બાય સ્ટેપ રીત
  9. Appleમાં મોટો બદલાવ : Tim Cook બાદ John Ternus સંભાળશે કમાન
  10. Motorola Razr 2026 અને Motorola Razr + 2026 સાથે નવી ફોલ્ડેબલ લાઇનઅપ ટૂંક સમયમાં લોન્ચ થવાની શક્યતા
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »