iPhone યુઝર્સ માટે નવી સુવિધા : CarPlayમાં ChatGPT સાથે હેન્ડ્સ ફ્રી વાતચીતનો અનુભવ

યુઝર્સને આ સલાહ આપવામાં આવે છે કે વાહન ચલાવતા પહેલા હેન્ડ્સ ફ્રી સુવિધાઓ પર ધ્યાન રાખે , જયારે સલામત હોય ત્યારે જ સુવિધાનો ઉપયોગ કરી શકાય છે .

iPhone યુઝર્સ માટે નવી સુવિધા : CarPlayમાં ChatGPT સાથે હેન્ડ્સ ફ્રી વાતચીતનો અનુભવ

Photo Credit: OpenAI

CarPlay માં ChatGPT નેવિગેશન , લાઈવ લોકેશન અથવા કોઈ વિશેષ માહિતી નથી આપી શકતું .

હાઇલાઇટ્સ
  • કાર ચલાવતી વખતે સરળતાથી વૉઇસ કમાન્ડ દ્રારા ChatGPT નો ઉપયોગ કરી શકે
  • આ ફીચરમાં "Projects " નામનો વિકલ્પ પણ
  • એપમાં "auto-start voice mode in CarPlay "નામનું સેટિંગ
જાહેરાત

OpenAI  એ હવે  ChatGPT ને Apple CarPlay માં લાવીને ડ્રાઇવિંગ અનુભવને વધુ સ્માર્ટ બનાવી દીધો છે . આ નવી સુવિધાઓ iPhone યુઝર્સ હવે કાર ચલાવતી  વખતે સરળતાથી વૉઇસ કમાન્ડ દ્રારા ChatGPT નો ઉપયોગ કરી શકે છે . ખાસ કરીને , આ ફીચર iOS 26.4 અથવા તેના પછીના વર્ઝન પર કામ  કરે છે અને બધા ChatGPT પ્લાન માટે ઉપલબ્ધ છે .જયારે તમે તમારો iPhone કાર સાથે કનેક્ટ કરો અને ChatGPT એપ અપડેટ કરેલી હોય , ત્યારે તમે સીધા  CarPlay  ઇન્ટરફેસમાંથી તેને ચાલુ કરી શકો છો . એકવાર સિસ્ટમ "connecting " થી "listening " મોડમાં જાય , પછી તમે તરત જ બોલીને તમે પ્રશ્નો પૂછવા અથવા વાતચીત શરૂ કરી શકો છો . યુઝર્સ નવી ચેટ  શરૂ કરી શકે છે , જૂની ચેટ્સ ફરી ખોલી શકે છે અને ચાલુ વાતચીતને આગળ વધારી શકે છે અને તે પણ ફોનને સ્પર્શ કર્યા વગર .

આ ફીચરમાં "Projects " નામનો વિકલ્પ પણ મળે છે જેના દ્રારા તમે ચોક્કસ વિષય પરની વાતચીતને બરોબર કરે છે .  CarPlay માં આ પ્રોજેક્ટ્સ એક્સેસ કરીને , તમે તે જ વિષય પર ફરીથી વૉઈસ ચેટ ચાલુ કરી શકો છો . સાથે સાથે , પિન કરેલી અથવા હાલમાં કરેલી ચેટ્સ પણ સરળતાથી ઉપલબ્ધ રહે છે .

આ એપમાં વધુ સરળતા માટે ChatGPT એપમાં "auto-start voice mode in CarPlay "નામનું સેટિંગ પણ છે . જો તમે આ સેટિંગ ચાલુ કરો , તો ChatGPT  દરેક વખતે  CarPlayમાં ખુલતા જ સીધું વૉઇસ ચેટ શરૂ કરશે . જો છેલ્લે વખત  ChatGPT જ ઉપયોગમાં હોય તો કાર ફરીથી કનેક્ટ થતા એ આપમેળે  ખુલવાની શક્યતા પણ રહે છે .

પરંતુ આ સુવિધાની કેટલીક મર્યાદાઓ પણ છે . CarPlay માં ChatGPT ને નેવિગેશન , લાઈવ લોકેશન અથવા કારની અંદરની માહિતી માટે એક્સેસ નથી . તે અન્ય એપ્સ જેમ કે  મેપ્સ અથવા મેસેજિંગ એપ્સને નિયંત્રિત પણ કરી શકતું નથી . આ ફીચર ખાસ કરીને વૉઇસ આધારિત વાતચીત માટે જ બનાવાયું છે .

આપણી સુરક્ષાને ધ્યાનમાં રાખીને , OpenAI યુઝર્સ ને સલાહ આપે છે કે તેઓ હંમેશા હેન્ડ્સ ફ્રી મોડનો ઉપયોગ કરે , ડ્રાઇવિંગ પહેલા સેટઅપ પૂર્ણ કરે અને ટ્રાફિક  નિયમોનું પાલન કરે . 

બીજી બાજુ ,Apple એ પણ તેની Apple Intelligence સુવિધાઓમાં ChatGPT ને સામેલ કર્યું છે . Siri હવે વધુ સારા જવાબ આપવા માટે ChatGPT નો ઉપયોગ  કરી શકે છે . Writing Tools , image generation અને shortcuts જેવી સુવિધાઓ પણ વધુ સ્માર્ટ બને છે .

આગળ કંપનીએ કહ્યું છે કે ChatGPT નો ઉપયોગ એકાઉન્ટ વગર પણ કરી શકાય છે , પરંતુ સાઈન ઈન કરવાથી વધુ નવા ફીચર્સ મળે છે . આમાં યુઝર્સની ઈચ્છા  વગર કોઈપણ ડેટા શેર થતો નથી અને પ્રાઇવસીને જાળવીને  રાખે છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. iPhone યુઝર્સ માટે નવી સુવિધા : CarPlayમાં ChatGPT સાથે હેન્ડ્સ ફ્રી વાતચીતનો અનુભવ
  2. ChatGPT એપમાં કસ્ટમ શેર શીટ , અપલોડેડ ફાઇલ્સ અને નવા ફાઈલ પીકર જેવી સુવિધાઓ જોવા મળી
  3. Redmi Note 15 SE 5G : 50MP કેમેરા અને 5800mAh બેટરી અને 120Hz AMOLED ડિસ્પ્લે
  4. Realme નું નવું ફોન આવ્યું : મોટી બેટરી અને AMOLED ડિસ્પ્લે સાથે Realme 16 5G લોન્ચ
  5. Vivo V70 FE મિડ-રેન્જમાં ધમાકો , શક્તિશાળી ફીચર્સ અને આકર્ષક ઓફર્સ સાથે
  6. Amazon Prime Video પર 29 એપ્રિલે રિલીઝ થશે " The House of the Spirits"
  7. Sony એ જાહેર કરી એપ્રિલ PS Plus લાઇનઅપ : Tomb Raider Remastered અને SAO ગેમ્સ સામેલ
  8. Google લાવ્યું નવું ફીચર : Gmail ID બદલવી હવે બની સરળ 
  9. મેટા ના નવા સ્માર્ટ ચશ્મા , પ્રિસ્ક્રિપ્શન યુઝર્સ માટે ખાસ ડિઝાઇન
  10. Google લાવ્યો AI Inbox, પ્રાથમિક ઇમેઇલ હવે આપમેળે હાઈલાઈટ થશે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »