આજે Amazon Great Freedom Saleનો છેલ્લો દિવસ છે
Photo Credit: iQOO
iQOO Z11 Liteમાં 6.74 ઇંચની HD+ LCD ડિસ્પ્લે મળે છે
આજે Amazon Great Freedom Saleનો છેલ્લો દિવસ છે . જો તમે ખરીદી કરવાનું વિચારી રહ્યા છો, તો ફક્ત આજ રાત પૂરતો જ ટાઈમ છે ખરીદી કરવા માટે . iQOO Z11 Lite સ્માર્ટફોન ગયા મહિને જ લોન્ચ કરવામાં આવ્યો છે જે સેલ દરમિયાન ડિસ્કાઉન્ટમાં મળી રહ્યો છે અને આમાં કુપન ઓફર અને બેંક ઓફર પણ સામેલ છે . iQOO Z11 Liteમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે . આ ફોન MediaTek Dimensity 6300 પ્રોસેસર સાથે આવે છે . અહીં તમને iQOO Z11 Lite પર મળતા બધા જ ડિસ્કાઉન્ટથી લઈને તેની અસરકારક કિંમત વિશે જાણવા મળશે .
Amazonની સેલમાં iQOO Z11 Liteનું 4GB + 128GB સ્ટોરેજ વેરિઅન્ટને રૂપિયા 19,499માં લિસ્ટ કરવામાં આવ્યો છે . જોકે સેલ દરમિયાનના કુપન ઓફરથી 500 રૂપિયાની બચત પણ થઈ શકે છે . બેંક ઓફરની વાત કરીએ તો HDFC બેંક કાર્ડથી ખરીદી કરવા પર 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે , જેના પછી આ ફોનની અસરકારક કિંમત રૂપિયા 17,749 સુધી થઈ જશે .
iQOO Z11 Liteમાં 6.74 ઇંચની HD+ LCD ડિસ્પ્લે મળે છે , જેનું રિઝોલ્યુશન 1600x720 પિક્સલ , 120Hz રિફ્રેશ રેટ , 1200 nits સુધીની બ્રાઇટનેસ અને 20:9 આસ્પેક્ટ રેશિયો છે . સુરક્ષા માટે ફોનમાં સાઈડ - માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે . આ ફોનમાં ઓક્ટા- કોર MediaTek Dimensity 6300 પ્રોસેસર આપવામાં આવ્યો છે . આ સ્માર્ટફોન Android 16 પર આધારિત Origin OS 6 સાથે આવે છે . આ ફોનમાં ચાર્જિંગ માટે 44W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે 6500mAhની બેટરી આપવામાં આવી છે .
હવે વાત કરીએ કેમેરાની તો આ iQOO Z11 Liteના રિયરમાં f /1.8 અપર્ચર સાથે 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને f/3.0 અપર્ચર સાથે 0.08 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા મળે છે . જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે f / 2.2 અપર્ચર સાથે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો મળે છે . આ ફોનના સાઈઝની વાત કરીએ તો ફોનની લંબાઈ 167.4mm , પહોળાઈ 77.1mm અને વજન 209 ગ્રામ છે . ધૂળ અને પાણીથી બચાવ માટે આ ફોનને IP65 રેટિંગ પણ આપવામાં આવ્યો છે . કનેક્ટિવિટી માટે ફોનમાં 5G , ડયુઅલ 4G VoLTE , 3.5mm ઓડિયો જેક , Wi-Fi , Bluetooth 5.4 , GPS અને USB Type - C પોર્ટ 2.0 મળે છે .
જાહેરાત
જાહેરાત
BGMI Redeem Codes: How to Claim Mecha Ant Backpack, Free Rewards, Skins, UC, and More