ગ્રાહક iPhone 16 પર રૂ. 4000 સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે

હાલમાં બ્લેક ફ્રાઈડે સેલ ચાલી રહ્યું છે ત્યારે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર iPhone 16 ઓછી કિંમતે ઉપલબ્ધ છે.

ગ્રાહક iPhone 16 પર રૂ. 4000 સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે

iPhone 16 Plus (ચિત્રમાં) એમેઝોન પર ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે.

હાઇલાઇટ્સ
  • iPhone 16 ઓફર સાથે રૂ. 62,900માં ઉપલબ્ધ
  • બેંક ઑફર્સ, એક્સચેન્જ બોનસ અને ઈએમઆઈના પણ વિકલ્પો
  • ઑફર iPhone 16 128GB સ્ટોરેજ વેરિઅન્ટના તમામ પાંચ રંગ વિકલ્પો પર માન્ય
જાહેરાત

હાલમાં બ્લેક ફ્રાઈડે સેલ ચાલી રહ્યું છે ત્યારે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર iPhone 16 ઓછી કિંમતે ઉપલબ્ધ છે. Amazon દ્વારા iPhone 16 પર ડિસ્કાઉન્ટ રજૂ કરાયું છે, જેના કારણે તેની કિંમતમાં ઘટાડો થયો છે. સીધા ડિસ્કાઉન્ટ ઉપરાંત, એમેઝોન iPhone 16 પર બેંક ઑફર્સ, એક્સચેન્જ બોનસ અને વધારાની ડીલના લાભો પણ આપી રહ્યું છે જેથી કિંમતમાં વધુ ઘટાડો થયો છે. આઈફોન 16 ભારતમાં 2024 માં 128GB સ્ટોરેજ સાથેના બેઝ વેરિઅન્ટ માટે રૂ. 79,900 ની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ વર્ષે iPhone 17 લોન્ચ થયા પછી, તેની કિંમત સત્તાવાર રીતે 69,900 રૂપિયા કરવામાં આવી હતી. Amazon બ્લેક ફ્રાઈડે સેલ ઓફરના ભાગ રૂપે, ગ્રાહકો iPhone 16 ને રૂ. 62,900 માં ખરીદી શકે છે.શરૂઆતમાં, ઈ-કોમર્સ જાયન્ટે રૂ. 3000 નું ડિસ્કાઉન્ટ રજૂ કર્યું છે. જેને કારણે કિંમત રૂ. 66,900 થશે. આ સાથે જ ગ્રાહકો બેંક ડીલ્સ નો ઉપયોગ કરીને આઈફોન 16 ની કિંમતમાં વધુ ઘટાડો કરી શકે છે. તેઓ બેંક ઓફરનો લાભ લઈ શકે છે જે રૂ. 4,000 સુધીનું ત્વરિત ડિસ્કાઉન્ટ પ્રદાન કરે છે.

આ ઑફર્સને જોડીને, એમેઝોન બ્લેક ફ્રાઈડે સેલ દરમિયાન iPhone 16 ની કિંમત ઘટાડીને રૂ. 62,900 કરવામાં આવે છે. આ ઑફર iPhone 16 128GB સ્ટોરેજ વેરિઅન્ટના તમામ પાંચ રંગ વિકલ્પો પર માન્ય છે.

બેંક ઑફર, ICICI બેંક અને SBI ક્રેડિટ કાર્ડ ફુલ સ્વાઇપ ટ્રાન્ઝેક્શન પર માન્ય છે. EMI ઑફર્સ પણ છે, જેનાથી ગ્રાહકો iPhone 16 ને તેની સંપૂર્ણ કિંમત અગાઉથી ચૂકવ્યા વિના ખરીદી શકે છે.

આ ઉપરાંત, એમેઝોન એક્સચેન્જ બોનસ તરીકે રૂ. 47,650 સુધીની છૂટ પણ આપે છે, જેનો ઉપયોગ નવા સ્માર્ટફોનની કિંમત વધુ ઘટાડવા માટે થઈ શકે છે. જોકે, ડિસ્કાઉન્ટ રકમ તમારા જૂના સ્માર્ટફોનના મોડેલ અને સ્થિતિ તેમજ તમારા સ્થાન પર ઑફરની ઉપલબ્ધતાના આધારે બદલાઈ શકે છે. ગ્રાહકે ઓફર લેતા પહેલા તમામ શરતો અને નિયમો વાંચી લેવા હિતાવહ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે iPhone 16 iOS 18 પર ચાલે છે અને તેમાં 6.10-inch નિડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં 48 મેગાપિક્સલ તેમજ 12 મેગાપિક્સલ ના કેમેરા તેમજ 12 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. શક્તિશાળી કૂલિંગ અને શોલ્ડર ટ્રિગર્સ સાથે Infinix GT 50 Pro લીકમાં બહાર આવ્યો
  2. DarkSword ખતરા સામે Apple નું iOS 18.7.7 અપડેટ જરૂરી
  3. Amazon પર Realme નો નવો Narzo સ્માર્ટફોન આવ્યો , Narzo 90 Lite નો અનુગામી થશે લોન્ચ
  4. Apple Anniversary Sale : પ્રીમિયમ ડિવાઇસિસ પર ભારે ડિસ્કાઉન્ટ અને કેશબેક
  5. iPhone યુઝર્સ માટે નવી સુવિધા : CarPlayમાં ChatGPT સાથે હેન્ડ્સ ફ્રી વાતચીતનો અનુભવ
  6. ChatGPT એપમાં કસ્ટમ શેર શીટ , અપલોડેડ ફાઇલ્સ અને નવા ફાઈલ પીકર જેવી સુવિધાઓ જોવા મળી
  7. Redmi Note 15 SE 5G : 50MP કેમેરા અને 5800mAh બેટરી અને 120Hz AMOLED ડિસ્પ્લે
  8. Realme નું નવું ફોન આવ્યું : મોટી બેટરી અને AMOLED ડિસ્પ્લે સાથે Realme 16 5G લોન્ચ
  9. Vivo V70 FE મિડ-રેન્જમાં ધમાકો , શક્તિશાળી ફીચર્સ અને આકર્ષક ઓફર્સ સાથે
  10. Amazon Prime Video પર 29 એપ્રિલે રિલીઝ થશે " The House of the Spirits"
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »