iPhone 18 Pro અને iPhone 18 Pro Max સપ્ટેમ્બરમાં લોન્ચ થશે પરંતુ iPhone Fold માટે થોડી રાહ જોવી પડશે
Photo Credit: Samsung
Appleનું પહેલું Foldable Galaxy Z Fold 7 અને Pixel 10 Pro Fold એ સ્માર્ટફોનથી અલગ છે .
Apple નો પહેલો ફોલ્ડેબલ iPhone લાંબા સમયથી ચર્ચામાં છે અને નવા અહેવાલો મુજબ તે આ વર્ષે લોન્ચ થવાની શક્યતા છે . શરૂઆતમાં માનવામાં આવતું હતું કે આ ડિવાઇસ iPhone 18 Pro અને iPhone 18 Pro Max સાથે સપ્ટેમ્બરમાં રજૂ થશે , પરંતુ હવે નવી માહિતી મુજબ તેનો રિલીઝ થોડો મોડો થઈ શકે છે . Mark Gurman મુજબ , Appleનો ફોલ્ડેબલ iPhone સપ્ટેમ્બર ઇવેન્ટમાં રજૂ થઈ શકે છે , પરંતુ હકીકતમાં તેની ઉપલબ્ધતા થોડા અઠવાડિયા કે મહિના પછી શરૂ થશે . તેમના જણાવ્યા મુજબ , ફોલ્ડેબલ સ્માર્ટફોન બનાવવું ટેક્નોલોજીકલી ખુબ જ જટિલ છે , ખાસ કરીને તેની ડિસ્પ્લે ટેક્નોલોજી બજારમાં સૌથી નવીનતમ અને મુશ્કેલ માનવામાં આવે છે . Apple જયારે નવી ડિઝાઇન કે ફોર્મ ફેક્ટર લાવે છે .
iPhone લોન્ચ સ્ટ્રેટેજી :
અહેવાલો મુજબ , Apple હવે iPhone લોન્ચને બે ભાગમાં વહેંચી શકે છે . સપ્ટેમ્બરમાં Pro મોડેલ લોન્ચ કર્યા બાદ , બાકીના મોડેલ જેમ કે સ્ટાન્ડર્ડ iPhone 18 , Air અને iPhone 18e આગામી દિવસોમાં આવી શકે છે .
ડિઝાઇન અને ડિસ્પ્લે :
આ ફોલ્ડેબલ iPhone બુક-સ્ટાઇલ ડિઝાઇન સાથે આવશે , જેમાં 7.8 ઇંચની આંતરિક ડિસ્પ્લે અને 5.5 ઇંચની બહારની સ્ક્રીન મળશે . આ ડિવાઇસ Samsung Galaxy Z Fold 7 અને Google Pixel 10 Pro Fold જેવા સ્માર્ટફોનથી અલગ અને વધુ પ્રીમિયમ અનુભવ આપી શકે છે . તેમાં ડયુઅલ રિયર અને ફ્રન્ટ કેમેરા સેટઅપ તેમજ પાવર બટનમાં Touch ID સેન્સર આપવામાં આવી શકે છે .
કિંમત :
ફોલ્ડેબલ iPhoneમાં નવી પેઢીની 2nm A20 Pro chip અને Apple નો C2 મોડેમ આપવામાં આવી શકે છે . કિંમતની વાત કરીએ તો , આ ડિવાઇસ ખૂબ પ્રીમિયમ સેગમેન્ટમાં રહેશે . ચીનમાં આ ફોનની કિંમત લગભગ 2.14 લાખ રૂપિયા અને અમેરિકામાં આ ફોન લગભગ 1.84 લાખ રૂપિયા હોઈ શકે છે .
Appleનો પહેલો Foldable iPhone સપ્ટેમ્બરમાં iPhone 18 Pro સિરીઝ સાથે રજૂ થવાની શક્યતા છે , પરંતુ તેની ઉપલબ્ધતા થોડા સમય પછી શરૂ થઈ શકે છે . 7.8 ઇંચની ડિસ્પ્લે મળે છે .
જાહેરાત
જાહેરાત
Sony Raises PlayStation 5, PlayStation 5 Pro and PlayStation Portal Prices Globally