itel એ ભારતમાં લોકપ્રિય સ્માર્ટફોન itel A90 Limited Editionનું નવું 128GB સ્ટોરેજ મોડેલ લોન્ચ કર્યું છે.
itel એ ભારતમાં A90 લિમિટેડ એડિશનનું 128GB વેરિઅન્ટ લોન્ચ કર્યું છે.
itel એ ભારતમાં લોકપ્રિય સ્માર્ટફોન itel A90 Limited Editionનું નવું 128GB સ્ટોરેજ મોડેલ લોન્ચ કર્યું છે. કંપનીએ તેની કિંમત માત્ર રૂ. 7,299 રાખી છે. જેઓ ઓછા ખર્ચમાં વધુ સ્ટોરેજ, ઉત્તમ પરફોરમેન્સ અને મજબૂત ડિઝાઇન મેળવવા માંગતા હોય તેમણે માટે આ એક સારો વિકલ્પ બની રહેશે. કંપનીએ આ વર્ષે મે મહિનામાં Itel A90 લોન્ચ કર્યું હતું જેની કિંમત 6,499 રૂપિયા હતી. Itel A90 લિમિટેડ એડિશનમાં રેગ્યુલર મોડેલ જેવી જ સુવિધાઓ હશે. ફોનમાં કંપનીનું 3P પ્રોમિસ (ડસ્ટ પ્રોટેક્શન, વોટર પ્રોટેક્સન અને ડ્રોપ પ્રોટેક્શન) IP54 રેટિંગનો સપોર્ટ મળશે. આઇટેલ A90 લિમિટેડ એડિશન 128GB ની કિંમત રૂ. 7,299 છે. તે સ્પેસ ટાઇટેનિયમ, સ્ટારલિટ બ્લેક અને ઓરોરા બ્લુ રંગમાં ભારતભરના રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે અને 100 દિવસની અંદર મફત સ્ક્રીન રિપ્લેસમેન્ટનો સમાવેશ થાય છે.
itel A90 લિમિટેડ એડિશનની ડિઝાઇન સિરીઝના ફોન જેવી જ છે પણ તે MIL-STD-810H મિલિટરી ગ્રેડ પ્રોટેક્શન સાથે લોન્ચ થયું છે. તે 2.2GHz ઓક્ટા-કોર UNISOC T7100 પ્રોસેસર
પ્રોસેસર દ્વારા સંચાલિત છે અને તેમાં.6-ઇંચ HD+ ડિસ્પ્લે આપવામાં આવ્યો છે તેનો રિફ્રેશ રેટ 90Hz અને, 180Hz ટચ સેમ્પલિંગ, 480 નિટ્સ બ્રાઇટનેસ, DTS-સંચાલિત સાઉન્ડ સાથે આવે છે. તે Android 14 Go Edition પર ચાલે છે.
તેમાં, 5000mAh લિથિયમ-આયન બેટરી આપવામાં આવી છે. જે 10W ઇન-બોક્સ ચાર્જર, 15W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે
ઓલવેઝ-ઓન ડિસ્પ્લે અને ડાયનેમિક બાર ચાલુ કાર્યોમાં વિક્ષેપ પાડ્યા વિના બેટરી સ્ટેટસ, કોલ્સ અને નોટિફિકેશન દર્શાવશે. આ ફોનમાં 13MP રીઅર કેમેરા છે જેમાં એડવાન્સ્ડ ઇમેજ પ્રોસેસિંગ અને સ્લાઇડિંગ ઝૂમ બટન છે જે એક હાથે ઝૂમિંગ અને ઝડપી સ્નેપશોટને સક્ષમ કરે છે. ફ્રન્ટ કેમેરા 8MPના છે. રેમ અને સ્ટોરેજની વાત કરીએ તો તેમાં, કુલ 12GB (4GB RAM + 8GB વર્ચ્યુઅલ રેમ), 128GB ઇન્ટરનલ સ્ટોરેજ, માઇક્રોએસડી દ્વારા 2TB સુધી વધારી શકાય છે. માઇક્રોએસડી સ્લોટ સાથે ડ્યુઅલ નેનો સિમ સાથે ફોન 4G VoLTE, Wi-Fi 802.11ac, બ્લૂટૂથ 5, GPS/GLONASS/Beidou કનેક્ટિવિટી સપોર્ટ કરે છે.
તે Realme C61, Lava Yuva 5G અને Infinix Smart 10 જેવા બજેટ સ્માર્ટફોન સાથે સ્પર્ધા કરી શકે છે.
જાહેરાત
જાહેરાત