આગામી વર્ષે આવી રહેલા iPhone 18 સિરીઝમાં લોન્ચ થનારા ફોન અંગે અનેક ધારણા સામે આવી રહી છે. જેમાં, મુખ્ય બાબત એ છે કે, ટોપ ઓફ ધ લાઇન iPhone 18 Pro Max વધુ જાડો અને ભારે હોઈ શકે છે.
Photo Credit: Apple
iPhone 17 Pro Maxનું વજન વધીને 233 ગ્રામ થયું છે.
આગામી વર્ષે આવી રહેલા iPhone 18 સિરીઝમાં લોન્ચ થનારા ફોન અંગે અનેક ધારણા સામે આવી રહી છે. જેમાં, મુખ્ય બાબત એ છે કે, ટોપ ઓફ ધ લાઇન iPhone 18 Pro Max વધુ જાડો અને ભારે હોઈ શકે છે. iPhone 17 સિરીઝના લોન્ચિંગ પછી, રજૂ થનારો iPhone 18 Pro Max તરીકે ઓળખાતો હેન્ડસેટ iPhone 17 Pro Max કરતાં ભારે અને જાડો હશે, જેનું વજન 240 ગ્રામથી વધુ છે. જોકે, આ ફેરફારનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.iPhone 18 Pro Max સૌથી ભારે iPhone બનશે,iPhone 18 Pro Max વર્તમાન ફ્લેગશિપ મોડેલ કરતાં જાડું અને ભારે હશે. તેનું વજન 240 ગ્રામથી વધુ હોવાની ધારણા છે, જે તેને અત્યાર સુધીનો સૌથી ભારે iPhone બનાવશે, અગાઉ iPhone 14 Pro Max વજનદાર હતો અને તેનું વજન 240 ગ્રામ હતું.
ટાઇટેનિયમનો ઉપયોગ કરીને બનાવેલ iPhone 16 Pro Maxનું વજન 227 ગ્રામ હતું. Apple એ iPhone 17 Pro Maxમાં તેની બોડી એલ્યુમિનિયમ આપી તેમજ તેની બેટરી પણ મોટી હોવાથી વજનમાં વધારો થયો. હજુ સુધી આગામી વર્ષે આવનારા ફોનમાં બેટરી મોટી હશે કે કેમ તેની માહિતી હજુ સુધી બહાર આવી નથી પણ તે પણ તેના વજનમાં વધારાનું એક કારણ હોઈ શકે છે.
ફોનમાં અગાઉના iPhone 17 Pro અને iPhone 17 Pro Max ની જેમ સ્ટેનલેસ-સ્ટીલ વેપર ચેમ્બર કૂલિંગ સિસ્ટમ હોવાની પણ શક્યતા છે. iPhone 18 Pro મોડેલોમાં અપગ્રેડેડ ફોર્મ ફેક્ટર હશે. Apple કઈક અંશે ટ્રાન્સપરન્ટ બેક પેનલ સાથે આવશે. જેના કારણે તેમાં MagSafe ચાર્જિંગ કોઇલ જોઈ શકાશે.
iPhone 18 Pro પ્રો મોડેલ વેરિયેબલ એપરચરને સપોર્ટ કરે છે અને ફ્રન્ટ-ફેસિંગ કેમેરા માટે હોલ-પંચ કટઆઉટ ધરાવે છે. કંપની હાલમાં ફ્રન્ટ કેમેરા કટઆઉટને છુપાવવા માટે તેના પિલ-આકારના ડાયનેમિક આઇલેન્ડનો ઉપયોગ કરે છે. જો કે, અન્ય એક ધારણા છે કે, એપલ ડાયનેમિક આઇલેન્ડને સંપૂર્ણપણે દૂર કરવાને બદલે તેને થોડો નાનો બનાવશે.
જાહેરાત
જાહેરાત