Oppo Reno 15 ચીનમાં 17 નવેમ્બરે લોન્ચ કરાશે. તેનું ભારત સહિત વિશ્વભરમાં લોન્ચ ફેબ્રુઆરી 2026 દરમ્યાન થઈ શકે છે.
Photo Credit: Oppo
ઓપ્પો રેનો 15 સિરીઝ 17 નવેમ્બરે ચીનમાં લોન્ચ થશે
Oppo Reno 15 ચીનમાં 17 નવેમ્બરે લોન્ચ કરાશે. તેનું ભારત સહિત વિશ્વભરમાં લોન્ચ ફેબ્રુઆરી 2026 દરમ્યાન થઈ શકે છે. જે તેના ચીનમાં રજૂ કરાયેલા ફોન કરતા થોડું અલગ હોવાની શક્યતા છે. Oppo Reno 15 સિરીઝમાં Oppo Reno 15 અને Reno 15 Pro લોન્ચ કરાશે. ભારતમાં લોન્ચ સમયરેખા, તેમજ તેની કિંમત સહિતની માહિતી મળી રહી છે. જેને અમે આજે રજૂ કરીશું. ઓપ્પો રેનો 15 સિરીઝ ફેબ્રુઆરી 2026 સુધીમાં ભારત અને અન્ય વૈશ્વિક બજારોમાં લોન્ચ થવાની ધારણા છે. તેની કિંમત હજુ સુધી જાહેર કરાઈ નથી પણ, તેના બેઝ મોડલની કિંમત લગભગ રૂ. 43,000 હોવાની શક્યતા છે, જે તેને ઉચ્ચ મધ્યમ-રેન્જ સેગમેન્ટમાં સ્થાન આપે છે.ઓપ્પો રેનો 15 ના સ્પેસિફિકેશન્સ (અંદાજિત)ઓપ્પો રેનો 15 ના ગ્લોબલ વેરિઅન્ટમાં મીડિયાટેક ડાયમેન્સિટી 8450 SoC ને બદલે ક્વોલકોમના સ્નેપડ્રેગન 7 જેન 4 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવશે. તેનો ઉપયોગ ચીનના વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે તેવી અપેક્ષા છે. આ હેન્ડસેટ એન્ડ્રોઇડ 16 -આધારિત ColorOS 16 સાથે આવી શકે છે.
Oppo Reno 15 માં 6,500mAh ની મોટી બેટરી હોઈ શકે છે, જે 80W વાયર્ડ SuperVOOC ચાર્જિંગ માટે સપોર્ટ સાથે છે.
ઓપ્પો રેનો 15 માં 1.5K રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ સાથે 6.59 ઇંચ OLED ડિસ્પ્લે હોવાની અપેક્ષા છે. તેની પેનલ અગાઉના મોડેલ જેવી જ રહેશે. પરંતુ ક્લીનર લુક માટે પાતળા બેઝલ્સ સાથે આવી શકે છે. અન્ય સુવિધાઓમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, તેમજ Wi-Fi 7 અને NFC કનેક્ટિવિટી સાથે આવશે.
ઓપ્પો રેનો 15 માં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ રહેશે. જેમાં 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા, 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ શૂટર અને 3.5x ઓપ્ટિકલ ઝૂમ સાથે 50 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરાનો સમાવેશ થાય છે. સેલ્ફી અને વિડીયો કોલ માટે 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. ટિપસ્ટર દાવો કરે છે કે ઓપ્પો હાર્ડવેરમાં વધુ ફેરફારોને બદલે વધુ સારી કેમેરા ફ્લેક્સિબિલિટી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
ચીનમાં, રેનો 15 ત્રણ કલર સ્ટારલાઇટ બો, ઓરોરા બ્લુ અને કેનેલ બ્રાઉનમાં મળશે. તેમાં 5 રેમ અને સ્ટોરેજ વિકલ્પોમાં આવી શકે જેમાં, 12GB+256GB, 12GB+512GB, 16GB+256GB, 16GB+512GB અને 16GB+1TB. દરમિયાન, રેનો 15 પ્રોને પણ સ્ટારલાઇટ બો અને કેનેલ બ્રાઉન કલરમાં ઓફર કરાશે તેની સાથે તે હની ગોલ્ડ કલરમાં પણ મળશે. તેમાં, રેમ અને સ્ટોરેજમાં 12GB+256GB, 12GB+512GB, 16GB+512GB, અને 16GB+1TB એમ ચાર વિકલ્પ મળશે.
જાહેરાત
જાહેરાત