iQOO Z11ની એન્ટ્રીની તારીખ જાહેર , 165Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે નવો ફોન

આ સ્માર્ટફોનમાં કર્વ્ડ રિયર પેનલ અને 3D કર્વ્ડ ડિસ્પ્લે મળશે . iQOO Z11માં ડયુઅલ રિયર કેમેરા સેટઅપ હશે

iQOO Z11ની એન્ટ્રીની તારીખ જાહેર , 165Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે નવો ફોન

Photo Credit: iQOO

iQOO Z11માં ડયુઅલ રિયર કેમેરા સેટઅપ હશે

હાઇલાઇટ્સ
  • ચીનના વેરિઅન્ટમાં 6.83 ઇંચની AMOLED ડિસ્પ્લે
  • iQOO Z11 Lite સ્માર્ટફોન ગયા મહિને ભારતમાં લોન્ચ થયો હતો
  • ફોનમાં OIS સપોર્ટ સાથે 50MPનો મુખ્ય કેમેરા અને 2MPનો ડેપ્થ સેન્સર
જાહેરાત

ચીની સ્માર્ટફોન કંપની Vivoની સબ - બ્રાન્ડ iQOO ટૂંક સમયમાં ભારતમાં તેનો નવો સ્માર્ટફોન ભારતમાં તેનો નવો સ્માર્ટફોન iQOO Z11 લોન્ચ કરવા જઈ રહી છે . કંપનીએ ફોનના કેટલાક મુખ્ય સ્પેસિફિકેશન્સ જાહેર કર્યા છે .iQOO Z11ને તાજેતરમાં ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો , પરંતુ ભારતમાં આવનારા મોડેલમાં ચીનના વેરિઅન્ટની સરખામણીમાં કેટલાક ફેરફાર જોવા મળશે .

iQOOએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરેલા ટીઝરમાં જણાવ્યું છે કે ભારતમાં iQOO Z11ને MediaTek Dimensity 7500 Turbo પ્રોસેસર સાથે લોન્ચ કરવામાં આવશે . આ ચિપસેટ સાથે ભારતમાં આવનારો આ પહેલો સ્માર્ટફોન હશે . જયારે ચીનમાં લોન્ચ થયેલા iQOO Z11માં MediaTek Dimensity 8500 પ્રોસેસર આપવામાં આવ્યું છે .

ભારતમાં iQOO Z11ને 20 ઓગસ્ટે લોન્ચ કરવામાં આવશે . ફોન Aurora Green અને Celestial Blue કલરમાં ઉપલબ્ધ થશે . તેનું વેચાણ ઈ - કોમર્સ પ્લેટફોર્મ Amazon દ્રારા કરવામાં આવશે . ફોનમાં પાછળની તરફ ડયુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવશે . તેનો કેમેરા મોડયુલ ચીનના મોડેલથી અલગ હશે . ભારતમાં આવનારા ફોનમાં આડા અને પિલની સાઈઝના કેમેરા મોડયુલ જોવા મળશે .

iQOO Z11માં પાછળની બાજુ પેનલ અને 3D કર્વ્ડ ડિસ્પ્લે આપવામાં આવશે . ફોનની જાડાઈ 7.99mm અને વજન લગભગ 199 ગ્રામ હશે . ફોનની જમણી બાજુ પાવર બટન અને વોલ્યુમ બટન આપવામાં આવશે . ઉપરની બાજુ સ્પીકર અને માઈક્રોફોન હશે .

ચીનના વેરિઅન્ટમાં 6.83 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે . આ સ્ક્રીન 1,260 x 2,800 પિક્સેલ્સ રિઝોલ્યુશન , 165Hz રિફ્રેશ રેટ અને HDR સપોર્ટ સાથે આવે છે . ફોનમાં 16GB સુધીની RAM અને 512GB સુધીનું સ્ટોરેજ મળે છે .

કેમેરાની વાત કરીએ તો , ફોનમાં OIS સપોર્ટ સાથે 50MPનો મુખ્ય કેમેરા અને 2MPનો ડેપ્થ સેન્સર આપવામાં આવ્યો છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 16MPનો ફ્રન્ટ કેમેરા મળે છે . ફોનમાં 9,020mAhની મોટી બેટરી છે , જે 90W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે .

iQOO Z11 સીરીઝનો iQOO Z11 Lite સ્માર્ટફોન ગયા મહિને ભારતમાં લોન્ચ થયો હતો . તેમાં 6.74 ઇંચની HD+ LCD ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 120Hz રિફ્રેશ રેટ અને 1,200 nitsની પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. iQOO Z11ની એન્ટ્રીની તારીખ જાહેર , 165Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે નવો ફોન
  2. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  3. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  4. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
  5. ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે
  6. મોટી બચત કરો iPhoneની ખરીદી Flipkart Freedom Sale 2026માં
  7. Vivo S2 લોન્ચ પહેલા ફીચર્સ અને કિંમત લીક , 120Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે
  8. Xiaomiનો Redmi 17 5G રજૂ , Android 16 અને Unisoc T 8300 પ્રોસેસર મળશે
  9. Vivo V80 Lite 5G માં મળી શકે 6.83 ઇંચ AMOLED ડિસ્પ્લે અને 7,050mAh બેટરી
  10. IndiGoની ખાસ ઓફર , પસંદ થયેલા મુસાફરોને મળશે રૂપિયા 10,000 સુધીનું રિફંડ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »