Apple iPhone 20માં પિલ શેપ કટઆઉટ જાળવી શકે , નવી લીકમાં મોટો ખુલાસો

Apple 2027માં આઈફોન સિરીઝની 20મી વર્ષગાંઠ પર iPhone 20 લોન્ચ કરશે

Apple iPhone 20માં પિલ શેપ કટઆઉટ જાળવી શકે , નવી લીકમાં મોટો ખુલાસો

Apple સામાન્ય રીતે તેના નવા ફોનને સપ્ટેમ્બરમાં જાહેર કરે છે .

હાઇલાઇટ્સ
  • Apple iPhone 20 સાથે ફૂલ સ્ક્રીન ડિસ્પ્લે લાવવાની તૈયારીમાં
  • Apple 2027માં iPhone 20 લોન્ચ કરીને આઈફોનની 20મી વર્ષગાંઠ ઉજવશે
  • Apple સામાન્ય રીતે તેના નવા ફોનને સપ્ટેમ્બરમાં જાહેર કરે
જાહેરાત

Apple આવનારા વર્ષોમાં iPhoneની 20મી વર્ષગાંઠ પર iPhone 20 લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે . આની શરૂઆતમાં કેટલીક અફવાઓ હતી કે આ નવો  આઈફોન પૂરો ફૂલ સ્ક્રીન ડિઝાઇન સાથે આવશે , એટલે કે  સ્ક્રીન પર કોઈ પણ કટઆઉટ નહીં હોય અને સેલ્ફી કેમેરા સ્ક્રીનની અંદર જ મુકવામાં આવશે  પરંતુ નવી લીક્સ મુજબ આવું થવાની શક્યતા બહુ ઓછી લાગે  છે . Apple iPhone 20 સાથે ફૂલ સ્ક્રીન ડિસ્પ્લે લાવવાની તૈયારીમાં છે , પરંતુ અંડર ડિસ્પ્લે કેમેરા ટેક્નોલોજીમાં  મુશ્કેઓને કારણે આ પ્લાનમાં વિલંબ થઇ શકે છે .  નવી લીક મુજબ , નવા મોડેલમાં હાલની જેમ પિલ - શેપ કટઆઉટ જ જોવા મળી શકે છે .

ચીનમાંથી આવેલા એક લીક્સ મુજબ , કંપનીને અંડર-ડિસ્પ્લે કેમેરા ટેક્નોલોજી વિકસાવવામાં કેટલીક મુશ્કેલીઓ આવી રહી છે . તેથી iPhone 20માં  પુરી રીતે ફૂલ સ્ક્રીન ડિસ્પ્લે મળવાની  શક્યતા નથી . તેના બદલે , અત્યારના જ મોડેલ જેવી સ્ક્રેઈનની  ઉપર નાનું ગોળી આકારનું (પિલ શેપ )સેલ્ફી કેમેરા કટઆઉટ જોવા મળી શકે છે .

fixed focus digital weibo Apple

Photo Credit: Weibo

પહેલા એવી પણ ચર્ચા ચાલતી હતી કે Apple તેના નવા આઇફોનમાં કેમેરા કટઆઉટને  પુરી રીતે દૂર કરશે . પરંતુ નવી માહિતી મુજબ કંપની આ જુના ડિઝાઇનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા માંગતી નથી .Apple એ iPhone 14 Pro સાથે "Dynamic Island " નામની પિલ શેપ ડિઝાઇન રજૂ કરવામાં આવી હતી અને આ ડિઝાઇન આગળ પણ ચાલુ રહી શકે છે .

બીજી બાજુ આવી અપેક્ષા પણ છે કે Apple પહેલા iPhone 18 Pro સિરીઝમાં અંડર ડિસ્પ્લે Face ID લાવી શકે છે . આથી સ્ક્રેન પરનો કટઆઉટ થોડો નેનો થઇ  શકે છે , જે ભવિષ્યમાં સંપૂર્ણ ફૂલ સ્ક્રીન ડિઝાઇન તરફ એક પગલું ગણાશે .

રિપોર્ટનું કહેવું છે કે Apple 2027માં iPhone 20 લોન્ચ કરીને આઈફોનની 20મી વર્ષગાંઠ ઉજવશે . આ મોડેલ સામાન્ય સપ્ટેમ્બર લોન્ચની બદલે વર્ષના શરૂઆતમાં  આવી શકે છે . સાથે જ , વર્ષના બીજા ભાગમાં iPhone 20 Pro અને Pro Max વર્ઝન પણ લોન્ચ થવાની સંભાવના છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Samsung Galaxy A27 5Gની સેલ શરૂ , 6 વર્ષ સુધી મળશે OS અપડેટ અને 5,000mAh બેટરી
  2. AIની વધતી વીજ જરૂરિયાત માટે ગાયના છાણમાંથી બનતી ગેસ બની શકે છે મોટો વિકલ્પ
  3. Realme P3 Ultra 5G પર બેંક અને એક્સચેન્જ ઓફરની ધમાકેદાર તક , જાણો નવી કિંમત
  4. Samsung Galaxy A36 5G હવે બેંક ઓફર સાથે રૂપિયા 25,174માં ખરીદવાની તક
  5. Appleના આગામી iPhone Air 2 ને લઈને નવા ખુલાસા , A20 ચિપ સહિત અનેક અપગ્રેડની ચર્ચા
  6. 6000mAh બેટરી અને 50MP કેમેરાવાળો Samsung Galaxy F70e 5G ભારે ડિસ્કાઉન્ટમાં ઉપલબ્ધ
  7. Vivoના બે નવા 5G ફોનની એન્ટ્રી , Snapdragon 4 Gen 2 સાથે મળશે 44W ફાસ્ટ ચાર્જિંગ
  8. બાંગ્લાદેશ બનશે રિજનલ ઈન્ટરનેટ હબ ? સ્ટારલિંકને મળી અનફિલ્ટર્ડ IP ટ્રાન્ઝિટ સર્વિસની મંજૂરી
  9. ગુજરાત માટે મોટી સિદ્ધિ : સાણંદની CG SEMI OSAT ફેસીલિટીમાં વ્યવસાયિક ઉત્પાદનનો પ્રારંભ
  10. 50MP કેમેરા અને Snapdragon 8 Elite સાથેનો OnePlus 13s ડિસ્કાઉન્ટમાં ઉપલબ્ધ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »