રિયલમી તેના આગામી Realme Neo 8 સ્માર્ટફોનને ટૂંકમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ડિસેમ્બર 2024 માં રિયલમીએ Realme Neo 7 બજારમાં ઉતાર્યો હતો.
Photo Credit: Realme
Realme Neo 8માં 8000mAhથી વધુની સિલિકોન-કાર્બન બેટરી મળશે
રિયલમી તેના આગામી Realme Neo 8 સ્માર્ટફોનને ટૂંકમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.ડિસેમ્બર 2024 માં રિયલમીએ Realme Neo 7 બજારમાં ઉતાર્યો હતો. Realme Neo 8 ના કેટલાંક સ્પેસિફિકેશન્સ અને ફીચર્સની માહિતી જાણવા મળી રહી છે, તે પ્રમાણે 8,000mAh થી વધુની સિલિકોન-કાર્બન બેટરી રહેશે. આ સાથે તેમાં સ્નેપડ્રેગન ચિપ હોવાની શક્યતા છે. એક ટિપસ્ટરે આગામી ફોનની બેટરી ક્ષમતા, ચિપસેટ, કેમેરા અને ડિસ્પ્લે અંગેની વિગતો લીક કરી છે. જો સાચું હોય, તો Neo 8 તેના પુરોગામી કરતા બેટરી અને પ્રદર્શનની દ્રષ્ટિએ નોંધપાત્ર અપગ્રેડ ઓફર કરી શકે છે.ચીની માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ, વેઇબો પરની એક પોસ્ટમાં, ટિપસ્ટર ડિજિટલ ચેટ સ્ટેશન (ચાઇનીઝમાંથી અનુવાદિત) એ આગામી સ્માર્ટફોનના સ્પેસિફિકેશન્સ લીક કર્યા છે. ગિઝમોચીનાના એક અહેવાલ મુજબ, આ વિગતો Realme Neo 8 ની છે. જો આ સાચું હોય, તો હેન્ડસેટ Qualcomm ના Snapdragon 8 Gen 5 ચિપસેટ દ્વારા ઓપરેટ થશે અને તે, 8,000mAh થી વધુની સિલિકોન-કાર્બન બેટરી સાથે આવશે.
Realme Neo 8 માં 1.5K રિઝોલ્યુશન સાથે 6.78-ઇંચ LTPS ફ્લેટ ડિસ્પ્લે હોવાનું કહેવાય છે. હેન્ડસેટમાં 3D અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ હોઈ શકે છે. તેના રીઅર કેમેરામાં 50-મેગાપિક્સલનો પ્રાથમિક કેમેરા આપવામાં આવી શકે છે.
Realme Neo 8 ગયા વર્ષના Realme Neo 7 નો અનુગામી હોવાની અપેક્ષા છે, જે ડિસેમ્બર 2024 માં ચીનમાં લોન્ચ થયો હતો. આ ફોન 12GB રેમ અને 256GB સ્ટોરેજ ધરાવતા બેઝ વેરિઅન્ટ માટે CNY 2,099 (આશરે રૂ. 26,000) ની પ્રારંભિક કિંમત સાથે લોન્ચ થયો હતો. 16GB રેમ અને 1TB સ્ટોરેજવાળા ટોપ-એન્ડ વેરિઅન્ટની કિંમત CNY 3,299 (આશરે રૂ. 41,000) હતી.
Realme Neo 7 ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 9300+ ચિપસેટ દ્વારા સંચાલિત છે, જે 16GB સુધીની RAM અને 1TB સુધીની ઓનબોર્ડ સ્ટોરેજ સાથે જોડાયેલ છે. તે 12GB સુધીની વર્ચ્યુઅલ RAM વિસ્તરણને પણ સપોર્ટ કરે છે. 6.78-ઇંચ 8T LTPO ડિસ્પ્લે ધરાવતા આ ફોનમાં 1.5K (1,264x,2,780 પિક્સેલ્સ) રિઝોલ્યુશન, 120Hz સુધીનો રિફ્રેશ રેટ, 6,000nits પીક બ્રાઇટનેસ, 2,600Hz ટચ સેમ્પલિંગ રેટ અને 93.9 ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશિયો આવે છે.
ગયા વર્ષે રિલીઝ થયેલા Realme Neo 7 માં 7,000mAh બેટરી પણ છે, જે એક જ ચાર્જ પર 21 કલાક સુધીનો વિડિયો પ્લેબેક અને 14 કલાક સુધીનો વિડિયો કોલિંગ ઓફર કરે છે. તે 80W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. તે ધૂળ અને પાણી સામે સુરક્ષા અંગેનું IP68 + IP69 રેટિંગ ધરાવે છે.
ડ્યુઅલ કેમેરા સાથે આવતા Realme Neo 7 માં 50-મેગાપિક્સલનો પ્રાથમિક શૂટર અને 8-મેગાપિક્સલનો સેકન્ડરી વાઇડ-એંગલ સેન્સર છે. ફોનમાં 16-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે, જે હોલ-પંચ કેમેરા કટઆઉટમાં રાખવામાં આવ્યો છે. 7,700 ચોરસ મીમી VC હીટ ડિસીપેશન એરિયા પણ થર્મલ્સ જાળવવા માટે આપવામાં આવ્યો છે. સિક્યોરિટી માટે તેમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે.
જાહેરાત
જાહેરાત