Apple iPhone 18 Pro માટે બે ડિસ્પ્લે વિકલ્પ અજમાવે છે , કેમેરા ડિઝાઈન લગભગ યથાવત

Apple પહેલાના મોડેલ કરતા iPhone 18 Pro માં Dynamic Islandનું કદ લગભગ 35 ટકા ઘટાડી શકે છે

Apple iPhone 18 Pro માટે બે ડિસ્પ્લે વિકલ્પ અજમાવે છે , કેમેરા ડિઝાઈન લગભગ યથાવત

Photo Credit: Gadget 360

Apple ના પહેલા લોન્ચ પછી તે સતત iPhoneની લાઇનઅપમાં Dynamic Islandનું કદ ઘટાડયું છે

હાઇલાઇટ્સ
  • નવી iPhone 18 series સાથે પહેલી ફોલ્ડેબલ iPhone રજૂ
  • iPhone 18 Pro માટે બે અલગ ડિસ્પ્લે ડિઝાઈનનું ટેસ્ટિંગ કરી રહી
  • Apple Dynamic Island ને ફરીથી ડિઝાઈન કરી રહ્યું
જાહેરાત

આ વર્ષના અંત સુધીમાં Apple તેની નવી iPhone 18 series સાથે પહેલી ફોલ્ડેબલ iPhone રજૂ કરે તેવી ચર્ચા છે . Apple તેની આવનારી iPhone 18 Pro માટે બે અલગ અલગ ડિસ્પ્લે ડિઝાઈન ટેસ્ટ કરી રહ્યું છે , જેમાં નાનો Dynamic Island મુખ્ય આકર્ષણ બની શકે છે . લીક્સ મુજબ તેનું કદ લગભગ 35 ટકા ઓછું થઈ શકે છે . હાલના અહેવાલો મુજબ ભલે હાર્ડવેરમાં સુધારા જોવા મળે , પરંતુ ડિઝાઈન મામલે તે iPhone 17 Pro જેટલો મોટો ફેરફાર ન લાવી શકે . તેમ છતાં , નવા લીક્સ દર્શાવે છે કે કંપની આગળ અને પાછળ બંને ડિઝાઈનમાં કેટલાક બદલાવ અજમાવી રહી છે .  

વીબો પર જાણીતા ટિપસ્ટર Digital Chat Station અનુસાર , Apple હાલમાં iPhone 18 Pro માટે બે અલગ ડિસ્પ્લે ડિઝાઈનનું ટેસ્ટિંગ કરી રહી છે . એક વિકલ્પમાં  હાલનું સ્ક્રીન મોલ્ડ જાળવવામાં આવે છે , જયારે બીજા વિકલ્પમાં નાનું " મિની Dynamic Island " આપવામાં આવે છે . આ માટે કેટલાક Face ID કોમ્પોનેન્ટ્સ ડિસ્પ્લે નીચે ખસેડવામાં આવી શકે છે .

પહેલાના લીક્સ મુજબ , આ નવું Dynamic Island કદમાં લગભગ 35 ટકા સુધી નાનું થઈ શકે છે . જો Apple આ ડિઝાઈન અપનાવે , તો યુઝર્સને વધુ સ્ક્રીન  સ્પેસ અને ક્લીન લુક મળી શકે છે . જોકે , કંપની હજુ સુધી કોઈ છેલ્લા નિર્ણય પર પહોંચી નથી અને બંને વિકલ્પ વચ્ચે A /B  ટેસ્ટિંગ ચાલી રહ્યું છે .

આ ફોનની પાછળની ડિઝાઈન બાબતે , મોટો ફેરફાર થવાની શક્યતા ઓછી છે . iPhone 18 Proમાં અગાઉની જેમ જ લંબચોરસ કેમેરા મોડયુલ જોવા મળી શકે છે . તેમ છતાં , મટિરિયલ અને ફિનિશમાં નાના સુધારા , તેમજ નવા કલર વિકલ્પો રજૂ થઈ શકે છે .

આ માહિતી પહેલાના Mark Gurman દ્રારા આપવામાં આવેલા અહેવાલોને પણ સપોર્ટ કરે છે , જેમાં જણાવાયું હતું કે Apple Dynamic Island ને ફરીથી  ડિઝાઈન કરી  રહ્યું છે અને તેનું કદ ઘટાડશે .

Dynamic Island ફીચર પ્રથમ વખત iPhone 14 Pro સાથે રજૂ થયું હતું , જેમાં પહેલાના notchને બદલીને નવું ઇન્ટરેક્ટિવ કટઆઉટ આપવામાં આવ્યું હતું  . હવે Apple તેને વધુ કોમ્પેક્ટ બનાવવા તરફ આગળ વધી રહ્યું છે , જે આગામી iphone અનુભવને વધુ પ્રીમિયમ બનાવી શકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. તું યા મેં : મગર વચ્ચે ફસાયેલા કપલની અસ્તિત્વ માટેની રોમાંચક લડાઈ
  2. કધલ રીસેટ રિપીટ : યાદશક્તિ ગુમાવેલી ગાયિકાની અનોખી પ્રેમકથા
  3. નીલાવે ફિલ્મ હવે ETV પર , પ્રેમ અને સ્વ શોધની અનોખી કહાની
  4. Apple iPhone 18 Pro માટે બે ડિસ્પ્લે વિકલ્પ અજમાવે છે , કેમેરા ડિઝાઈન લગભગ યથાવત
  5. લંડનમાં યોજાઈ શકે Samsung ઇવેન્ટ , Galaxy Z Fold 8 Wide સાથે S Pen સપોર્ટની ચર્ચા
  6. Motorola નું ટેબ્લેટ Moto Pad (2026) આવ્યું , Moto Pad 60 Neo રિબ્રાન્ડેડ વર્ઝન
  7. iPhone Air 2 લોન્ચ સમયરેખા પર નવી માહિતી , 2027ની અફવા ખોટી સાબિત ?
  8. Moto G Stylus (2026) લોન્ચ : બિલ્ટ ઈન સ્ટાઈલસ અને 5200mAh બેટરી સાથે આવ્યો નવો સ્માર્ટફોન
  9. Vivo T5 Pro 5G માં Snapdragon 7s Gen 4 અને 9,020mAh બેટરી મળવાની શક્યતા
  10. Oppo Watch X3 Mini લોન્ચ પહેલા ટીઝ ; 7 દિવસની બેટરી અને સ્માર્ટ ફીચર્સની ખાતરી
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »