Realme P4x 5G 4 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે ભારતમાં લોન્ચ કરાશે. સત્તાવાર લોન્ચ પહેલા, એક લીકમાં આગામી Realme P-સિરીઝ સ્માર્ટફોનની કિંમત, રેમ અને સ્ટોરેજ વિગતો જાહેર થઈ છે.
Photo Credit: Realme
Realme P4x 5G માં AI-આધારિત 50-મેગાપિક્સલનો રીઅર કેમેરા યુનિટ હશે.
Realme P4x 5G 4 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે ભારતમાં લોન્ચ કરાશે. સત્તાવાર લોન્ચ પહેલા, એક લીકમાં આગામી Realme P-સિરીઝ સ્માર્ટફોનની કિંમત, રેમ અને સ્ટોરેજ વિગતો જાહેર થઈ છે. તે 8GB સુધીની રેમ અને 256GB સુધીના ઓનબોર્ડ સ્ટોરેજ સાથે મળી શકે છે. Realme P4x 5G મીડિયાટેક ડાયમેન્સિટી 7400 અલ્ટ્રા ચિપસેટ અને 7,000mAh બેટરી સાથે આવશે. તે ત્રણ રંગોમાં ઓફર કરવામાં આવશે, અને 50-મેગાપિક્સલનો રીઅર કેમેરાથી સજ્જ હશે. Realme P4x 5G ના 6GB રેમ અને 128GB સ્ટોરેજવાળા બેઝ વેરિઅન્ટની કિંમત રૂ. 15,999 હશે. 8GB રેમ 128GB સ્ટોરેજ અને 8GB રેમ અને 256GB સ્ટોરેજની સાથેના ફોનની કિંમત અનુક્રમે રૂ. 17,499 અને રૂ. 19,499 હોવાનું કહેવાય છે. ટિપસ્ટર અભિષેક યાદવે (@yabhishekhd) X પર એક પોસ્ટમાં Realme P4x 5G ની કિંમતની વિગતો લીક કરી છે.
Realme P4x 5G ગ્રીન, પિન્ક અને વ્હાઇટ કલરમાં મળશે. તે ઓક્ટા કોર મીડિયાટેક ડાયમેન્સિટી 7400 અલ્ટ્રા 5G ચિપસેટ પર ચાલશે જે 18GB સુધી ડાયનેમિક રેમ માટે સપોર્ટ કરશે. બ્રાન્ડે દાવો કર્યો છે કે પ્રોસેસર AnTuTu પરીક્ષણમાં 780,000 થી વધુ પોઈન્ટ્સ પ્રાપ્ત કરશે તેવી ધારણા છે. તેમાં 5300mm² VC કૂલિંગ સિસ્ટમ પણ હશે, જેનો હેતુ થર્મલ સ્થિરતા જાળવવાનો છે, ખાસ કરીને લાંબા ગેમિંગ સત્રો દરમિયાન. તે 7,000mAh બેટરી અને 45W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે. Realme P4x 5G 6.72-ઇંચ ફુલ-એચડી+ ડિસ્પ્લે અને 144Hz સુધી રિફ્રેશ રેટ અને 1,000 નિટ્સ પીક બ્રાઇટનેસ ઓફર કરશે.
આ સ્માર્ટફોન AI-આધારિત 50-મેગાપિક્સલ રીઅર કેમેરા યુનિટ સાથે આવશે. 2-મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા હોવાની શક્યતા છે. તેમાં સેલ્ફી અને વીડિયો ચેટ માટે 8-મેગાપિક્સલનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરા હોવાની શક્યતા છે. થર્મલ મેનેજમેન્ટ માટે, Realme P4x 5G માં 5,300 ચોરસ મીમી વેપર ચેમ્બર (VC) હશે.
Realme P4x 5G સ્માર્ટફોન સાથે જ Realme Watch 5 ની જાહેરાત કરવામાં આવશે. રિયલમી અને અને ફ્લિપકાર્ટ પહેલાથી જ તેમના પ્લેટફોર્મ પર સમર્પિત માઇક્રોસાઇટ્સ દ્વારા સ્માર્ટફોનનું ટીઝિંગ શરૂ કરી દીધું છે.
જાહેરાત
જાહેરાત
BSNL Gains 2 Million Users While Vi Loses 3 Million Subscribers in October, TRAI Data Reveals
New GTA 6 Leak Allegedly Shows In-Development Footage From Game