Lava Bold N2 Pro 4G ભારતમાં બે કલર વિકલ્પમાં ઉપલબ્ધ રહેશે
Photo Credit: Lava
Lava Bold N2 Pro 4Gને 50MP મેગાપિક્સલનો રિયર કેમેરા આપવામાં આવ્યા છે .
Lava International નું નવું સ્માર્ટફોન Lava Bold N2 Pro 4G ભારતમાં 31 માર્ચે બપોરે 12 વાગ્યે લોન્ચ થશે . આ ફોન માટે ઈ કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર આવેલી માઈક્રોસાઇટ લાઈવ થઇ છે . આ ફોનના લોન્ચ પહેલા જ આના ઘણા બધા ફીચર્સ પહેલેથી જ બહાર આવી ગયા હતા . આ ફોનમાં જેમાં 120Hz ડિસ્પ્લે ની સાથે સાથે 50MP કેમેરા અને 5,000mAh બેટરી જેવી મુખ્ય સુવિધાઓ આપવામાં આવે છે . આ ફોનની કિંમત હજુ સુધી કંપનીએ બહાર પડી નથી , લોન્ચ દરમિયાન જ આ ફોનની કિંમત અને ઉપલબ્ધતા વિશે જાણકારી મળશે .
ડિઝાઇન અને કલર વિકલ્પો :
વાત કરીએ આ સ્માર્ટફોનના કલર વિકલ્પોની તો આ સ્માર્ટફોન તમને Aurora Gold અને Eclipse Gray જેવા બે કલર ઓપ્શનમાં મળી રહેશે . કંપનીએ આ વાતનો દાવો કર્યો છે કે આ ડિવાઇસ Android 15 પર ચાલશે અને તેમાં બ્લોટવેર અથવા જાહેરાતો નહીં આવે .
પરફોર્મન્સ અને સ્ટોરેજ :
Lava Bold N2 Pro 4G માં Unisoc T7250 પ્રોસેસર આપવામાં આવ્યું છે , જે 4GB RAM સાથે આવશે અને તેમાં 64GB ઇન્ટરનલ સ્ટોરેજ મળશે . કંપનીએ હજુ કોઈ પણ પ્રકારની મેમરી વિશે સત્તાવાર જાહેરાત કરી નથી . તેથી આ સ્પષ્ટ નથી કે લોન્ચ સમયે વધુ મેમરીના વિકલ્પો આવશે કે નહીં .
કેમેરા અને ડિસ્પ્લે :
હવે વાત કરીએ કેમેરાની તો આ ફોનમાં 50MP રિયર કેમેરા આપવામાં આવ્યો છે , જયારે સેલ્ફી અને વિડીયો કોલ માટેનો સેલ્ફી કેમેરા વિશે હજુ કોઈ મહોટો સામે આવી નથી . આ ફોનમાં 6.67 ઈંચનું HD+LCD ડિસ્પ્લે છે , જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે . આ ફોન તમને સ્મૂથ સ્ક્રોલિંગ નો અનુભવ આપશે .
બેટરી અને ક્વોલિટી :
આ ફોનને 5,000mAhની બેટરી આપવામાં આવી છે . જે USB Type-C દ્રારા ચાર્જ કરવામાં આવે છે . આની સાથે જ આ ફોનને IP54 રેટિંગ આપવામાં આવ્યું છે , એટલે કે ધૂળ અને પાણીના છાંટા સામે થોડો રક્ષણ આપે છે .
આ સ્માર્ટફોનની કિંમત અને ઉપલબ્ધતા વિશેની સંપૂર્ણ માહિતી લોન્ચ દરમિયાન જાહેર થવાની સંભાવના છે .
જાહેરાત
જાહેરાત