Redmi Note 15 SE 5G : 50MP કેમેરા અને 5800mAh બેટરી અને 120Hz AMOLED ડિસ્પ્લે

Redmi Note 15 SE 5G આ મહિનાના અંતમાં Flipkart અને Xiaomi ના ઓનલાઇન સ્ટોર દ્રારા વેચાણ માટે ઉપલબ્ધ કરાશે .

Redmi Note 15 SE 5G : 50MP કેમેરા અને 5800mAh બેટરી અને 120Hz AMOLED ડિસ્પ્લે

Photo Credit: Redmi

Redmi Note 15 SE 5G 45W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે .

હાઇલાઇટ્સ
  • 50MP મુખ્ય સેન્સર અને 2MP ડેપ્થ સેન્સર
  • કાર્બન બ્લેક , ક્રિમસન રિઝર્વ અને ફ્રોસ્ટેડ વ્હાઇટ કલરમાં
  • Qualcomm Snapdragon 6 Gen 3 પ્રોસેસર આપવામાં આવ્યું
જાહેરાત

ભારતમાં ગુરુવારે Redmi Note 15 SE 5G લોન્ચ કરવામાં આવ્યો છે , જે હાલમાં રજૂ થયેલા Redmi Note 15  5Gનું સ્પેશિયલ એડિશન છે . આ સ્માર્ટફોન ઇકોમર્સ  પ્લેટફોર્મ અને Xiaomi ના ઓનલાઇન સ્ટોર પર વેચાણ માટે ઉપલબ્ધ રહેશે . આ ડિવાઇસ ત્રણ કલર વિકલ્પો અને ત્રણ સ્ટોરેજ વેરિઅન્ટમાં આવે છે . તેમાં Qualcomm Snapdragon 6 Gen 3 પ્રોસેસર આપવામાં આવ્યું છે , સાથે 8GB સુધી RAM અને 256GB સુધી સ્ટોરેજ મળે છે . ફોનમાં 50MP મુખ્ય કેમેરા સાથે  ડયુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે .

કિંમત અને ઉપલબ્ધતા :
 Redmi Note 15 SE 5G ની શરૂઆતની કિંમત રૂપિયા 24,999 રાખવામાં આવી છે ,જેમાં 6GB RAM અને 128GB સ્ટોરેજ  મળે છે .  8GB RAM + 128GB વેરિઅન્ટ રૂપિયા 25,999 માં મળે છે , જયારે આનું ટોપ મોડેલ 8GB RAM + 256GB માટે રૂપિયા 27,999 ચૂકવવા પડશે .  પાછું કંપની ICICI બેંક કાર્ડ પર રૂપિયા 2000 સુધીનું ડિસ્કાઉન્ટ અને રૂપિયા 4000 સુધીનું લોન્ચ ઓફર પણ આપી રહી છે . આ સ્માર્ટફોન 7 એપ્રિલથી Flipkart  અને Xiaomi ના સ્ટોર પર ઉપલબ્ધ થશે . આ ફોન તમને કાર્બન બ્લેક , ક્રિમસન રિઝર્વ અને ફ્રોસ્ટેડ વ્હાઇટ કલરમાં મળે છે .

સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ :
Redmi Note 15 SE 5G Android 15 આધારિત HyperOS 2 પર ચાલે છે તેમાં 6.77 ઈંચનું AMOLED ડિસ્પ્લે છે , જે 120Hz રિફ્રેશ રેટ , 240Hz ટચ સેમ્પલિંગ  અને 3,200 nits સુધીની બ્રાઇટનેસ આપે છે 

પરફોર્મન્સ માટે ફોનમાં Snapdragon 6 Gen 3 ચિપસેટ સાથે Adreno GPU છે . તેમાં 8GB સુધી RAM અને 256GB સુધી સ્ટોરેજ મળે છે , જેને microSD કાર્ડથી વધારી શકાય છે . સુરક્ષા માટે ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ અને AI ફેસ અનલોક આપવામાં આવ્યા છે .

કેમેરાની વાત કરીએ તો 50MP મુખ્ય સેન્સર અને 2MP ડેપ્થ સેન્સર છે . સેલ્ફી માટે 20MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે જે 4K વિડીયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે .

વાત કરીએ બેટરીની તો આ ફોનમાં 5,800mAh બેટરી છે , જે 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે . કનેક્ટિવિટી માટે 5G, Wi-Fi, Bluetooth 5.1 , USB Type-C અને GPS જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે . આ ફોનનું વજન લગભગ 178 ગ્રામ છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Xiaomi 17Tની એન્ટ્રી , 67W હાઇપરચાર્જ અને 120Hz AMOLED ડિસ્પ્લે મળશે
  2. Realme P4R 5Gમાં 144Hz ડિસ્પ્લે અને 50MP AI કેમેરા , કિંમત રૂપિયા 18,999થી શરૂ
  3. Lenovoનું નવું AI લેપટોપ લોન્ચ , 15 મિનિટ ચાર્જમાં 2 કલાક સુધી ચાલશે
  4. BSNL - સ્ટારલિંક ભાગીદારીની ચર્ચા વચ્ચે સેવાની મંજૂરી અટકી
  5. 6200mAh બેટરી અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Vivo X200T ડિસ્કાઉન્ટમાં ઉપલબ્ધ
  6. અલગ સ્કેનર એપની જરૂર નહીં , Android ફોનમાં જ PDF બનાવવાની સરળ રીત
  7. E85 ઈંધણ થયું લોન્ચ , પરંતુ શું તમારી કાર તેના માટે તૈયાર છે ?
  8. Meta AI Bug : હેકર્સે Instagram એકાઉન્ટ્સ પર કર્યો કબજો , હજારો યુઝર્સ થયા પ્રભાવિત
  9. 200MP કેમેરા અને Dimensity 9500 ચિપ સાથેનો Vivo X300 Pro થયો સસ્તો , જાણો નવી કિંમત
  10. IRCTC Train Vacancy Check : મુસાફરી દરમિયાન ખાલી બેઠકો ચકાસવાની સંપૂર્ણ રીત
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »