Lava Play Max ભારતમાં ડિસેમ્બરમાં લોન્ચ થવાની ધારણા છે.

ભારતીય બહુરાષ્ટ્રીય ટેક્નોલોજી કંપની લાવા તેનો નવો સ્માર્ટફોન લાવા પ્લે મેક્સ ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ કરશે

Lava Play Max ભારતમાં ડિસેમ્બરમાં લોન્ચ થવાની ધારણા છે.

Photo Credit: Lava

લાવા પ્લે મેક્સમાં ડ્યુઅલ રીઅર કેમેરા હોવાની ચર્ચા છે.

હાઇલાઇટ્સ
  • Lava Play Max બ્લેક અને વ્હાઇટ કલરમાં મળી શકશે
  • હેન્ડસેટ એન્ડ્રોઇડ 15 આઉટ ઓફ ધ બોક્સ પર ચાલશે
  • લાવા પ્લે મેક્સ હેન્ડસેટમાં ફ્લેટ પ્લાસ્ટિક ફ્રેમ્સ હોવાની શક્યતા
જાહેરાત

ભારતીય બહુરાષ્ટ્રીય ટેક્નોલોજી કંપની લાવા તેનો નવો સ્માર્ટફોન લાવા પ્લે મેક્સ ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ કરશે, જે લાવા પ્લે અલ્ટ્રા 5G હાલમાં જ કંપની દ્વારા લોન્ચ કરાયો છે. જેમાં આ એક નવો ઉમેરો કરશે. ઓગસ્ટમાં લોન્ચ કરાયેલા આ ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 7300 ચિપ અને 64-મેગાપિક્સલના મુખ્ય કેમેરા આપવામાં આવ્યો છે. હવે કંપનીએ નવા મેક્સ મોડેલનું ટીઝિંગ શરૂ કર્યું છે. કંપનીએ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X દ્વારા તેના કેટલાંક સ્પેસિફિકેશન લીક કર્યા છે. લોન્ચ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. ટીઝરમાં સ્માર્ટફોનની ડિઝાઇનની ઝલક બતાવવામાં આવી છે.

લાવા પ્લે મેક્સમાં અંદાજિત સ્પેસિફકેશન્સ

Lava Play Max અલ્ટ્રા વેરિઅન્ટ જેવા જ MediaTek Dimensity 7300 SoC સાથે આવવાની અપેક્ષા છે, જેમાં 6GB અને 8GB RAM સપોર્ટ છે. તેમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.72-ઇંચનો મોટો ફુલ-HD+ ડિસ્પ્લે હોઈ શકે છે. આ હેન્ડસેટ એન્ડ્રોઇડ 15 આઉટ ઓફ ધ બોક્સ પર ચાલશે અને UFS 3.1 ઓનબોર્ડ સ્ટોરેજને સપોર્ટ કરશે તેવી ધરણા છે.

ઓપ્ટિક્સ માટે, લાવા પ્લે મેક્સમાં EIS સપોર્ટ સાથે 50-મેગાપિક્સલનો AI-સમર્થિત મુખ્ય રીઅર કેમેરા શામેલ હોવાની અપેક્ષા છે. થર્મલ મેનેજમેન્ટ માટે, તે વેપર ચેમ્બરથી પણ સજ્જ થઈ શકે છે.

કંપની દ્વારા ટીઝ કરાયેલા લાવા પ્લે મેક્સમાં ડ્યુઅલ વર્ટિકલી એલાઈન્ડ રીઅર કેમેરા સેટઅપ હોવાનું જણાય છે, જેમાં પ્રાથમિક કેમેરા ઉચ્ચ-રિઝોલ્યુશન ફોટા માટે ૫૦-મેગાપિક્સેલ મુખ્ય સેન્સરનો ઉપયોગ કરે છે. ટીઝરમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે ફોનમાં કેમેરા મોડ્યુલની આસપાસ એક ડેકોરેટિવ પેટર્ન રહેશે જે વધુ સારા વિઝ્યુઅલ લુક માટે અંધારામાં ગ્લો કરી છે.

વધુમાં, આગામી લાવા પ્લે મેક્સ હેન્ડસેટમાં ફ્લેટ પ્લાસ્ટિક ફ્રેમ્સ હોવાની શક્યતા છે, ટીઝરમાં ખૂટતી એન્ટેના લાઇન મેટલને બદલે પ્લાસ્ટિક બિલ્ડનો સંકેત આપે છે.

Lava Play Max ને BIS (બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ) પર Lava Storm Gamer મોડેલ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યું હોવાનો ટિપસ્ટર પારસ ગુગલાની (@passionategeekz) દાવો કરે છે. તેને જણાવ્યું કે, આ સ્માર્ટફોન બ્લેક અને વ્હાઇટ કલરમાં મળી શકશે.

Lava Play Maxની અંદાજિત કિંમત

Lava Play Max ભારતમાં ડિસેમ્બરમાં લોન્ચ થવાની ધારણા છે. દેશમાં તેની કિંમત રૂ. 12,000 થી ઓછી હશે. હાલમાં લોન્ચ કરાયેલો Lava Play Ultra 5G, 6GB રેમ 128GB અને 8GB રેમ અને 128GB વેરિઅન્ટ માટે અનુક્રમે રૂ. 14,999 અને રૂ. 16,499 માં લોન્ચ થયો છે.

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Realme P4x 5G, 4 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે ભારતમાં લોન્ચ કરાશે.
  2. Lava Play Max ભારતમાં ડિસેમ્બરમાં લોન્ચ થવાની ધારણા છે.
  3. X એપને એક નવી AI-સંચાલિત સુવિધા સાથે અપડેટ કરવામાં આવી છે
  4. રિલાયન્સ ડિજિટલે બ્લેક ફ્રાઇડે સેલ દરમિયાન આઇફોન એરમાં રૂ. 13,000નું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું
  5. ગ્રાહક iPhone 16 પર રૂ. 4000 સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે
  6. એપલ કંપની તેનો વધુ એક સ્ટોર નોઈડામાં 11 ડિસેમ્બરે શરૂ કરશે.
  7. Nothing Phone 3a Lite ગુરુવારે ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
  8. Realme તેનો સ્માર્ટફોન Realme P4x, 4 ડિસેમ્બરે લોંચ કરશે
  9. Meta હવે WhatsAppમાં થર્ડ-પાર્ટી AI ચેટબોટ્સ પર પ્રતિબંધ મૂકે છે
  10. સોનીએ LYT-901 મોબાઇલ કેમેરા સેન્સર સત્તાવાર રીતે લોન્ચ કર્યું છે
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »